SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫ વર્ષ ૧૩ મું દષ્ટાંત :– (૨) શ્રી વાસ્વામી કેવળ કંચનકામિનીના દ્રવ્યભાવથી પરિત્યાગી હતા. એક શ્રીમંતની રુકમિણી નામની મનેહારિણી પુત્રી વજીસ્વામીના ઉત્તમ ઉપદેશને શ્રવણ કરીને માહિતી થઈ. ઘેર આવી માતાપિતાને કહ્યું કે, જો હું આ દેહે પતિ કરું તે માત્ર વાસ્વામીને જ કરું, અન્યની સાથે સંલગ્ન થવાની ભારે પ્રતિજ્ઞા છે. કમિણીને તેનાં માતાપિતાએ ઘણુંયે કહ્યું, “ઘેલી ! વિચાર તે ખરી કે, મુનિરાજ તે વળી પરણે? એણે તે આસવ દ્વારની સત્ય પ્રતિજ્ઞા ગ્રહણ કરી છે.” તેપણ રુમિણુએ કહ્યું ન માન્યું. નિરુપાયે ધનાવા શેઠે કેટલુંક દ્રવ્ય અને સુરપ રુકમિણીને સાથે લીધી; અને જ્યાં વાસ્વામી વિરાજતા હતા ત્યાં આવીને કહ્યું કે, “આ લક્ષ્મી છે તેનો તમે યથારુચિ ઉપયોગ કરે; અને વૈભવવિલાસમાં વાપરે; અને આ મારી મહા સુકમલા મિણી નામની પુત્રીથી પાણિગ્રહણ કર.” એમ કહીને તે પોતાને ઘેર આવ્યો. યૌવનસાગરમાં તરતી અને રૂપના અંબારરૂપ રમિણીએ વજીસ્વામીને અનેક પ્રકારે ભેગ સંબંધી ઉપદેશ કર્યો; ભેગનાં સુખ અનેક પ્રકારે વર્ણવી દેખાડ્યાં, મનમેહક હાવભાવ તથા અનેક પ્રકારના અન્ય ચળાવવાના ઉપાય કર્યા, પરંતુ તે કેવળ વૃથા ગયા; મહા સુંદરી રુકમિણ પિતાના મેહકટાક્ષમાં નિષ્ફળ થઈ. ઉગ્રચરિત્ર વિજયમાન વજીસ્વામી મેરુની પેઠે અચળ અને અડેલ રહ્યા. કમિણીના મન, વચન અને તનના સર્વ ઉપદેશ અને હાવભાવથી તે લેશમાત્ર પીગળ્યા નહીં. આવી મહા વિશાળ દૃઢતાથી રુકમિણીએ બંધ પામી નિશ્ચય કર્યો કે, આ સમર્થ જિતેન્દ્રિય મહાત્મા કઈ કાળે ચલિત થનાર નથી. લેહ પથ્થર પિગળાવવા સુલભ છે, પણ આ મહા પવિત્ર સાધુ વજસ્વામીને પિગળાવવા સંબંધીની આશા નિરર્થક છતાં અધોગતિના કારણરૂપ છે. એમ સુવિચારી તે રુકમિણીએ પિતાએ આપેલી લક્ષ્મીને શુભ ક્ષેત્રે વાપરીને ચારિત્ર ગ્રહણ કર્યું મન, વચન અને કાયાને અનેક પ્રકારે દમન કરી આત્માર્થ સાધ્યું. એને તત્ત્વજ્ઞાનીઓ સંવરભાવના કહે છે. ઇતિ અષ્ટમ ચિત્રે સંવરભાવના સમાપ્ત. નવમ ચિત્ર નિર્જરાભાવના દ્વાદશ પ્રકારનાં તપ વડે કરી કર્મઓઘને બાળીને ભસ્મીભૂત કરી નાંખીએ, તેનું નામ નિર્જરા ભાવના કહેવાય છે. તપના બાર પ્રકારમાં છ બાહ્ય અને છ અત્યંતર પ્રકાર છે. અનશન, ઊદરી, વૃત્તિસંક્ષેપ, રસપરિત્યાગ, કાયક્લેશ અને સંલીનતા એ છ બાહ્ય તપ છે. પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, શાસ્ત્રપઠન, ધ્યાન અને કાર્યોત્સર્ગ એ છ અભ્યતર તપ છે. નિર્જરા બે પ્રકારે છે. એક અકામ નિર્જરા અને દ્વિતીય સકામ નિર્જરા. નિર્જરાભાવના પર એક વિપ્રપુત્રનું દૃષ્ટાંત કહીશું. . દૃષ્ટાંત – કેઈ બ્રાહ્મણે પોતાના પુત્રને સપ્તવ્યસનભક્ત જાણીને પિતાને ઘેરથી કાઢી મૂક્યો. તે ત્યાંથી નીકળી પડ્યો અને જઈને તેણે તસ્કરમંડળીથી સ્નેહસંબંધ જોડ્યો. તે મંડળીના અગ્રેસરે તેને સ્વકામને પરાક્રમી જાણીને પુત્ર કરીને સ્થાપે. એ વિપ્રપુત્ર દુષ્ટદમન કરવામાં દ્રઢપ્રહારી જણાય. એ ઉપરથી એનું ઉપનામ દૃઢપ્રહારી કરીને સ્થાપ્યું. તે દૃઢપ્રહારી તસ્કરમાં અગ્રેસર થ. નગર ગ્રામ ભાંગવામાં બલવત્તર છાતીવાળો ઠર્યો. તેણે ઘણાં પ્રાણીઓના પ્રાણ લીધા. એક વેળા પિતાના સંગતિસમુદાયને લઈને તેણે એક મહાનગર લૂંટ્યું. દૃઢપ્રહારી એક વિપ્રને ઘેર બેઠો હતો. તે વિપ્રને ત્યાં ઘણા પ્રેમભાવથી ક્ષીરભૂજન કર્યું હતું. તે ક્ષીરજનના ભાજનને તે વિપ્રનાં મરથી બાળકડાં વીંટાઈ વળ્યાં હતાં. દૃઢપ્રહારી તે ભાજનને અડકવા મંડ્યો, એટલે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy