________________
વર્ષ ૧૭ મું
૫૧ તું વિચાર કર, કર્મી પ્રતિ રૌદ્ર એવું બ્રહ્મચર્ય વ્રત કેવું દુર્લભ છે? ખરે! અધીર આત્માને એ સઘળાં અતિ અતિ વિકટ છે.
પ્રિય પુત્ર ! તું સુખ ભોગવવાને યોગ્ય છે. અતિ રમણીય રીતે નિર્મળ સ્નાન કરવાને તારું સુકુમાર શરીર યોગ્ય છે. પ્રિય પુત્ર! નિશ્ચય તું ચારિત્ર પાળવાને સમર્થ નથી. જીવતાં સુધી એમાં વિસામે નથી. સંયતિના ગુણને મહા સમુદાય લેઢાની પેઠે બહુ ભારે છે. સંયમને ભાર વહન કર અતિ અતિ વિકટ છે. આકાશગંગાને સામે પૂરે જવું જેમ દોહ્યલું છે, તેમ યૌવન વયને વિષે સંયમ મહા દુષ્કર છે. પ્રતિજોત જવું જેમ દુર્લભ છે, તેમ યૌવનને વિષે સંયમ મહા દુર્લભ છે. ભુજાએ કરીને જેમ સમુદ્ર તટે દુર્લભ છે, તેમ સંયમ ગુણસમુદ્ર તરે યૌવનમાં મહા દુર્લભ છે. વેળુને કવળ જેમ નીરસ છે, તેમ સંયમ પણ નીરસ છે. ખગધારા પર ચાલવું જેમ વિકટ છે, તેમ તપ આચરવું મહા વિકટ છે. જેમ સર્ષ એકાંત દ્રષ્ટિથી ચાલે છે, તેમ ચારિત્રમાં ઈર્યાસમિતિ માટે એકાંતિક ચાલવું મહા દુર્લભ છે. હે પ્રિય પુત્ર! જેમ લેઢાના જવ ચાવવા દુર્લભ છે, તેમ સંયમ આચરતાં દુર્લભ છે. જેમ અગ્નિની શિખા પીવી દુર્લભ છે, તેમ યૌવનને વિષે યતિપણું અંગીકાર કરવું મહા દુર્લભ છે. કેવળ મંદ સંઘયણના ધણું કાયર પુરુષે યતિપણું પામવું તેમ પાળવું દુર્લભ છે. જેમ ત્રાજવે કરી મેરુ પર્વત તેને દુર્લભ છે, તેમ નિશ્ચળપણથી, નિઃશંકતાથી દશવિધિ યતિધર્મ પાળ દુષ્કર છે. ભુજાએ કરી સ્વયંભૂરમણ સમુદ્ર જેમ તને દુષ્કર છે, તેમ જે નથી ઉપશમવંત તેને ઉપશમરૂપી સમુદ્ર તરે દોહ્યલે છે.
હે પુત્ર! શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શ એ પાંચ પ્રકારે મનુષ્ય સંબંધી ભેગ ભેળવીને મુક્તભેગી થઈને વૃદ્ધપણામાં તું ધર્મ આચરજે.”
માતાપિતાને ભેગસંબંધી ઉપદેશ સાંભળીને તે મૃગાપુત્ર માતાપિતા પ્રત્યે એમ બોલી ઊઠ્યા:
વિષયની વૃત્તિ ન હોય તેને સંયમ પાળ કંઈયે દુષ્કર નથી. આ આત્માએ શારીરિક અને માનસિક વેદને અશાતારૂપે અનંત વાર સહી છે, ભેગવી છે. મહા દુઃખથી ભરેલી, ભયને ઉપજાવનારી અતિ રૌદ્ર વેદના આ આત્માએ ભોગવી છે. જન્મ, જરા.. મરણ એ ભયનાં ધામ છે. ચતુર્ગતિરૂપ સંસારાટવીમાં ભમતાં અતિ રૌદ્ર દુખે મેં ભગવ્યાં છે. હે ગુરુજને ! મનુષ્યલકમાં જે અગ્નિ અતિશય ઉષ્ણ મનાય છે, તે અગ્નિથી અનંતગણું ઉષ્ણ તાપવેદના નરકને વિષે આ આત્માએ ભેગવી છે. મનુષ્ય લેકમાં જે ટાઢ અતિ શીતળ મનાઈ છે, એ ટાઢથી અનંતગણી ટાઢ નરકને વિષે અશાતાએ આ આત્માએ ભેગવી છે. લેહમય ભાજન, તેને વિષે ઊંચા પગ બાંધી નીચું મસ્તક કરીને દેવતાએ વૈક્રિય કરેલા ધૂંવાવા બળતા અગ્નિમાં આકંદ કરતાં, આ આત્માએ અયુગ્ર દુઃખ ભેગવ્યાં છે. મહા દવના અગ્નિ જેવા મરુ દેશમાં જેવી વેળું છે તે વેળુ જેવી વજમય વેળુ કદંબ નામે નદીની વેળુ છે, તે સરખી ઉષ્ણ વેળુને વિષે પૂર્વે મારા આ આત્માને અનંત વાર બાળે છે.
આકંદ કરતાં પીવાના ભાજનને વિષે પચવાને અર્થે મને અનંતી વાર નાખે છે. નરકમાં મહા રૌદ્ર પરમાધામીઓએ મને મારા કડવા વિપાકને માટે અનંતી વાર ઊંચા વૃક્ષની શાખાઓ બાંધ્યો હતો. બંધવ રહિત એવા મને લાંબી કરવતે કરીને છેદ્યો હતે. અતિ તીણ કંટકે કરીને વ્યાપ્ત ઊંચા શામલિ વૃક્ષને વિષે બાંધીને મહા ખેદ પમાડ્યો હતે. પારો કરીને બાંધી આઘેપાછા ખેંચવે કરી મને અતિ દુ:ખી કર્યો હતે. મહા અસહ્ય કેલને વિષે શેલડીની પેઠે આકંદ કરતે હું અતિ રૌદ્રતાથી પીડાય હતે. એ ભેગવવું પડ્યું તે માત્ર મારાં અશુભ કર્મના અનંતી વારના ઉદયથી જ હતું. શ્વાનને રૂપે સામનામા પરમાધામીએ કીધે, શબલનામા પરમાધામીએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org