________________
શ્રીમદ રાજચંદ્ર
હું હળવે હળવે ખસકી જઉં, નહીં તે આ બીચારે પામર પ્રાણી હવે ભયમાં જ કાળધર્મ પામી જશે. એમ વિચારીને તે ખસકીને આઘે જ રહ્યો. આ જ તે બેભે કે હે રાજકુમાર ! તારે જીવ લેવાને હું એક પળની પણ ઢીલ કરું તેમ નહોતું, પરંતુ તને શુદ્ધ વૈરાગ્ય તથા જૈનધર્મમાં ઊતરેલે દેખીને મારું કાળજું હળવે હળવે પીગળતું ગયું. તે એવું તે કેમળ થઈ ગયું કે હદ! આ સઘળું થવાનું કારણ માત્ર જેનધર્મ જ. તારા અંતઃકરણમાં જ્યારે તે ધર્મના તરંગો ઊઠતા હતા ત્યારે મારા મનમાં તે જ ધર્મના તરંગથી તને ન માર આમ ઊગી નીકળ્યું હતું. જેમ હળવે હળવે તે ધર્મની તને અસર વધતી ગઈ તેમ તેમ મારી સુમનોવૃત્તિ તારા તરફ થતી ગઈ. છેવટે તે જ્યારે “નમો અરિહંતાણું” આટલું કહ્યું ત્યારે મારું અંગ મેં તને પૂરે નાસ્તિક થયેલે જઈને બેસવું. માટે તું મન, વચન અને કાયાથી તે ધર્મ પાળજે. જૈનધર્મના પ્રતાપથી જ માન કે હું અત્યારે તને જીવતે જવા દઉં છું. એ ધર્મ તે એ ધર્મ જ છે. રે! મને મનુષ્યજન્મ મળ્યું નથી. નહીં તે એ ધર્મનું એવું તે સેવન કરત કે બસ! પરંતુ જે મારે કર્મપ્રભાવ. પણ મારાથી જેમ બનશે તેમ હું એ ધર્મનું શુદ્ધ આચરણ કરીશ. હે રાજકુમાર ! હવે તું હેઠો પગ આનંદથી મૂકી, તારી તલવાર મ્યાનમાં નાંખ. જિનશાસનના શૃંગાર તિલક રૂપ મહા મુનીશ્વર અહીં આગળના સામા સુંદર બાગમાં બિરાજે છે. માટે તું ત્યાં જા. તેઓના મુખકમળને પવિત્ર ઉપદેશ શ્રવણ કરીને તારે માનવજન્મ કૃતાર્થ કર. હે મહા મુનિરાજ ! મણિધરનાં આવાં વચન સાંભળીને હું તે દિંગ થઈ ગયે. શે જૈન ધર્મને પ્રતાપ ! મેતના પંજામાંથી છટકી ચૂક્યો. ત્યારે હું દિંગ થઈ ગયે તે ખરે, પરંતુ તે આશ્ચર્યતાની સાથે અહો! જીવનદાન આપનાર તે એ જ જૈનધર્મ છે. આ વખતે મારા આનંદને કશો પાર રહ્યો નહીં. મારું શરીર જ જાણે આખું વર્ષનું બંધાયું હોય તેવું થઈ ગયું,
૪ તે દયા લાવનાર નાગદેવને હું પ્રણામ કરી અને તલવાર મ્યાન કરી બીજે રસ્તે થઈ આપના પવિત્ર દર્શન કરવા માટે આ તરફ વળ્યો. હવે મને તે ધર્મની ખરી સૂક્ષ્મતાને બંધ કરે. એક નવકાર મંત્રના પ્રતાપથી હું જીવનદાન પામે તે એ આખો ધર્મ પાળનાં શું ન થઈ શકે? હે ભગવાન! હવે મને તે નવસરી માળાનો અનુપમ ઉપદેશ છે.
. (શાર્દૂલવિક્રીડિત વૃત્ત). પામ્યા મોદ મુનિ સુણું મન વિષે, વૃત્તાંત રાજા તણો, પાછું નિજ ચરિત્ર તે વરણવ્યું, ઉત્સાહ રાખી ઘણે; થાશે ત્યાં મન ભૂપને દ્રઢ દયા, ને બોધ જારી થશે, ત્રીજો ખંડ ખચીત માન સુખદા, આ મેક્ષમાળા વિષે.
[અપૂર્ણ ] ૧૨. શ્રી પરમાત્મને નમઃ
ૐ નમ: સચ્ચિદાનંદાય સજ્જનતા એ ત્રણ ભુવનના તિલકરૂપ છે. સજ્જનતા ખરી પ્રીતનાં મૂલ્યથી ભરેલો ચળકતે હરે છે. સજ્જનતા આનંદનું પવિત્ર ધામ છે. સજનતા મેક્ષને સરળ અને ઉત્તમ રાજમાર્ગ છે. સજ્જનતા એ ધર્મ વિષયની વહાલી જનેતા છે. સજ્જનતા જ્ઞાનીનું પરમ અને દિવ્ય ભૂષણ છે. સજનતા સુખનું જ કેવળ સ્થાન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org