SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ એક સંસ્કૃત સાહિત્યિક રત્નનું પરિમાર્જન મધ્યકાલીન ગુજરાતમાં, સોલંકી અને વાધેલા યુગ દરમિયાન સંસ્કૃત નાટ્યરચનાની જે યશસ્વી દીર્ધ પરંપરા જોવા મળે છે, તેમાં દેવચંદ્રમણીકૃત ચંદ્રલેખાવિજય-પ્રકરણમ્' ગૌરવયુક્ત સ્થાન ધરાવે છે. હેમચંદ્રાચાર્યની આસપાસના સમયમાં સાહિત્યસર્જનનો સૂર્ય મધ્યાહે તપતો હતો. ભારતના અન્ય કોઈ પ્રદેશમાં આ સમયમાં પ્રમાણ અને સાતત્યની દૃષ્ટિએ જે નાટ્યપ્રવૃત્તિ થઈ છે તેનો જોટો મળે તેમ નથી. અને આમાં જૈન લેખકોનો, જૈન મુનિઓનો ફાળો સર્વાધિક છે. અંગ્રેજી પરિભાષા પ્રમાણે કહીએ તો આમાં તેમનો “સિંહ-ભાગ છે. સાહિત્ય ક્ષેત્રે ગુજરાતના આ અનન્ય યોગદાનનું મૂલ્ય અને મહત્ત્વ અર્વાચીન સમયમાં આપણા તેમજ બીજા વિદ્વાનોએ બહુ ઓછું પિછાણ્યું છે એ એક શોચનીય હકીકત છે. “ચન્દ્રલેખાવિજય' એ પ્રકરણનું રૂપક છે. તેની એકમાત્ર હસ્તપ્રત જેસલમેરના ભંડારમાં સચવાયેલી છે (જે બીજી પણ છાણીના ભંડારમાં છે તે પાછળના સમયની પ્રતિલિપિ છે) તેમાં કેટલાક પત્ર ખૂટે છે. ચંદ્રલેખા' એક વિદગ્ધ રચના છે. દેવચંદ્રગણી શાસ્ત્રપારંગત હતા. તે સમયના અનેક લેખકો સાચા અભિમાનથી કહી શકતા : तर्केषु कर्कशधियो वयमेव नान्ये, काव्येषु कोमलधियो वयमेव नान्ये. આવી કૃતિનું એકમાત્ર હસ્તપ્રતને આધારે સંપાદન કરવાનું કાર્ય જટિલ ગણાય. એટલે તો “ચંદ્રલેખાવિજય'ની વિશેષ જાણકારી ઘણા સમયથી હોવા છતાં તેનું સંપાદનકાર્ય અત્યાર સુધી કોઈએ હાથ ધર્યું ન હતું. આદરણીય પ્રદ્યુમ્નવિજયજીએ આ કામ પાર પાડવા માટે કેટલો સમય, કેટલો પરિશ્રમ લીધો છે તેની માહિતી આપી જ છે. સંકુલ વસ્તુ, અનેક પાત્રો, સંકુલ સંવિધાન, મંત્રો અને તેમના અર્થઘટનનો ઉપયોગ, ચિત્રકાવ્યની રચના વગેરે સાથે કામ પાડવું એટલે લોઢાના ચણા ચાવવા. પ્રદ્યુમ્નવિજયજીએ એ બરાબર ચાવ્યા હોવાનું પાઠક જોઈ શકશે. અંગ્રેજીમાં કહેવાય છે તેમ તેમણે “એક પાષાણ ઉપરતળે કર્યા વિના છોડ્યો નથી. ભૂમિકામાં તેમણે સંપાદિત કૃતિના વિવિધ પાસાંનો પરિચય કરાવ્યો છે. આપણી એક ઉચ્ચ કક્ષાની નાટ્યકૃતિનો ઉદ્ધાર કરવા માટે સૌ સંસ્કૃત સાહિત્યપ્રેમીઓના તેમને આદરમાન અને ધન્યવાદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001379
Book TitleChandralekhavijayprakaranam
Original Sutra AuthorDevchandramuni
AuthorPradyumnasuri
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1995
Total Pages156
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Literature
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy