________________
શ્રી ઋષભદેવસ્વામિને નમઃ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ શ્રી સદ્ગુરુભ્યો નમઃ આનંદનો વિષય
શ્રી સિદ્ધક્ષેત્ર – પાલીતાણામાં પરમાત્માશ્રી આદીશ્વરદાદાની છાયામાં વિક્રમ સંવત્ ૨૦૪૪માં અમે ચાતુર્માસ રહ્યા હતા ત્યારે પં. શ્રી પ્રદ્યુમ્નવિજયજી મહારાજના સમાગમમાં વિશેષ કરીને આવવાનું થયું. તેમના નિમિત્તે જ ચંદ્રલેખાવિજય નાટક વાંચવાનો પ્રસંગે ઉપસ્થિત થયો. તેના રચયિતા શ્રી દેવચંદ્રગણી કે જેઓ કલિકાલસર્વજ્ઞશ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી , મહારાજના શિષ્ય છે તેમની વિદ્વત્તાથી હું ખૂબ જ પ્રભાવિત થયો.
આ ચંદ્રલેખા નાટક વાંચતાં વાંચતાં ઘણાં દુરહ સ્થાનો આવતાં હતાં. ગ્રંથ ખંડિત હોવાને લીધે પણ ઘણી મુશ્કેલી પાઠો સમજવામાં તથા શુદ્ધિકરણમાં ઘણીવાર પડતી હતી. નાટ્યશાસ્ત્ર મારો ખાસ વિષય નહીં. પ્રદ્યુમ્નવિજયજી મહારાજનું અર્થસંકલન હતું. તેમનો શ્રમ ઘણો હતો. ચિંતન વિશાળ હતું. એટલે તેમના સહયોગથી ગ્રંથ સમજવામાં તથા પાઠસંશોધનમાં ઘણો આનંદ આવ્યો. તે માટે તેમને ઘણા ધન્યવાદ ઘટે છે.
આ નાટક જો અખંડિત મળતું હોત તો ઘણું જ રસપ્રદ બનત. જે છે તેવા સ્વરૂપે પણ તેને તરત મુદ્રિત કરવા માટે હું તેમને ઘણીવાર આગ્રહ કરતો. આજે દેવગુરુકૃપાથી આ ગ્રંથ પ્રકાશિત થઈ રહ્યો છે તે મારા માટે ઘણો આનંદનો વિષય છે.
પં. શ્રી પ્રદ્યુમ્નવિજયજી મહારાજનો શાસ્ત્રપ્રેમ તથા સંશોધન પ્રેમ અગાધ છે. તેમના હાથે ઉત્તરોત્તર આવા ગ્રંથરત્નો સંશોધિત થઈને પ્રકાશિત થાય એ સંઘમાં તથા વિકલ્જગતમાં ઘણી આનંદની વાત બનશે. સં. ૨૦૫૧, શ્રાવણ સુદિ ૧૫
પૂજ્યપાદ ગુરુદેવ માંડલ-૩૮૨૧૩૦ (વાયા વિરમગામ) મુનિરાજ શ્રી ભુવનવિજયાન્તવાસી
મુનિ જંબૂવિજય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org