SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ XII પૂજ્યપાદ સૌમ્યમૂર્તિ આચાર્ય મહારાજશ્રી વિજયદેવસૂરીશ્વરજી મહારાજ તથા મારા ગુરુમહારાજ વ્યાકરણાચાર્ય પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી વિજય હેમચન્દ્રસૂરિજી મહારાજે જે રીતે આ કાર્યમાં સહયોગ અને સતત ઉત્સાહનું સિંચન કર્યું છે તે સદૈવ સ્મરણીય છે. સંયમ સ્વાધ્યાયાદિ સર્વ યોગની જેમ આ ગ્રન્થના સંપાદનકાર્યમાં પણ મુનિશ્રી રાજહંસવિજયજીએ અનેક સ્થળે પરામર્શમાં રસ લીધો છે તેનું પણ અહીં સસ્નેહે સ્મરણ થાય છે. ચન્દ્રલેખા'ના સંપાદનના પ્રારંભ સમયથી જ તે પૂફવાચનના કાર્ય સુધી રાજકોટના પ્રો. પી. સી. શાહનો લાગણીભર્યો સહયોગ સતત સાંપડ્યો છે જેની સાનંદ નોંધ લઉં છું. આ રીતે આ કાર્યમાં શરૂઆતથી જ પૂર્ણ સહકાર આપનાર મહાનુભાવો પંડિત શ્રી અંબાલાલ પ્રેમચંદ, પંડિત શ્રી બાબુલાલ સવચંદ, શ્રી ભોગીલાલ સાંડેસરા તથા પ્રાકૃતાદિ ભાષાના વિદ્વાન શ્રીયુત હરિવલ્લભ ભાયાણી વગેરે વિદ્વાનોનું કૃતજ્ઞતાના ભાવ સાથે સુખદ સ્મરણ કરું છું. શક્ય એટલા પ્રયત્ન પછી પણ હજી આમાં જે ત્રુટિ–ક્ષતિ રહી હોય તો વિદ્વાનો ક્ષમા કરે. स्यादत्र कश्चित् स्खलनासमुद्भवो दोषो मदीयः सुधिया विशोध्यः । यथोदकं शुद्धपटाञ्चलेन । સંશોથ્ય તા: સાયન્તિ તૂMIY //// સંસ્કૃત નાટક-સાહિત્યના અલંકાર સમા આ ગ્રન્થના અધ્યયનઅધ્યાપન દ્વારા વાચકો કાવ્યરસને માણીને અન્ને રસાધિરાજ શાન્તરસને માણનાર બનો એ જ ભાવના સાથે વિરમું છું. શ્રી મહાવીર જન્મદિવસ, વિ. સં. ૨૦૫૧ -પં. પ્રદ્યુમ્નવિજયગણિ પાનસર તીર્થ (ઉ.ગુ.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001379
Book TitleChandralekhavijayprakaranam
Original Sutra AuthorDevchandramuni
AuthorPradyumnasuri
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1995
Total Pages156
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Literature
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy