________________
૫૦
શ્રીમદ્ રાજચંદ્ર
તમે મને આમંત્રણ કરે છે તે ભેગ મેં ભગવ્યા. તે ભાગ વિષફળ—કિંપાકવૃક્ષનાં ફળની ઉપમાથી યુક્ત છે. ભાગવ્યા પછી કડવા વિપાકને આપે છે. સદૈવ દુઃખાત્પત્તિનાં કારણુ છે. આ શરીર છે તે અનિત્ય અને કેવળ અચિમય છે, અશુચિથી ઉત્પન્ન થયું છે; જીવના એ અશાશ્વત વાસ છે; અનંત દુઃખના હેતુ છે; રોગ, જરા, અને ક્લેશાદિકનું એ શરીર ભાજન છે; એ શરીરને વિષે હું કેમ રિત કરું ? બાળપણે એ શરીર છાંડવું છે કે વૃદ્ધપણે એવા જેના નિયમ નથી, એ શરીર પાણીના ફીણના મુખ઼ુદ જેવું છે એવા શરીરને વિષે સ્નેહ કેમ યેાગ્ય હોય ? મનુષ્યત્વમાં એ શરીર પામીને કાઢ જ્વર વગેરે વ્યાધિને તેમજ જરામરણને વિષે ગ્રહાવું રહ્યું છે. તેમાં હું કેમ પ્રેમ બાંધું ?
જન્મનું દુઃખ, જરાનું દુઃખ, રાગનું દુઃખ, મરણનું દુઃખ; કેવળ દુઃખના હેતુ સંસારને વિષે છે. ભૂમિ, ક્ષેત્ર, આવાસ, કંચન, કુટુંબ, પુત્ર, પ્રમદા, બંધવ, એ સકળને છાંડીને માત્ર ક્લેશ પામીને આ શરીરથી અવશ્યમેવ જવું છે. જેમ કિંપાકવૃક્ષનાં ફળનું પરિણામ સુખદાયક નથી, એમ ભાગનું પિરણામ પણ સુખદાયક નથી. જેમ કોઇ પુરુષ મહા પ્રવાસને વિષે અન્નળ અંગીકાર ન કરે એટલે કે ન લે અને ક્ષુધાતૃષાએ કરીને દુઃખી થાય તેમ ધર્મના અનાચરણથી પરભવને વિષે જતાં તે પુરુષ દુ:ખી થાય, જન્મજરાદિકની પીડા પામે. મહા પ્રવાસમાં પરવરતાં જે પુરુષ અન્નજળાર્દિક લે તે પુરુષ ક્ષુધાતૃષાથી રહિત થઈ સુખને પામે, એમ ધર્મના આચરનાર પુરુષ પરભવ પ્રત્યે પરવરતાં સુખને પામે; અલ્પ કર્મરહિત હોય; અશાતા વેદનીય રહિત હાય. હે ગુરુજના! જેમ કાઈ ગૃહસ્થનું ઘર પ્રજ્વલિત થાય છે, ત્યારે તે ઘરના ધણી અમૂલ્ય વસ્ત્રાદિકને લઇ જઈ જીણું વસ્ત્રાદિકને છાંડી રહેવા દે છે, તેમ લોક ખળતા દેખીને જીર્ણ વસ્રરૂપ જરામરણને છાંડીને અમૂલ્ય આત્માને તે ખળતાથી (તમે આજ્ઞા આપે! એટલે હું) તારીશ.'’
મૃગાપુત્રનાં વચન સાંભળીને શાકાત્ત થયેલાં એનાં માતાપિતા ખેલ્યાં, “હે પુત્ર! આ તું શું કહે છે? ચારિત્ર પાળતાં બહુ દુર્લભ છે. ક્ષમાદિક ગુણુને યતિએ ધરવા પડે છે, રાખવા પડે છે, યત્નાથી સાચવવા પડે છે. સંયતિએ મિત્રમાં અને શત્રુમાં સમભાવ રાખવા પડે છે; સંયતિને પોતાના આત્મા ઉપર અને પરાત્મા ઉપર સમબુદ્ધિ રાખવી પડે છે; અથવા સર્વ જગત ઉપર સરખા ભાવ રાખવા પડે છે. એવું એ પ્રાણાતિપાતવિરતિ પ્રથમ વ્રત, જીવતાં સુધી, પાળતાં દુર્લભ તે પાળવું પડે છે. સંયતિને સદૈવકાળ અપ્રમાદપણાથી મૃષા વચનનું વર્જવું, હિતકારી વચનનું ભાખવું, એવું પાળતાં દુષ્કર ખીજું વ્રત અવધારણ કરવું પડે છે. સંયતિને દાંત શેાધનાને અર્થે એક સળીનું પણ અદત્ત વર્જવું, નિરવદ્ય અને દોષરહિત ભિક્ષાનું આચરવું, એવું પાળતાં દુષ્કર ત્રીજું વ્રત અવધારણ કરવું પડે છે. કામભાગના સ્વાદને જાણવા અને અબ્રહ્મચર્યનું ધારણ કરવું તે ત્યાગ કરીને બ્રહ્મચર્યરૂપ ચાથું વ્રત સંયતિને અવધારણ કરવું તેમજ પાળવું મહુ દુર્લભ છે. ધન ધાન્ય, દાસનાં સમુદાય, પરિગ્રહ મમત્વનું વર્જન, સઘળા પ્રકારના આરંભના ત્યાગ, કેવળ એ નિર્મમત્વથી પાંચમું મહાવ્રત સંયતિને ધારણ કરવું અતિ વિકટ છે. રાત્રિભોજનનું વર્જન, ધૃતાર્દિક પદાર્થનું વાસી રાખવાનું ત્યાગવું, તે અતિ દુષ્કર છે.
હે પુત્ર! તું ચારિત્ર ચારિત્ર શું કરે છે? ચારિત્ર જેવી દુઃખપ્રદ વસ્તુ બીજી કઈ છે? ક્ષુધાના પરિષહ સહન કરવા; તૃષાના પરિષદ્ધ સહન કરવા; ટાઢના પરિહ સહન કરવા; ઉષ્ણુ તાપના પરિષદ્ધ સહન કરવા; ડાંસ મચ્છરના પરિષ સહન કરવા; આક્રોશના પરિષદ્ધ સહન કરવા; ઉપાશ્રયના પરિષ સહન કરવા; તૃણાદિક સ્પર્શના પરિષહુ સહન કરવા; મેલના પરિષહ સહન કરવા; નિશ્ચય માન કે હે પુત્ર! એવું ચારિત્ર કેમ પાળી શકાય ? વધના પરિષદ્ધ, બંધના પરિષહ કેવા વિકટ છે ? ભિક્ષાચરી કેવી દુર્લભ છે? યાચના કરવી કેવી દુર્લભ છે? યાચના કરવા છતાં ન પમાય એ અલાભપરિષદ્ધ કેવા દુર્લભ છે ? કાયર પુરુષના હૃદયને ભેદી નાખનારું કેશલોચન કેવું વિકટ છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org