SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ XIV જે ભાગ ત્રીજા-ચોથા અને પાંચમા અંકમાં નથી તે નાટકની દૃષ્ટિએ અત્યંત રસપ્રદ ભાગ જણાય છે. ૨. કર્તા દેવચન્દ્રગણીનો પરિચય दिवमप्युपयातानामाकल्पमनल्पगुणगणा येषाम् । रमयन्ति जगन्ति गिरः कथमिव कवयो न ते वन्द्याः ॥ દેવચંદ્રગણી કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યના વિશિષ્ટ અને વિશાળ શિષ્યમંડળ પૈકીના સાહિત્યક્ષેત્રના ઉજ્વલ નક્ષત્રરૂપ છે. જેમ શરપૂર્ણિમાના ચન્દ્રની ચન્દ્રિકાની ધવલિમાનાં વર્ણનમાં જાજોડપિ હંસાયતે' એવું આવે છે એમ શ્રી હેમચન્દ્રાચાર્યની વિદ્વöડલીમાં જે ભળે તેને માટે મૂળૅપિ પણ્ડિતા તે એવું કહી શકાય. કલિકાલસર્વજ્ઞની યશસ્વી શિષ્યપરંપરામાં અનેક વિદ્વાનો થયાઃ કવિકટારમલ શ્રી રામચન્દ્રસૂરિ, જેઓને પ્રબંધશતકર્તા તરીકે વિદ્વાનો જાણે છે, શ્રી મહેન્દ્રસૂરિજી જેઓ શબ્દકોશ શાખાના વિશિષ્ટ નિષ્ણાત છે, દ્રવ્યાલંકાર જેવા શ્રેષ્ઠ ગણાતા ગ્રન્થના કર્તા ગુણચન્દ્રસૂરિ, તેવા જ દેવચન્દ્રગણી સાહિત્યના ક્ષેત્રે પારંગત વિદ્વાન છે. તેઓના વર્તમાનમાં માત્ર બે જ ગ્રન્થ મળે છે અને તે પણ અપૂર્ણ મળે છે. બન્ને નાટ્યકૃતિઓ જ છે; એક ‘ચન્દ્રલેખાવિજય-પ્રકરણ’ અને બીજી ‘વિલાસવતી-નાટિકા’ જેનું બીજું નામ ‘માનમુદ્રાભંજન’ ગણાય છે. બન્ને કૃતિઓનાં પદ્યપાંડિત્ય, શબ્દલાલિત્ય, ભાષાસૌષ્ઠવ વગેરે જોતાં સહેજે એમ માનવાનું મન થાય છે કે તેઓએ આ બે જ ગ્રન્થ નહિ રચ્યા હોય, આ સિવાયના નાનામોટા સાહિત્યવિષયક ગ્રન્થોની રચના પણ તેમણે કરેલી જ હોવી જોઈએ. તેઓએ ‘વિત્રવિન્તામ'િ નામનો એક ગ્રન્થ રચ્યો હોવો જોઈએ. ચં. વિ.ના પ્રથમ અંકમાં અને ‘વિલાસવતી'ના છેલ્લા અંકમાં તેઓ પોતાના એ ગ્રન્થનો ઉલ્લેખ કરે છે. તેમાં છ પ્રબંધ શ્લોકબદ્ધ રચ્યા હશે અને તે શ્લોકો વડે તેઓની ઉજ્વળ કીર્તિ ચારે બાજુ પ્રસરી હશે. પણ અત્યારે તો આ ‘ચિત્ર-ચિંતામણિ’ નામનો કોઈ ગ્રન્થ નામથી પણ જોવા-જાણવા મળતો નથી १. यो भाष्यार्णवमन्थमन्दरगिरिः षट्तर्कविद्यागुरुः, साहित्यामृतसिन्धुरद्भुतमति प्रेङ्खत्यताकाञ्चितः । सूक्तैस्तस्य पवित्रितत्रिभुवनैः श्रीचित्रचिन्तामणि - श्लोकोन्मीलितषट्प्रबन्धललितैः को नाम न प्रीणितः ॥ ૧ (ચન્દ્રનેલા. પૃ. ૭.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001379
Book TitleChandralekhavijayprakaranam
Original Sutra AuthorDevchandramuni
AuthorPradyumnasuri
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1995
Total Pages156
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Literature
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy