SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ 2L દઈને તે શ્રીમદ્ રાજચંદ્ર પ્રદર્શનરૂપ હોઈને તે વન નંદનવનની તુલ્યતા ધરાવતું હતું. ત્યાં એક તરુ તળે મહા સમાધિવંત પણ સુકુમાર અને સુચિત મુનિને તે શ્રેણિકે બેઠેલા દીઠા. એનું રૂપ દેખીને તે રાજા અત્યંત આનંદ પામે. એ અતુલ્ય ઉપમારહિત રૂપથી વિસ્મય પામીને મનમાં તેની પ્રશંસા કરવા લાગે. અહો ! આ મુનિનો કેવો અદ્ભુત વર્ણ છે! અહો ! એનું કેવું મનોહર રૂપ છે! અહો ! આ આર્યની કેવી અદ્ભુત સૌમ્યતા છે! અહો ! આ કેવી વિસ્મયકારક ક્ષમાના ધરનાર છે! અહો! આના અંગથી વૈરાગ્યની કેવી ઉત્તમ ફુરણું છે! અહે! આની કેવી નિર્લોભતા જણાય છે! અહો! આ સંયતિ કેવું નિર્ભય અપ્રભુત્વ-નમ્રપણું ધરાવે છે! અહો ! એનું ભેગનું અસંગતિપણું કેવું સુદ્રઢ છે! એમ ચિતવતે ચિંતવ, મુદિત થતા થતે, સ્તુતિ કરતે કરતે, ધીમેથી ચાલતા ચાલતા, પ્રદક્ષિણું દઈ મુનિને વંદન કરીને અતિ સમીપે નહીં તેમ અતિ દૂર નહીં એમ તે બેઠો. પછી બે હાથની અંજલિ કરીને વિનયથી તેણે મુનિને પૂછ્યું, “હે આર્ય ! તમે પ્રશંસા કરવા ગ્ય એવા તરણ છે; ભેગવિલાસને માટે તમારું વયે અનુકૂળ છે; સંસારમાં નાના પ્રકારનાં સુખ રહ્યાં છે; ઋતુ-ઋતુને કામગ, જળ સંબંધીના કામગ, તેમજ મહારિણી સ્ત્રીઓના મુખવચનનું મધુરું શ્રવણ છતાં એ સઘળાને ત્યાગ કરીને મુનિત્વમાં તમે મહા ઉદ્યમ કરે છે એનું શું કારણ? તે મને અનુગ્રહથી કહે.” રાજાનાં વચનને આ અર્થ સાંભળીને મુનિએ કહ્યું, “હું અનાથ હતે. હે મહારાજા! મને અપૂર્વ વસ્તુને પ્રાપ્ત કરાવનાર તથા ગક્ષેમ કરનાર, મારા પર અનુકંપા આણનાર, કરુણાથી કરીને પરમસુખ દેનાર, સુહ-મિત્ર લેશમાત્ર પણ કેઈ ન થયું. એ કારણ અનાથીપણુનું હતું.” શ્રેણિક, મુનિનાં ભાષણથી મિત હસી પડ્યો. “અરે ! તમારે મહા રિદ્ધિવંતને નાથ કેમ ન હોય ? લે, કોઈ નાથે નથી તે હું થઉં છું. હે ભયત્રાણ! તમે ભેગ ભેગ. હે સંયતિ ! મિત્ર ! જ્ઞાતિએ કરી દુર્લભ એ તમારો મનુષ્યભવ સુલભ કરો !” અનાથીએ કહ્યું, “પરંતુ અરે શ્રેણિક, મગધ દેશના રાજા! તું પિતે અનાથ છે તો મારો નાથ શું થઈશ ? નિર્ધન તે ધનાઢ્ય ક્યાંથી બનાવે? અબુધ તે બુદ્ધિદાન ક્યાંથી આપે? અજ્ઞ તે વિદ્વત્તા ક્યાંથી દે? વંધ્યા તે સંતાન કયાંથી આપે? જ્યારે તું પિતે અનાથ છે, ત્યારે મારો નાથે ક્યાંથી થઈશ ?” મુનિનાં વચનથી રાજા અતિ આકુળ અને અતિ વિસ્મિત થયા. કોઈ કાળે જે વચનનું શ્રવણ થયું નથી એવાં વચનનું યતિમુખપ્રતિથી શ્રવણું થયું એથી તે શંકાગ્રસ્ત થયા. “હું અનેક પ્રકારના * અશ્વનો ભેગી છું, અનેક પ્રકારના મદોન્મત્ત હાથીઓને ધણી છું, અનેક પ્રકારની સેના અને આધીન છે; નગર, ગ્રામ, અંતઃપુર અને ચતુષ્પાદની મારે કંઈ ન્યૂનતા નથી; મનુષ્ય સંબંધી સઘળા પ્રકારના ભોગ મને પ્રાપ્ત છે; અનુચરો મારી આજ્ઞાને રૂડી રીતે આરાધે છે; પાંચ પ્રકારની સંપત્તિ મારે ઘેર છે; સર્વ મનવાંછિત વસ્તુઓ મારી સમીપે રહે છે. આ હું જાજવલ્યમાન છતાં અનાથ કેમ હોઉં ? રખે હે ભગવન્! તમે મૃષા બોલતા હો.” મુનિએ કહ્યું : “હે રાજા ! મારા કહેલા અર્થની ઉપપત્તિને તું બરાબર સમજ્યા નથી. તું પિતે અનાથ છે, પરંતુ તે સંબંધી તારી અજ્ઞતા છે. હવે હું કહું છું તે અવ્યગ્ર અને સાવધાન ચિત્ત કરીને તું સાંભળ, સાંભળીને પછી તારી શંકાને સત્યાસત્ય નિર્ણય કરજે. મેં પિતે જે અનાથપણાથી મુનિ અંગીકૃત કર્યું છે તે હું પ્રથમ તને કહું છું. - કૌશાંબી નામે અતિ જીર્ણ અને વિવિધ પ્રકારના ભેદની ઉપજાવનારી એક સુંદર નગરી છે. ત્યાં રિદ્ધિથી પરિપૂર્ણ ધનસંચય નામને મારો પિતા રહેતું હતું. પ્રથમ યૌવનવયને વિષે હે મહારાજા ! અતુલ્ય અને ઉપમારહિત મારી આંખને વિષે વેદના ઉત્પન્ન થઈ. દુઃખપ્રદ દાહજ્વર આખે શરીરે પ્રવર્તમાન થયે. શસ્ત્રથી પણ અતિશય તીણ તે રોગ વૈરીની પેઠે મારા પર કોપાયમાન થયું. મારું મસ્તક તે આંખની અસહ્ય વેદનાથી દુઃખવા લાગ્યું. ઈદ્રના વજાના પ્રહાર સરખી, બીજાને પણ રૌદ્ર ભય ઉપજાવનારી, એવી તે અત્યંત પરમ દારુણ વેદનાથી હું બહુ શેકાર્ત હતા. શારીરિક વિદ્યાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy