________________
IX
વિ. સં. ૨૦૪૩નાં ભગવાનનગરના ટેકરે ચોમાસાનો પ્રવેશ થયો. અને આ કાર્ય હાથમાં લેવા વિચાર્યું. પંડિત બાબુલાલ સવચંદ નિયમિત આવે. કામ શરૂ કર્યું. લિપિ બારમા સૈકાની. મૂળ ગ્રન્થ જેસલમેરના જિનભદ્રગણિ ભંડારનો. તેનાં પ્રિન્ટ પૂજ્યપાદ આગમપ્રભાકર શ્રી પુણ્યવિજયજી મહારાજે વિ. સં. ૨૦૦૬ આસપાસ કઢાવેલાં.
પાઠની ચકાસણી માટે એકીટસે અક્ષર ઓળખવાની કે ઉકેલવાની કસરત ચાલે. ક્યારેક આંખ ભીની પણ થઈ જાય. વિચાર આવે, વાંચતાં આમ થાય છે તો લખતાં શું થયું હશે?
આખા ચોમાસામાં માત્ર તેની એક વખતની આવૃત્તિ થઈ : મૂળ સાથે મેળવ્યું. સંસ્કૃત છાયા જોઈ યત્ર તત્ર સામાન્ય પાઠશુદ્ધિ કરી. વિષયપરિચય થયો. પ્રતિપરિચય મેળવ્યો, પણ આમ આ પ્રથમ સ્પર્શ હતો.
પં. શ્રી બાબુભાઈની મહેનત અને સૂઝથી માત્ર પ્રવેશ થયો.
તે પછીનું ચોમાસું પાલીતાણા કરવાનો અવસર મળ્યો. અહીં તો પૂજ્ય મુનિરાજ શ્રી જંબૂવિજયજી મહારાજનો સત્સંગ હતો. તેઓશ્રીની છાયામાં શ્રી ભગવતીજી સહિતનું સંશોધન ચાલ્યું. કામ થોડું થયું પણ ઝીણવટથી ચકાસણીપૂર્વક થયું. સંશોધનમાં શું ન ચાલે, શું જોઈએ જ, વગેરે વગેરે બાબતો નજીકથી જાણવા-જોવા મળી. પર્યુષણ પછી “ચન્દ્રલેખા'ની વાત નીકળી. તેઓશ્રીએ ખૂબ ઉદારતાપૂર્વક સંમતિ બતાવી – સાથે વાંચન શરૂ કર્યું. બીજી આવૃત્તિ હતી. પણ શરૂઆત કરતાં જ ખ્યાલ આવ્યો – આ તો “થનાવૃત્ત પુસ્તશુદ્ધિ:” જેવું થયું. બન્યું એવું કે અમે પહેલાં ગ્રન્થ વાંચવા લાગ્યા એટલે અર્થનું અનુસંધાન સાધવા તરફ લક્ષ્ય રાખ્યું. જે અર્થબોધમાં અસંતોષ થાય એટલા પૂરતું મૂળ જોતાં. પણ પછીથી ખ્યાલ આવ્યો કે પહેલાં તો માત્ર ગ્રન્થ મૂળ તાડપત્રની સાથે મેળવી લેવાનું જરૂરી હતું. જો કે અર્થબોધદૃષ્ટિએ વાંચતાં વાંચતાં પણ કેટલેક સ્થળે પાઠશુદ્ધિ થઈ તે અભુત હતી. ઉ.દા. મૂળ તાડપોથી ૧૭૮/૬ પાનાની પહેલી પંક્તિમાં એક શબ્દ, કોઈ કરતાં કોઈએ એ અક્ષરો સાચા ઉકેલેલા નહીં.
બધા જ, અર્થ ન નીકળે તેવું વાંચતા. પૂજ્ય બૂવિજયજી મહારાજે તે શુદ્ધ-સત્ય પાઠ વાંચી આપ્યો! એ દિવસના આનંદનું વર્ણન થાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org