________________
શ્રીમદ્ રાજચંદ્ર વિપ્ર :-અહો ક્ષત્રિય! સુવર્ણ, મણિ, મુક્તાફળ, વસ્ત્રાલંકાર અને અશ્વાદિકની વૃદ્ધિ કરીને પછી જજે.
નમિરાજ :-( હેતુ કારણ પ્રે) મેરુ પર્વત જેવા કદાચિત્ સોનારૂપાના અસંખ્યાત પર્વત હોય તેપણ લેભી મનુષ્યની તૃષ્ણ છીપતી નથી. કિંચિત્ માત્ર તે સંતોષ પામતું નથી. તૃષ્ણ આકાશના જેવી અનંત છે. ધન, સુવર્ણ, ચતુષ્પાદ ઇત્યાદિક સકળ લેક ભરાય એટલું લેભી મનુષ્યની તૃષ્ણા ટાળવા સમર્થ નથી. લેભની એવી કનિષ્ઠતા છે. માટે સંતોષનિવૃત્તિરૂપ તપને વિવેકી પુરુષે આચરે છે.
વિપ્ર –(હેતું કારણ પ્રે.) હે ક્ષત્રિય! મને અભુત આશ્ચર્ય ઊપજે છે કે, તું છતા ભેગને છાંડે છે. પછી અછતા કામભેગને વિષે સંક૯પ વિકલ્પ કરીને હણાઈશ, માટે આ સઘળી મુનિત્વસંબંધીની ઉપાધિ મૂક.
નમિરાજ –(હેતુ કારણ પ્રે૦) કામગ છે તે શય સરખા છે, કામગ છે તે વિષ સરખા છે, કામગ છે તે સપની તત્ય છે. જેની વાંછનાથી જીવ નરકાદિક અધોગતિને વિષે જાય છે. તેમજ ક્રોધ કરીને અને માને કરીને માઠી ગતિ થાય છે માયાએ કરીને સદ્ગતિનો વિનાશ હોય છે, લેભ થકી આ લેક પરલેકને ભય હોય છે, માટે હે વિપ્ર ! એને તું મને બંધ ન કર. મારું હૃદય કોઈ કાળે ચળનાર નથી; એ મિથ્યા મહિનામાં અભિરુચિ ધરાવનાર નથી. જાણી જોઈને ઝેર કેણ પીએ? જાણી જોઈને દીપક લઈને કૂવે કેણ પડે ? જાણી જોઈને વિભ્રમમાં કોણ પડે? હું મારા અમૃત જેવા વૈરાગ્યને મધુર રસ અપ્રિય કરી એ ઝેરને પ્રિય કરવા મિથિલામાં આવનાર નથી.
મહર્ષિ નિમિરાજની સુદ્રઢતા જોઈ શકેંદ્ર પરમાનંદ પામ્યો, પછી બ્રાહ્મણના રૂપને છાંડીને ઇંદ્રપણને વૈક્રિય કર્યું. વંદન કરીને મધુર વચને પછી તે રાજવીશ્વરની સ્તુતિ કરવા લાગે :
હે મહાયશસ્વી ! મોટું આશ્ચર્ય છે કે તે ક્રોધને જી. આશ્ચર્ય, તે અહંકારને પરાજય કર્યો. આશ્ચર્ય, તે માયાને ટાળી. આશ્ચર્ય, તે લેભ વશ કીધે. આશ્ચર્ય, તારું સરળપણું. આશ્ચર્ય, તારું નિર્મમત્વ. આશ્ચર્ય, તારી પ્રથાન ક્ષમા. આશ્ચર્ય, તારી નિર્લોભતા. હે પૂજ્ય! તું આ ભવને વિષે ઉત્તમ છું; અને પરભવને વિષે ઉત્તમ હોઈશ. કર્મરહિત થઈને પ્રધાન સિદ્ધગતિને વિષે પરવરીશ.” એ રીતે સ્તુતિ કરતાં કરતાં, પ્રદક્ષિણા કરતાં કરતાં, શ્રદ્ધાભક્તિએ તે ઋષિના પાદબુજને વંદન કર્યું. પછી તે સુંદર મુકુટવાળે શકેંદ્ર આકાશ વાટે ગયે.
પ્રમાણશિક્ષા – વિપ્રરૂપે નમિરાજનો વૈરાગ્ય તાવવામાં ઈન્દ્ર શું ન્યૂનતા કરી છે? કંઈયે નથી કરી. સંસારની જે જે લલુતાએ મનુષ્યને ચળાવનારી છે, તે તે લલુતા સંબંધી મહા ગૌરવથી પ્રશ્ન કરવામાં તે પુરંદરે નિર્મળભાવથી સ્તુતિપાત્ર ચાતુર્ય ચલાવ્યું છે. છતાં નિરીક્ષણ કરવાનું તે એ છે કે નમિરાજ કેવળ કંચનમય રહ્યા છે. શુદ્ધ અને અખંડ વૈરાગ્યના વેગમાં એમનું વહન એમણે ઉત્તરમાં દર્શિત કર્યું છે. “હે વિપ્ર ! તું જે જે વસ્તુઓ મારી છે, એમ કહેવરાવે છે તે તે વસ્તુઓ મારી નથી. હું એક જ છું, એકલે જનાર છું; અને માત્ર પ્રશંસનીય એકત્વને જ ચાહું છું.” આવા હસ્યમાં નમિરાજ પિતાના ઉત્તર અને વૈરાગ્યને દ્રઢીભૂત કરતા ગયા છે. એવી પરમ પ્રમાણશિક્ષાથી ભર્યું તે મહર્ષિનું ચરિત્ર છે. બન્ને મહાત્માઓને પરસ્પરને સંવાદ શુદ્ધ એકત્વને સિદ્ધ કરવા તથા અન્ય વસ્તુઓને ત્યાગ કરવાના ઉપદેશાર્થે અહીં દર્શિત કર્યો છે. એને પણ વિશેષ દ્રઢીભૂત કરવા નમિરાજ એકત્વ શાથી પામ્યા, તે વિષે કિંચિત્ માત્ર નિમિરાજને એકત્વ સંબંધ આપીએ છીએ.
એ વિદેહ દેશ જેવા મહાન રાજ્યના અધિપતિ હતા. અનેક યૌવનવતી મનોહારિણી સ્ત્રીઓના સમુદાયમાં તે ઘેરાઈ રહ્યા હતા. દર્શનમેહનીયને ઉદય ન છતાં એ સંસારલુમ્બરૂપ દેખાતા હતા. કેઈ કાળે એના શરીરમાં દાહજવર નામના રોગની ઉત્પત્તિ થઈ. આખું શરીર જાણે પ્રજવલિત થઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org