________________
વર્ષ ૧૭મું અંતર્દર્શન : ષષ્ઠચિત્ર નિવૃત્તિ બેધ
(નારા, છંદ) અનંત સૌખ્ય નામ દુઃખ ત્યાં રહી ન મિત્રતા !
અનંત દુઃખ નામ સૌખ્ય પ્રેમ ત્યાં, વિચિત્રતા !! ઉઘાડ ન્યાય-નેત્ર ને નિહાળ રે ! નિહાળ તું,
નિવૃત્તિ શીઘ્રમેવ ધારો તે પ્રવૃત્તિ બાળ તું. વિશેષાર્થ :–જેમાં એકાંત અને અનંત સુખના તરંગ ઊછળે છે તેવાં શીલ, જ્ઞાનને માત્ર નામના દુઃખથી કંટાળી જઈને મિત્રરૂપે ન માનતાં તેમાં અભાવ કરે છે અને કેવળ અનંત દુઃખમય એવાં જે સંસારનાં નામ માત્ર સુખ તેમાં તારે પરિપૂર્ણ પ્રેમ છે એ કેવી વિચિત્રતા છે! અહો ચેતન ! હવે તું તારા ન્યાયરૂપી નેત્રને ઉઘાડીને નિહાળ રે ! નિહાળ !!! નિહાળીને શીઘમેવ નિવૃત્તિ એટલે મહા વેરાગ્યને ધારણ કર, અને મિથ્યા કામગની પ્રવૃત્તિને બાળી દે !
એવી પવિત્ર મહા નિવૃત્તિને દ્રઢીભૂત કરવા ઉચ્ચ વિરાગી યુવરાજ મૃગાપુત્રનું મનન કરવા યેગ્ય ચરિત્ર અહીં આગળ પ્રત્યક્ષ છે. કેવા દુઃખને સુખ માન્યું છે? અને કેવા સુખને દુઃખ માન્યું છે? તાદ્રશ તે યુવરાજનાં મુખવચન સિદ્ધ કરશે.
દષ્ટાંત :– નાના પ્રકારનાં મનહર વૃક્ષથી ભરેલાં ઉદ્યાન વડે સુગ્રીવ એ નામે એક સુશોભિત નગર છે. તે નગરના રાજ્યાસન પર બલભદ્ર એ નામે એક રાજા થયે. તેની પ્રિયંવદા પટરાણીનું નામ મૃગ હતું. એ પતિપત્નીથી બળશ્રી નામે એક કુમારે જન્મ લીધું હતું. મૃગાપુત્ર એવું એનું પ્રખ્યાત નામ હતું. જનકજનેતાને તે અતિ વલ્લભ હતા. એ યુવરાજ ગૃહસ્થાશ્રમમાં રહ્યા છતાં સંયતિના ગુણને પામ્યા હતા; એથી કરીને દમીશ્વર એટલે યતિમાં અગ્રેસર ગણવા યોગ્ય હતા. તે મૃગાપુત્ર શિખરબંધ આનંદકારી પ્રાસાદને વિષે પિતાની પ્રાપ્રિયા સહિત દેશૃંદક દેવત વિલાસ કરતા હતા. નિરંતર પ્રદ સહિત મનથી વર્તતા હતા. ચંદ્રકાંતાદિક મણિ તેમજ વિવિધ રત્નથી પ્રાસાદને પટશાળ જડિત હતા. એક દિવસને સમયે તે કુમાર પિતાના ગોખને વિષે રહ્યા હતા. ત્યાંથી નગરનું નિરીક્ષણ પરિપૂર્ણ થતું હતું. જ્યાં ચાર રાજમાર્ગ એકત્વને પામતા હતા એવા ચેકમાં ત્રણ રાજમાર્ગ એકઠા મળ્યા છે ત્યાં તેની દ્રષ્ટિ દોડી. મહા તપ, મહા નિયમ, મહા સંયમ, મહા શિલ, અને મહા ગુણના ધામરૂપ એક શાંત તપસ્વી સાધુને ત્યાં તેણે જોયા. જેમ જેમ વેળા થતી જાય છે, તેમ તેમ તે મુનિને મૃગાપુત્ર નીરખી નીરખીને જુએ છે.
એ નિરીક્ષણ ઉપરથી તે એમ બોલ્યા : હું જાણું છું કે આવું રૂપ મેં ક્યાંક દીઠું છે. અને એમ બેલતાં બેલતાં તે કુમાર શોભનિક પરિણામને પામ્યા. મેહપટ ટળ્યું ને ઉપશમતા પામ્યા. જાતિસ્મૃતિજ્ઞાન પ્રકાશિત થયું. પૂવિત જાતિની સ્મૃતિ ઊપજવાથી તે મૃગાપુત્ર, મહા રિદ્ધિના જોક્તા, પૂર્વના ચારિત્રના સ્મરણને પણ પામ્યા. શીધ્રમેવ તે વિષયને વિષે અણુરાચતા થયા સંયમને વિષે રાચતા થયા. માતાપિતાની સમીપે આવીને તે બોલ્યા કે “પૂર્વભવને વિષે મેં પાંચ મહાવ્રતને સાંભળ્યાં હતાં. નરકને વિષે જે અનંત દુઃખ છે તે પણ મેં સાંભળ્યાં હતાં. તિર્યંચને વિષે જે અનંત દુઃખ છે તે પણ મેં સાંભળ્યાં હતાં. એ અનંત દુઃખથી ખેદ પામીને હું તેનાથી નિવર્તવાને અભિલાષી થયે છું. સંસારરૂપી સમુદ્રથી પાર પામવા માટે હે ગુરુજને! મને તે પાંચ મહાવ્રત ધારણ કરવાની અનુજ્ઞા દો.”
કુમારનાં નિવૃત્તિથી ભરેલાં વચને સાંભળીને માતાપિતાએ ભેગ ભેગવવાનું આમંત્રણ કર્યું. આમંત્રણ-વચનથી ખેદ પામીને મૃગાપુત્ર એમ કહે છે કે “અહે માત ! અને અહે તાત! જે ભેગેનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org