________________
XXII
પ્રિયંગુલતાના મંડપમાં જઈ હીંડોળા ઉપર બેસી ચંદ્રલેખા હીંચકા ખાય છે. હીંચકા ખાતી ચન્દ્રલેખાને જોઈ વિજય હરખાય છે. અને તે બન્ને વચ્ચે મીઠો પ્રણયકલહ થાય છે. સાવ સામાન્ય બાબતમાં ચન્દ્રલેખા રિસાય છે. તત્ત્વપ્રપંચન બન્નેની વચ્ચે સમાધાન કરાવે છે. તેવામાં સાંજ પડવા આવે છે. દાસી કહે છે : “સંધ્યાસમય થયો છે. અજિતબલાદેવીની પૂજાનો અવસર થયો છે. આ બાજુના ઉપવનમાંથી હું થોડાંક પુષ્પો ચૂંટી લાવું.” તે પાસેના ઉદ્યાનમાં જાય છે. થોડી જ વારમાં “બચાવો, બચાવો”ના પોકાર સંભળાય છે. વિજય વિચારે છે, “કોણ બોલે છે?' દાસી તરફથી એવો અવાજ સંભળાય છે,
અહીં હું ફૂલ ચૂંટતી હતી તેવામાં કોઈ વાઘ આવીને મને ત્રાસ આપે છે, જલ્દી આવો ને એને વારો.” તત્ત્વપ્રપંચનને ચન્દ્રલેખાના રક્ષણનું કામ ભળાવીને વિજય બગીચામાં જઈ વાઘ ઉપર તૂટી પડે છે. ઝપાઝપી ચાલે છે.
આ બાજુ ચન્દ્રલેખા ભયથી ફફડે છે. અજિતનાથ ભગવાનની અને શાસનદેવી અજિતબલાની પ્રાર્થના કરે છે : “મારું રક્ષણ કરો.” ત્યાં ઉપવનમાંથી કોઈક બોલતું સંભળાય છે : “અરે ! પોતાના જીવનને અવગણીને આ વિજય વાઘના મોંમાં હાથ નાખે છે. આ સાંભળી ચન્દ્રલેખા તત્ત્વપ્રપંચનને કહે છે, “તમે જાઓ, તેમને મદદ કરો, જેથી હું અકાળે વિધવા ન બની જાઉં.”
તત્ત્વપ્રપંચન એના વચનને અનુસરીને વિજયની મદદે જાય છે તો આ તરફ ચન્દ્રલેખાનું જ અપહરણ થાય છે. વિજય અને તત્ત્વપ્રપંચન વાઘની આપત્તિનું નિવારણ કરીને જેવા સ્થાને આવે છે, તો ત્યાં ચન્દ્રલેખાને જોતા નથી. બન્ને દુ:ખી દુ:ખી થઈ જાય છે.
વિજય વનશ્રીને પણ ઠપકો આપે છે. તત્ત્વપ્રપંચન વિચારે છે, મારે આવા વખતે શોક કરવો ઠીક નથી, પણ ઉદ્યમ કરવો જોઈએ.”
ત્યાં જ આકાશયાનથી મતિવિભવ આવે છે અને કહે છે, “ખેદ ન ધરો. જેણે અપહરણ કર્યું છે તે શત્રુ અહીં પાસેના કૂવામાં જ છુપાયો છે. ત્યાં કૂવામાં પડતું મૂકીને તેને દૂર કરો.”
શૂરવીર વિજય કૂવામાં ઝંપલાવે છે. ત્યાં એટલું અંધારું છે કે ભારે મુશ્કેલીથી ચાલી શકાય છે. તત્ત્વપ્રપંચન, પોતાના મિત્ર કનકચૂડ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org