________________
વર્ષ ૧૩ મું ધમધમી રહ્યા હતા; નાના પ્રકારનાં સુસ્વરયુક્ત વાજિંત્રો યાંત્રિક કળા વડે સ્વર ખેંચી રહ્યાં હતાં; શીતલ, મંદ અને સુગંધી એમ ત્રિવિધ વાયુની લહરીઓ છૂટતી હતી, આભૂષણદિક પદાર્થોનું નિરીક્ષણ કરતાં કરતાં એ શ્રીમાન રાજરાજેશ્વર ભારત તે ભુવનમાં અપૂર્વતાને પામ્યો.
એના હાથની એક આંગળીમાંથી વીંટી નીકળી પડી. ભરતનું ધ્યાન તે ભણી ખેંચાયું; અને આંગળી કેવળ અડવી જણાઈ. નવ આંગળીએ વીંટી વડે કરીને જે મનહરતા ધરાવતી હતી તે મનહરતા વિના આ આંગળી પરથી ભરતેશ્વરને અદ્દભુત મૂળત્તર વિચારની પ્રેરણા થઈ. શા કારણથી આ આંગળી આવી લાગવી જોઈએ? એ વિચાર કરતાં વીંટીને નીકળી પડવું એ કારણ એમ તેને સમજાયું. તે વાતને વિશેષ પ્રમાણભૂત કરવા બીજી આંગળીની વીંટી તેણે ખેંચી લીધી. એ બીજી આંગળીમાંથી જેવી વીંટી નીકળી તેવી તે આગળી અશોભ્ય દેખાઈ; વળી એ વાતને સિદ્ધ કરવાને તેણે ત્રીજી આંગળીમાંથી પણ વીંટી સેરવી લીધી, એથી વિશેષ પ્રમાણ થયું. વળી જેથી આંગળીમાંથી વીંટી કાઢી લીધી એટલે એણે પણ એ જ દેખાવ દીધે; એમ અનુક્રમે દશે આંગળીઓ અડવી કરી મૂકી, અડવી થઈ જવાથી સઘળીને દેખાવ અશેભ્ય દેખાયે. અભ્ય દેખાવાથી રાજરાજેશ્વર અન્યત્વભાવનામાં ગગદિત થઈ એમ બેલ્યો :–
“અહોહો! કેવી વિચિત્રતા છે કે ભૂમિમાંથી ઉત્પન્ન થયેલી વસ્તુને ટીપીને કુશળતાથી ઘડવાથી મુદ્રિકા બની; એ મુદ્રિકા વડે મારી આંગળી સુંદર દેખાઈ; એ આંગળીમાંથી મુદ્રિકા નીકળી પડતાં એથી વિપરીત દેખાવ દીધે; વિપરીત દેખાવથી અભ્યતા અને અડવાપણું બેદરૂપ થયું. અભ્ય જણાવાનું કારણ માત્ર વીંટી નહીં એ જ ઠર્યું કે? જે વીંટી હોત તો તે એવી અશોભા હું ન જોત. એ મુદ્રિકા વડે મારી આ આંગળી શોભ પામી, એ આંગળી વડે આ હાથ શેભે છે; અને એ હાથ વડે આ શરીર શોભા પામે છે. ત્યારે એમાં હું શભા કેની ગણું? અતિ વિસ્મયતા! મારી આ મનાતી મનહર કાંતિને વિશેષ દીપ્ત કરનાર તે મણિ માણિકયાદિના અલંકાર અને રંગબેરંગી વસ્ત્રો ઠર્યા. એ કાંતિ મારી ત્વચાની શેભા ઠરી; એ ત્વચા શરીરની ગુપ્તતા ઢાંકી સુંદરતા દેખાડે છે, અહોહો! આ મહા વિપરીતતા છે! જે શરીરને હું મારું માનું છું તે શરીર તે માત્ર ત્વચા વડે, તે ત્વચા કાંતિ વડે અને તે કાંતિ વસ્ત્રાલંકાર વડે શેભે છે. ત્યારે શું મારા શરીરની તે કંઈ શેભા નહીં જ કે? રુધિર, માંસ, અને હાડને જ કેવળ એ માળે કે? અને એ માળે તે હું કેવળ માર માનું છું. કેવી ભૂલ! કેવી ભ્રમણ ! અને કેવી વિચિત્રતા છે ! કેવળ હું પરપુગલની શોભાથી શણું છું. કોઈથી રમણીકતા ધરાવતું શરીર તે મારે મારું કેમ માનવું? અને કદાપિ એમ માનીને હું એમાં મમત્વભાવ રાખું તે પણ કેવળ દુઃખપ્રદ અને વૃથા છે. આ મારા આત્માને એ શરીરથી એક કાળે વિયેગ છે! આત્મા જ્યારે બીજા દેહને ધારણ કરવા પરવરશે ત્યારે આ દેહ અહીં રહેવામાં કંઈ શંકા નથી. એ કાયા મારી ન થઈ અને નહીં થાય ત્યારે હું એને મારી માનું છું કે માનું એ કેવળ મૂર્ખતા છે. જેને એક કાળે વિયેગ થવાનું છે, અને જે કેવળ અન્યત્વભાવ ધરાવે છે તેમાં મમત્વપણું શું રાખવું? એ જ્યારે મારી થતી નથી, ત્યારે મારે એનું થવું શું ઉચિત છે? નહીં નહીં, એ જ્યારે મારી નહીં ત્યારે હું એને નહીં, એમ વિચારું, દ્રઢ કરું, અને પ્રવર્તન કરું, એમ વિવેકબુદ્ધિનું તાત્પર્ય છે. આ આખી રષ્ટિ અનંત ચીજથી અને અનંત પદાર્થોથી ભરી છે તે સઘળા પદાર્થ કરતાં જેના જેટલી કોઈ પણ વસ્તુ પર મારી પ્રિયતા નથી; તે વસ્તુ તે મારી ન થઈ તે પછી બીજી કઈ વસ્તુ મારી હોય ? અહો ! બહુ ભૂલી ગયે. મિથ્યા મેહમાં લથડી પડ્યો. તે નવયૌવનાઓ, તે માનેલા કુળદીપક પુત્રે, તે અઢળક લખી, તે છ ખંડનું મહાન રાજ, એ મારાં નથી. એમાંનું લેશમાત્ર પણ મારું નથી. એમાં મારે કિંચિત્ ભાગ નથી. જે કાયાથી હું એ સઘળી વસ્તુઓને ઉપગ લઉં છું, તે ભોગ્ય વસ્તુ જ્યારે મારી ન થઈ ત્યારે બીજી મારી માનેલ વસ્તુ-સ્નેહી, કુટુંબી ઇત્યાદિક—મારાં શું થનાર હતાં? નહીં, કંઈ જ નહીં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org