________________
૪૦
શ્રીમદ્ રાજચંદ્ર
આપે છે તે ખરે ! અશરણભાવના સિદ્ધ કરે છે. મહા મુનિ અનાથીએ સહન કર્યા તુલ્ય વા એથી અતિ વિશેષ અસહ્ય દુઃખ અનંત આત્માઓ સામાન્ય દ્રષ્ટિથી જોગવતા દેખાય છે, તત્સંબંધી તમે કિંચિત્ વિચાર કરે ! સંસારમાં છવાઈ રહેલી અનંત અશરણતાને ત્યાગ કરી સત્ય શરણરૂપ ઉત્તમ તત્વજ્ઞાન અને પરમ સુશીલને સે. અંતે એ જ મુક્તિના કારણરૂપ છે. જેમ સંસારમાં રહ્યા અનાથી અનાથ હતા, તેમ પ્રત્યેક આત્મા તત્ત્વજ્ઞાનની ઉત્તમ પ્રાપ્તિ વિના સદૈવ અનાથ જ છે. સનાથ થવા પુરુષાર્થ કરે એ જ શ્રેય છે!
ઇતિ શ્રી ભાવનાબેધ ગ્રંથના પ્રથમ દર્શનમાં દ્વિતીય ચિત્ર “અશરણભાવનાના ઉપદેશાર્થ મહા નિગ્રંથનું ચરિત્ર પરિપૂર્ણતા પામ્યું.
તૃતીય ચિત્ર એકત્વભાવના
( ઉપાતિ) શરીરમાં વ્યાધિ પ્રત્યક્ષ થાય,
તે કઈ અન્ય લઈ ના શકાય; એ ભગવે એક સ્વ આત્મ પતે,
એકત્વ એથી નયસુજ્ઞ ગતે. વિશેષાર્થ :- શરીરમાં પ્રત્યક્ષ દેખાતા ગાદિક જે ઉપદ્રવ થાય છે તે સ્નેહી, કુટુંબી, જાયા કે પુત્ર કેઈથી લઈ શકાતા નથી; એ માત્ર એક પિતાને આત્મા પિતે જ ભેગવે છે. એમાં કોઈ પણ ભાગીદાર થતું નથી. તેમ જ પાપ પુણ્યાદિ સઘળા વિપાકે આપણે આત્મા જ ભોગવે છે. એ એકલે આવે છે, એકલે જાય છે, એવું સિદ્ધ કરીને વિવેકને ભલી રીતે જાણવાવાળા પુરુષે એકત્વને નિરંતર શોધે છે.
દૃષ્ટાંત :– મહા પુરુષના તે ન્યાયને અચળ કરનાર નમિરાજર્ષિ અને શક્રેન્દ્રને વૈરાગ્યપદેશક સંવાદ અહીં આગળ પ્રદર્શિત કરીએ છીએ. નમિરાજર્ષિ મિથિલા નગરીના રાજેશ્વર હતા. સ્ત્રીપુત્રાદિકથી વિશેષ દુઃખને સમૂહ પામ્યા નહોતા છતાં એકત્વના સ્વરૂપને પરિપૂર્ણ પિછાનવામાં રાજેશ્વરે કિંચિત્ વિભ્રમ કર્યો નથી. શકેંદ્ર પ્રથમ નમિરાજર્ષિ જ્યાં નિવૃત્તિમાં વિરાજ્યા છે, ત્યાં વિપ્રરૂપે આવીને પરીક્ષા નિદાને પિતાનું વ્યાખ્યાન શરૂ કરે છે :
હે રાજા! મિથિલા નગરીને વિષે આજે પ્રબલ કોલાહલ વ્યાપી રહ્યો છે. હદયને અને મનને ઉદ્વેગકારી વિલાપના શબ્દોથી રાજમંદિર અને સામાન્ય ઘર છવાઈ ગયાં છે. માત્ર તારી દીક્ષા એ જ એ સઘળાનાં દુઃખને હેતુ છે. પરના આત્માને જે દુઃખ આપણુથી ઉત્પન્ન થાય તે દુઃખ સંસારપરિભ્રમણનું કારણ ગણુને તું ત્યાં જા. ભેળે ન થા.
નમિરાજ – ગૌરવ ભરેલાં વચનોથી) હે વિપ્ર ! તું જે કહે છે તે માત્ર અજ્ઞાનરૂપ છે. મિથિલા નગરીમાં એક બગીચે હતું, તેની મધ્યમાં એક વૃક્ષ હતું, શીતળ છાયાથી કરીને તે રમણીય હતું, પત્ર, પુષ્પ અને ફળથી તે સહિત હતું, નાના પ્રકારનાં પક્ષીઓને તે લાભદાયક હતું, વાયુના હલાવવા થકી તે વૃક્ષમાં રહેનારાં પંખીઓ દુખાર્ત ને શરણરહિત થયાથી આક્રંદ કરે છે. વૃક્ષને પિતાને માટે થઈને જ તે વિલાપ કરતાં નથી; પિતાનું સુખ ગયું એ માટે થઈને તેઓ શેકાર્ત છે.
વિપ્ર – પણ આ જે ! અગ્નિ ને વાયુના મિશ્રણથી તારું નગર, તારાં અંતઃપુર, અને મંદિરે બળે છે, માટે ત્યાં જા અને તે અગ્નિને શાંત કર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org