________________
શ્રીમદ્ રાજચંદ્ર
ચતુર્થ ચિત્ર અન્યત્વભાવના
(શાર્દૂલવિક્રીડિત) ના મારાં તન રૂપ કાંતિ યુવતી, ના પુત્ર કે બ્રાત ના,
ના મારા ભૂત નેહોએ સ્વજન કે, ને ગેત્ર કે જ્ઞાતિ ના; ના મારાં ધન ધામ યૌવન ધરા, એ મેહ અજ્ઞાત્વના;
રે! રે ! જીવ વિચાર એમ જ સદા, અન્યત્વદા ભાવના. વિશેષાર્થ –આ શરીર તે મારું નથી, આ રૂપ તે મારું નથી, આ કાંતિ તે મારી નથી, આ સ્ત્રી તે મારી નથી, આ પુત્ર તે મારા નથી, આ ભાઈએ તે મારા નથી, આ દાસ તે મારા નથી, આ નેહીઓ તે મારા નથી, આ સંબંધીઓ તે મારા નથી, આ ગોત્ર તે મારું નથી, આ જ્ઞાતિ તે મારી નથી, આ લક્ષ્મી તે મારી નથી, આ મહાલય તે મારાં નથી, આ યૌવન
નથી, અને આ ભૂમિ તે મારી નથી, માત્ર એ મેહ અજ્ઞાનપણને છે. સિદ્ધગતિ સાધવા માટે છે જીવ ! અન્યત્વને બોધ દેનારી એવી તે અન્યત્વભાવનાને વિચાર કર! વિચાર કર !
મિથ્યા મમત્વની ભ્રમણ ટળવા માટે, અને વૈરાગ્યની વૃદ્ધિને માટે પ્રભાવથી મનન કરવા યેગ્ર રાજરાજેશ્વર ભરતનું ચરિત્ર અહીં આગળ ટાંકીએ છીએ –
દષ્ટાંત – જેની અશ્વશાળામાં રમણીય, ચતુર અને અનેક પ્રકારના તેજી અશ્વના સમૂહ શેભતા હતા; જેની ગજશાળામાં અનેક જાતિને મદેન્મત્ત હસ્તીઓ ઝૂલી રહ્યા હતા, જેના અંતઃપુરમાં નવયૌવના સુકુમારિકા અને મુગ્ધા સ્ત્રીઓ સહસગમે વિરાજી રહી હતી, જેના ધનનિધિમાં ચંચળા એ ઉપમાથી વિદ્વાનોએ ઓળખેલી સમુદ્રની પુત્રી લક્ષમી સ્થિરરૂપ થઈ હતી, જેની આજ્ઞાને દેવ દેવાંગનાઓ આધીન થઈને મુકુટ પર ચડાવી રહ્યાં હતાં, જેને પ્રાશન કરવાને માટે નાના પ્રકારનાં ષટ્રસ ભેજને પળે પળે નિર્મિત થતાં હતાં, જેના કમલ કર્ણના વિલાસને માટે ઝીણુ અને મધુરસ્વરી ગાયને કરનારી વારાંગનાઓ તત્પર હતી, જેને નિરીક્ષણ કરવા માટે અનેક પ્રકારનાં નાટક ચટક હતાં, જેની યશસ્કીર્તિ વાયુરૂપે પ્રસરી જઈ આકાશ જેવી વ્યાપ્ત હતી, જેના શત્રુઓને સુખથી શયન કરવાને વખત આવ્યો ન હતે; અથવા જેના વૈરીની વનિતાઓનાં નયનેમાંથી સદૈવ આંસુ ટપકતાં હતાં; જેનાથી કોઈ શત્રુવટ દાખવવા તે સમર્થ નહેતું, પણ સામા નિર્દોષતાથી આંગળી ચીંધવાયે પણ કોઈ સમર્થ નહતું. જેની સમક્ષ અનેક મંત્રીઓના સમુદાય તેની કૃપાની નિમંત્રણું કરતા હતા; જેનાં રૂપ, કાંતિ અને સૌંદર્ય એ મનેહારક હતાં, જેને અંગે મહાન બળ, વીર્ય, શક્તિ અને ઉગ્ર પરાક્રમ ઊછળતાં હતાં, ક્રીડા કરવાને માટે જેને મહા સુગંધીમય બાગબગીચા અને વને પવન હતાં, જેને ત્યાં પ્રધાન કુળદીપક પુત્રના સમુદાય હતા; જેની સેવામાં લાગને અનુચર સજ્જ થઈ ઊભા રહેતા હતા; જે પુરુષ જ્યાં જ્યાં પ્રવેશ કરતે, ત્યાં ત્યાં ખમા ખમા, કંચનફૂલ અને મૌક્તિકના થાળથી વધાવાતું હતું, જેના કુંકુમવર્ણ પાદપંકજને સ્પર્શ કરવાને ઇંદ્ર જેવા પણ તલસી રહેતા હતા; જેની આયુધશાળામાં મહા યશેમાન દિવ્ય ચક્રની ઉત્પત્તિ થઈ હતી, જેને ત્યાં સામ્રાજ્યને અખંડ દીપક પ્રકાશમાન હતું, જેને શિરે મહાન છ ખંડની પ્રભુતાને તેજસ્વી અને ચળકાટમાન મુકુટ વિરાજિત હતું. કહેવાનો હેતુ કે જેનાં દળ, જેના નગર–પુરપાટણને,. જેના વૈભવને અને જેના વિલાસને સંસાર સંબંધે કઈ પણ પ્રકારે ન્યૂનભાવ નહોતે એ તે શ્રીમાન રાજરાજેશ્વર ભરત પિતાના સુંદર આદર્શ–ભુવનમાં વસ્ત્રાભૂષણથી વિભૂષિત થઈ મનહર સિંહાસન પર બેઠો હતે. ચારે બાજુનાં દ્વાર ખુલ્લાં હતાં નાના પ્રકારના ધૂપને ધૂમ્ર સૂક્ષ્મ રીતે પ્રસરી રહ્યો હતે; નાના પ્રકારના સુગંધી પદાર્થો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org