SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ વર્ષ ૧૭ મું જતું હેાય તેવી ખળતરા વ્યાસ થઈ ગઈ. રામે રામે સહસ્ર વીંછીની કેંવેદના સમાન દુ:ખ ઉત્પન્ન થયું. વૈદ્યવિદ્યાના પ્રવીણ પુરુષોના ઔષધોપચારનું અનેક પ્રકારે સેવન કર્યું; પણ તે સઘળું વૃથા ગયું, લેશ માત્ર પણ એ વ્યાધિ એ ન થતાં અધિક થતા ગયા. ઔષધ માત્ર દાહજ્વરનાં હિતેષી થતાં ગયાં. કોઇ ઔષધ એવું ન મળ્યું કે જેને દાહવરથી કિંચિત્ પણ દ્વેષ હાય ! નિપુણ વૈદો કાયર થયા; અને રાજેશ્વર પણ એ મહાવ્યાધિથી કંટાળા પામી ગયા. તેને ટાળનાર પુરુષની શેાધ ચાખાજી ચાલતી હતી. મહાકુશળ એક વૈદ મળ્યા; તેણે મલયગિરિ ચંદનનું વિલેપન કરવા સૂચવન કર્યું. મનારમા રાણીએ ચંદનને ઘસવામાં રોકાઇ. તે ચંદન ઘસવાથી હાથમાં પહેરેલાં કંકણના સમુદાય પ્રત્યેક રાણી કને ખળભળાટ કરવા મંડી પડ્યો. મિથિલેશના અંગમાં એક દાહજવરની અસહ્ય વેદના તેા હતી અને બીજી આ કંકણના કેલાહલથી ઉત્પન્ન થઈ. ખળભળાટ ખમી શકયા નહીં, એટલે તેણે રાણીઓને આજ્ઞા કરી કે તમે ચંદન ન ઘસે; કાં ખળભળાટ કરે છે ? મારાથી એ ખળભળાટ સહન થઇ શકતા નથી. એક મહાવ્યાધિથી હું ગ્રહાયા છું; અને આ બીજો વ્યાધિતુલ્ય કોલાહલ થાય છે, તે અસહ્ય છે. સઘળી રાણીઓએ એકેકું કંકણુ મંગળ દાખલ રાખી કંકણુ સમુદાયના ત્યાગ કર્યાં; એટલે થતા ખળભળાટ શાંત થયા. મિરાજે રાણીઓને કહ્યું : “તમે શું ચંદન ઘસવું બંધ કર્યું ?'’ રાણીઓએ જણાવ્યું “ના. માત્ર કોલાહલ શાંત થવા માટે એકે કંકણુ રાખી, ખીજાં કંકણુ પરિત્યાગી અમે ચંદન ઘસીએ છીએ. કંકણને સમૂહ હવે અમે હાથમાં રાખ્યા નથી, તેથી ખળભળાટ થતા નથી.'' રાણીએનાં આટલાં વચનો સાંભળ્યાં ત્યાં તે નમિરાજને રામેરામ એકત્વ સિદ્ધ થયું; વ્યાપી ગયું અને મમત્વ ટળી ગયું : “ખરે! ઝાઝાં મળ્યે ઝાઝી ઉપાધિ જણાય છે. હવે જો, આ એક કંકણથી લેશમાત્ર પણ ખળભળાટ થતા નથી; કંકણના સમૂહ વડે કરીને માથું ફેરવી નાખે એવા ખળભળાટ થતા હતા. અહે। ચેતન ! તું માન કે એકત્વમાં જ તારી સિદ્ધિ છે. વધારે મળવાથી વધારે ઉપાધિ છે. સંસારમાં અનંત આત્માના સંબંધમાં તારે ઉપાધિ ભોગવવાનું શું અવશ્ય છે ? તેના ત્યાગ કર અને એકત્વમાં પ્રવેશ કર. જો! આ એક કંકણ હવે ખળભળાટ વિના કેવી ઉત્તમ શાંતિમાં રમે છે? અનેક હતાં ત્યારે તે કેવી અશાંતિ ભોગવતું હતું? તેવી જ રીતે તું પણ કંકણુરૂપ છે. તે કંકણની પેઠે તું જ્યાં સુધી સ્નેહી કુટુંબીરૂપી કંકણસમુદાયમાં પડ્યો રહીશ ત્યાં સુધી ભવરૂપી ખળભળાટ સેવન કરવા પડશે; અને જો આ કંકણની વર્તમાન સ્થિતિની પેઠે એકત્વને આરાધોશ તે સિદ્ધગતિરૂપી મહા પવિત્ર શાંતિ પામીશ.” એમ વૈરાગ્યના પ્રવેશમાં ને પ્રવેશમાં તે નમિરાજ પૂર્વજાતિની સ્મૃતિ પામ્યા. પ્રવ્રજ્યા ધારણ કરવા નિશ્ચય કરી તેએ શયન કરી ગયા. પ્રભાતે માંગલ્યરૂપ વાજિંત્રના ધ્વનિ પ્રકર્યાં; દાહજવરથી મુક્ત થયા. એકત્વને પરિપૂર્ણ સેવનાર તે શ્રીમાન નમિરાજ ઋષિને અભિનંદન હૈ ! ( શાર્દૂલવિક્રીડિત ) રાણી સર્વે મળી સુચંદન ઘસી, ને ચર્ચવામાં હતી, બૂડ્યો ત્યાં કકળાટ કંકણતણા, શ્રોતી નમિ ભૂપતિ; સંવાદે પણ ઇંદ્રથી દૃઢ રહ્યો, એકત્વ સાચું કર્યું, એવા એ મિથિલેશનું ચરિત આ, સંપૂર્ણ અત્રે થયું. વિશેષાર્થ :- રાણીઓના સમુદાય ચંદન ઘસીને વિલેપન કરવામાં રોકાયેા હતેા; તત્સમયમાં કંકણના ખળભળાટને સાંભળીને મિરાજ ખૂઝયો. ઇંદ્રની સાથે સંવાદમાં પણ અચળ રહ્યો; અને એકત્વને સિદ્ધ કર્યું. એવા એ મુક્તિસાધક મહાવૈરાગીનું ચરિત્ર ભાવનાબાધ' ગ્રંથે તૃતીય ચિત્રે પૂર્ણતા પામ્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy