________________
XXIII
નાગને સંભારે છે. કનકચૂડ નાગ હાજર થઈ જણાવે છે. “પાતાલવાસી વિકટાક્ષ નામના રાક્ષસે ચંદ્રલેખાનું અપહરણ કર્યું છે. હમણાં જ હું તેને લઈને આવું છું.' વિજયને સાથે રાખીને વિકટાક્ષ સાથે યુદ્ધ કરીને ચન્દ્રલેખાને લઈને કનકચૂડ બહાર આવે છે.
વિજય અને ચન્દ્રલેખા બન્ને સ્વસ્થપણે બેઠાં છે. તત્ત્વપ્રપંચન બોધપ્રદા દેવીને પ્રત્યક્ષ કરીને બધો વૃત્તાન્ત જણાવે છે.
[અહીં પત્ર ત્રુટિત હોવાથી કથાનો તંતુ ખોરવાઈ ગયો છે.]
ત્રીજા અંકમાં છેલ્લે કવિ ભરતમુનિ અનુસાર દંડરાસકના પ્રયોગમાં યોજેલા પદ્યની સંકલના બતાવે છે એ સાથે ત્રીજો અંક પૂર્ણ થાય છે.
[ચતુર્થ અંક]. ચોથા અંકમાં દેવિપ્રભાનો પુત્ર રત્નપુંજ ઉજ્જયિની નગરીમાં રાજા બની ગયો છે.
આ બાજુ વિજયેન્દ્રને ચન્દ્રલેખાનો વિરહ થયો છે. તેથી તે દુઃખી છે. એ પોતે એ વિરહના અનુભવને જુદા જુદા સ્વરૂપે વર્ણવે છે.
- તત્ત્વપ્રપંચનની સાથે વિજયેન્દ્ર ગોષ્ઠી કરે છે પણ ફરીફરીને ચન્દ્રલેખાનું સ્મરણ તેને પીડા આપી રહ્યું છે. તેના કારણે રાત્રિના સમયે ચન્દ્ર પણ અકારો લાગે છે.
ચન્દ્રિકા અને નિજદષ્ટિ નામની બે સેવિકા આજ્ઞાસિદ્ધ વિજયેન્દ્ર પાસે મોકલી છે. તેને પણ વિજયેન્દ્ર વારંવાર પૂછે છે કે “ચન્દ્રલેખાના શું સમાચાર છે? તે શું કહે છે, તેણે કાંઈ સંદેશો આપ્યો છે?” વગેરે વગેરે. - આ પીડામાંથી ઉગારવા માટે આત્માવબોધ આવે છે. આત્માવબોધ વિજયેન્દ્રને ચન્દ્રલેખાના મોહપાશમાંથી છોડાવીને કર્તવ્ય તરફ સભાન કરવા માટે ધ્યાન કરી તાત્ત્વિકી દેવતાને સ્મરે છે. અને તે પછી વિજયેન્દ્રના કાનમાં નિત એ મંત્રપાઠ કરે છે.
વિજયેન્દ્ર પૂછે છે, “અજિતબલાદેવીને પ્રસન્ન કરીને મહાસિદ્ધિ કઈ રીતે પ્રાપ્ત થાય તેનો ઉપાય બતાવો.”
આત્માવબોધ તેનો ઉપાય બતાવે છે : “મંડલાધિષ્ઠાત્રી દેવીને પ્રસન્ન કરવાં પડે. તેના વડે જે ઉપદેશ મળે તેનાથી વિપ્નો દૂર થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org