________________
વર્ષ ૧૭ માં પહેલાં સજ્જનતા સંસારની અનિત્યતામાં માત્ર નિત્યતારૂપ છે. સજ્જનતા માણસના દિવ્ય ભાગનો પ્રકાશિત સૂર્ય છે. સજ્જનતા નીતિના માર્ગમાં સમજુ ભેમિયારૂપ છે. સજનતા એ નિરંતર સ્તુતિપાત્ર લક્ષ્મી છે. સજ્જનતા સઘળે સ્થળે પ્રેમ બાંધવાનું સબળ મૂળ છે. સજ્જનતા ભવ પરભવમાં અનુસરવા લાયક સુંદર સડક છે.
(બીજે સ્થળે એનું વિવેચન કરવા વિચાર છે.) એ સજ્જનતાને આપ સન્માન આપે છે એ ખરેખર આ લખનારનું અંતઃકરણ ઠંડું કરવાનું પવિત્ર ઔષધ છે. - પ્યારા ભાઈ! તે સજ્જનતા સંબંધી મારામાં કાંઈ પણ જ્ઞાન નથી. પણ જે સ્વાભાવિક રીતે લખવું સૂછ્યું તે અહીંયાં પ્રદર્શિત કરું છું. - વૃંદશતમાં એક દેહરે એવા ભાવાર્થથી સુશોભિત છે કે કાનને વીંધીને વધારી શકાય છે પરંતુ આંખને માટે તેમ થઈ શકતું નથી. તેવી જ રીતે વિદ્યા વધારી વધે છે પરંતુ સજ્જનતા વધારી વધતી નથી.
એ મહાન કવિરાજના મતને ઘણે ભાગે આપણે અનુસરીશું તે કાંઈ અગ્ય નહીં ગણાય. મારા મત પ્રમાણે તે સજ્જનતા એ જન્મની સાથે જ જોડાવી જોઈએ. ઈશ્વરકૃપાથી અતિ યત્ન પણ પ્રાપ્ત થાય છે ખરી. મન જીતવાની ખરેખરી કસોટી એ છે.
સજ્જનતા માટે શંકરાચાર્યજી એક લેકમાં આવો ભાવાર્થ દર્શાવે છે કે એક ક્ષણ પણ, મૂખેના આખા જન્મારાના સહવાસ કરતાં, ઉત્તમ ફળદાયક નીવડે છે. સંસારમાં સજ્જનતા એ જ સુખપ્રદ છે એમ આ શ્લોક દર્શાવે છે.
"संसारविषवृक्षस्य द्वे फले अमृतोपमे ।
काव्यामृतरसास्वाद आलापः सज्जनैःसह ॥" એ વિના પણ સમજી શકાય છે કે નીતિ છે–એ સકળ આનંદનું બંધારણ છે.
૧૩
શ્રી શાંતિનાથ ભગવાન
સ્તુતિ પરિપૂર્ણ જ્ઞાને, પરિપૂર્ણ ધ્યાને, પરિપૂર્ણ ચારિત્ર બધિત્વ દાને; નીરાગી મહા શાંત મૂર્તિ તમારી, પ્રભુ પ્રાર્થના શાંતિ લેશે અમારી. દઉં_ઉપમા તે અભિમાન મારું, અભિમાન ટાળ્યા તણું તત્ત્વ તારું; છતાં બાળરૂપ રહ્યો શિર નામી, સ્વકારે ઘણું શુદ્ધિએ શાંતિ સ્વામી. સ્વરૂપે રહી શાંતતા શાંતિ નામે, બિરાજ્યા મહા શાંતિ આનંદ ધામે.
..........(અપૂર્ણ)
--
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org