SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ પર શ્રીમદ્ રાજચંદ્ર તે શ્વાનરૂપે મને ભેય પર પાડ્યો; જીર્ણ વસ્ત્રની પરે ફાડ્યો; વૃક્ષની પરે છે એ વેળા હું અતિ અતિ તરફડતે હતે. વિકરાળ ખગે કરી, ભાલાએ કરી, તથા બીજા શસ્ત્ર વડે કરી અને તે પ્રચંડીઓએ વિખંડ કીધું હતું. નરકમાં પાપક જન્મ લઈને વિષમ જાતિના ખંડનું દુઃખ ભગવ્યામાં મણ રહી નથી. પરતંત્રે કરી અનંત પ્રજ્વલિત રથમાં રેઝની પેઠે પરાણે મને છેતર્યો હતે. મહિષની પેઠે દેવતાના વૈક્રિય કરેલા અગ્નિમાં હું બન્યું હતું. ભડથું થઈ અશાતાથી અત્યગ્ર વેદના ભગવતે હતે. ટંક–ગીધ નામના વિકરાળ પક્ષીઓની સાણસા સરખી ચાંચથી ચૂંથાઈ અનંત વલવલાટથી કાયર થઈ હું વિલાપ કરતા હતા. તૃષાને લીધે જલપાનનું ચિંતન કરી વેગમાં દોડતાં, વૈતરણીનું છરપલાની ધાર જેવું અનંત દુઃખદ પાણી પામ્યું હતું. જેનાં પાંદડાં તીવ્ર ખગની ધાર જેવાં છે, મહા તાપથી જે તપી રહ્યું છે, તે અસિપત્રવન હું પામ્યો હતો, ત્યાં આગળ પૂર્વકાળે મને અનંત વાર છેદ્યો હતે. મુગરથી કરી, તીવ્ર શસ્ત્રથી કરી, ત્રિશૂલથી કરી, મુશળથી કરી, તેમજ ગદાથી કરીને મારાં ગાત્ર ભાંગ્યાં હતાં. શરણરૂપ સુખ વિના હું અશરણરૂપ અનંત દુઃખ પામ્યું હતું. વસ્ત્રની પેઠે મને છરપલાની તીણ ધારે કરી, પાળીએ કરી અને કાતરણીએ કરીને કાપે હતે. મારા ખેડખંડ કટકા કર્યા હતા. મને તીર છે છેદ્યો હતે. ચરરર કરતી મારી ત્વચા ઉતારી હતી. એમ હું અનંત દુઃખ પામ્યા હતે. પરવશતાથી મૃગની પેઠે અનંત વાર પાશમાં હું સપડાય હતે. પરમાધામીએ મને મગરમચ્છરૂપે જાળ નાંખી અનંત વેળા દુઃખ આપ્યું હતું. સીંચાણુરૂપે પંખીની પેઠે જાળમાં બાંધી અનંત વાર મને હર્યો હતો. ફરશી ઇત્યાદિક શસ્ત્રથી કરીને મને અનંતવાર વૃક્ષની પેઠે ફૂટીને મારા સૂક્ષ્મ છેદ કર્યા હતા. મુગરાદિકના પ્રહાર વતી લેહકાર જેમ લેહને ટીપે તેમ મને પૂર્વકાળે પરમાધામીઓએ અનંતી વાર ટીમે હતે. તાંબું, લેટું અને સીસું અગ્નિથી ગાળી તેને કળકળતે રસ મને અનંત વાર પાયે હતે. અતિ રૌદ્રતાથી તે પરમાધામીએ મને એમ કહેતા હતા કે, પૂર્વભવમાં તને માંસ પ્રિય હતું તે લે આ માંસ. એમ મારા શરીરના ખંડ ખંડ કટકા મેં અનંતી વાર ગળ્યા હતા. મદ્યની વલ્લભતા માટે પણ એથી કંઈ ઓછું દુઃખ પડ્યું નહોતું. એમ મેં મહા ભયથી, મહા ત્રાસથી અને મહા દુઃખથી કંપાયમાન કાયાએ કરી અનંત વેદના ભેગવી હતી. જે સહન કરતાં અતિ તીવ્ર, રૌદ્ર અને ઉત્કૃષ્ટ કાળસ્થિતિની વેદના, સાંભળતાં પણ અતિ ભયંકર, અનંત વાર તે નરકમાં મેં જોગવી હતી. જેવી વેદના મનુષ્યલેકમાં છે તેવી દેખાતી પણ તેથી અનંતગણ અધિક અશાતા વેદની નરકને વિષે રહી હતી. સર્વ ભવને વિષે અશાતાદની ભેળવી છે. મેષાનમેષ માત્ર પણ ત્યાં શાતા નથી.” એ પ્રમાણે મૃગાપુત્રે વૈરાગ્યભાવથી સંસાર–પરિભ્રમણ-દુઃખ કહ્યાં. એના ઉત્તરમાં તેનાં જનકજનેતા એમ બેલ્યાં કે, “હે પુત્ર! જે તારી ઈચ્છા દીક્ષા લેવાની છે તે દીક્ષા ગ્રહણ કર; પણ ચારિત્રમાં રોગપત્તિ વેળા વૈદક કોણ કરશે ? દુ:ખનિવૃત્તિ કેણ કરશે ? એ વિના બહ દોહ્યલું છે.” મૃગાપુત્રે કહ્યું, “એ ખરું, પણ તમે વિચારે કે અટવીમાં મૃગ તેમજ પંખી એકલું હોય છે, તેને રેગ ઉત્પન્ન થાય છે ત્યારે તેનું વૈદું કોણ કરે છે? જેમ વનમાં મૃગ વિહાર કરે છે તેમ હું ચારિત્રવનમાં વિહાર કરીશ, અને સદશ ભેદે શુદ્ધ સંયમને અનુરાગી થઈશ. દ્વાદશ પ્રકૃતિ તપ આચરીશ; તેમજ મૃગચર્યાથી વિચરીશ. મૃગને વનમાં રોગને ઉપદ્રવ થાય છે, ત્યારે તેનું વૈદું કેણ કરે છે ?” એમ પુનઃ કહી તે બોલ્યા કે “કેણ તે મૃગને ઔષધ દે છે? કોણ તે મગને આનંદ, શાંતિ અને સુખ પૂછે છે ? કોણ તે મગને આહાર જળ આણી આપે છે? જેમ તે મૃગ ઉપદ્રવમુક્ત થયા પછી ગહનવને જ્યાં સરેવર હોય છે ત્યાં જાય છે, તૃણપાણી આદિનું સેવન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy