________________
૩૯
વર્ષ ૧૭ મું
નિપુણ, અનન્ય મંત્રમૂળીના સુજ્ઞ વૈદરાજ મારી તે વેદનાનો નાશ કરવાને માટે આવ્યા; અનેક પ્રકારના ઔષધોપચાર કર્યા પણ તે વૃથા ગયા. એ મહાનિપુણ ગણાતા વૈદ્યરાજો મને તે દરદથી મુક્ત કરી શકયા નહીં. એ જ હે રાજા ! મારું અનાથપણું હતું. મારી આંખની વેદના ટાળવાને માટે મારા પિતાએ સર્વ ધન આપવા માંડ્યું, પરંતુ તેથી કરીને પણ મારી તે વેદના ટળી નહીં. હે રાજા ! એ જ મારું અનાથપણું હતું. મારી માતા પુત્રના શેકે કરીને અતિ દુઃખાતે થઈ; પરંતુ તે પણ મને તે દરદથી મુકાવી શકી નહીં, એ જ હે મહારાજા ! મારું અનાથપણું હતું. એક ઉત્તરથી ઉત્પન્ન થયેલા મારા જ્યેષ્ઠ અને કનિષ્ઠ ભાઇએ પાતાથી બનતા પરિશ્રમ કરી ચૂકયા પણ મારી વેદના ટળી નહીં, હે રાજા ! એ જ મારું અનાથપણું હતું. એક ઉત્તરથી ઉત્પન્ન થયેલી મારી જ્યેષ્ઠા અને કનિષ્ઠા ભગિનીએથી મારું દુઃખ ટળ્યું નહીં. હું મહારાન્ત ! એ જ મારું અનાથપણું હતું. મારી સ્ત્રી જે પતિવ્રતા, મારા પર અનુરક્ત અને પ્રેમવંતી હતી, તે આંખે પરિપૂર્ણ આંસુ ભરી મારા હૃદયને સિંચતાં ભીંજાવતી હતી. અન્ન, પાણી અને નાના પ્રકારનાં અંઘાલણ, ચૂવાદિક સુગંધી દ્રવ્ય, અનેક પ્રકારનાં ફૂલ ચંદનાદિકનાં વિલેપન મને જાણતાં અજાણતાં કર્યા છતાં પણ હું તે યૌવનવંતી સ્ત્રીને ભાગવી ન શકયો. મારી સમીપથી ક્ષણ પણ અળગી નહેાતી રહેતી, અન્ય સ્થળે જતી નહોતી, હે મહારાજા ! એવી તે સ્ત્રી પણ મારા રેગને ટાળી શકી નહીં, એ જ મારું અનાથપણું હતું. એમ કોઇના પ્રેમથી, કોઇના ઔષધથી, કોઇના વિલાપથી કે કોઇના પશ્ચિમથી એ રાગ ઉપશમ્યા નહીં. મેં એ વેળા પુનઃ પુનઃ અસહ્ય વેદના ભોગવી. પછી હું અનંત સંસારથી ખેદ પામ્યા. એક વાર જો હું આ મહાવિડંબનામય વેદનાથી મુક્ત થાઉં તેા ખંતી, દંતી અને નિરારંભી પ્રત્રજ્યાને ધારણ કરું, એમ ચિંતવતા હું શયન કરી ગયા. જ્યારે રાત્રિ અતિક્રમી ગઈ ત્યારે હે મહારાજા ! મારી તે વેદના ક્ષય થઈ ગઈ; અને હું નીરોગી થયા. માત, તાત અને સ્વજન, બંધવાર્દિકને પ્રભાતે પૂછીને મેં મહા ક્ષમાવંત ઇંદ્રિયને નિગ્રહ કરવા વાળું, અને આરંભેાપાધિથી રહિત એવું અણગારત્વ ધારણ કર્યું. ત્યાર પછી હું આત્મા પરાત્માના નાથ થયા. સર્વ પ્રકારના જીવને હું નાથ છું.” અનાથી મુનિએ આમ અશરણભાવના તે શ્રેણિકરાજાના મન પર દૃઢ કરી. હવે બીજો ઉપદેશ તેને અનુકૂળ કહે
“હે રાજા ! આ આપણા આત્મા જ દુઃખની ભરેલી વૈતરણીનેા કરનાર છે. આપણે આત્મા જ ક્રૂર શાલિ વૃક્ષનાં દુઃખના ઉપજાવનાર છે. આપણા આત્મા જ મનવાંછિત વસ્તુરૂપી દૂધની દેવાવાળી કામધેનુ ગાયનાં સુખના ઉપજાવનાર છે. આપણા આત્મા જ નંદનવનની પેઠે આનંદકારી છે. આપણા આત્મા જ કર્મના કરનાર છે. આપણે આત્મા જ તે કર્મને ટાળનાર છે. આપણા આત્મા જ દુઃખાપાર્જન કરનાર છે. આપણા આત્મા જ સુખાપાર્જન કરનાર છે. આપણા આત્મા જ મિત્ર ને આપણા આત્મા જ ઘેરી છે. આપણેા આત્મા જ કનિષ્ઠ આચારે સ્થિત અને આપણા આત્મા જ નિર્મળ આચારે સ્થિત રહ્યો છે.” એ તથા બીજા અનેક પ્રકારે તે અનાથી મુનિએ શ્રેણિકરાન્ત પ્રત્યે સંસારનું અનાથપણું કહી બતાવ્યું. પછી શ્રેણિકરાજા અતિ સંતોષ પામ્યા. યુગ હાથની અંજલિ કરીને એમ બેન્ચેા કે, હે ભગવન્ ! તમે મને ભલી રીતે ઉપદેછ્યા. તમે જેમ હતું તેમ અનાથપણું કહી બતાવ્યું. હું મહાઋષિ ! તમે સનાથ, તમે સબંધવ અને તમે સધર્મ છે, તમે સર્વ અનાથના નાથ છે. હે પવિત્ર સંયતિ! હું ક્ષમાવું છું. જ્ઞાનરૂપી તમારી શિક્ષાને વાંકું છું. ધર્મધ્યાનમાં વિન્ન કરવાવાળું ભાગ ભાગવવા સંબંધીનું મેં તમને હે મહાભાગ્યવંત ! જે આમંત્રણ કીધું. તે સંબંધીના મારો અપરાધ મસ્તકે કરીને ક્ષમાવું છું.” એવા પ્રકારથી સ્તવીને રાજપુરુષકેસરી પરમાનંદ પામી રામરાયના વિકસિત મૂળસહિત પ્રદક્ષિણા કરીને વિનયે કરી વંદન કરીને સ્વસ્થાનકે ગયા.
પ્રમાણશિક્ષા :~ અહે। ભવ્યો ! મહા તપોધન, મહા મુનિ, મહા પ્રજ્ઞાવંત, મહા યશવંત, મહા નિગ્રંથ અને મહાદ્યુત, અનાથી મુનિએ મગધ દેશના રાજાને પોતાના વીતક ચરિત્રથી જે બેધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org