________________
૪૬
સમકિત વિચાર
વાથી સંસારમાં અનુભવમાં આવનારી વર્તમાન અવસ્થાઓ અને તેના બધાં જ રૂપે માયિક અગર વૈભાવિક જણાયા બાદ આત્માનું સાચું સ્વરૂપ જાણવાની જિજ્ઞાસા અને ત્યારબાદ લગની લાગે છે.
સામાન્ય જીવ શરીર અને આત્માને ભેદ સમજતો નથી. આ અભેદ-ભ્રમને દૂર કરી, ભેદ-જ્ઞાનને પ્રગટાવવામાં કર્મશાસ્ત્ર કલ્યાણકારી બને છે અને ત્યારબાદ સ્વાભાવિક અભેદધ્યાનની ઉચ્ચ ભૂમિકા તરફ આત્માને લઈ જવામાં અધ્યાત્મશાસ્ત્ર કલ્યાણકારી બને છે.
શ્વેતાંબર સંપ્રદાયમાં પ્રાચીન કર્મગ્રન્થ અને કર્મ પ્રકૃતી આદિ તથા શ્રીમદ્ દેવેન્દ્રસૂરિના કર્મગ્રન્થ અને દિગબર સંપ્રદાયમાં મહાકર્મ–પ્રકૃતિપ્રાભૂત તેમજ કષાયપ્રાકૃત આદરણીય ગ્રંશે ગણાય છે.
ભગવાન મહાવીરે કર્મવાદનો ઉપદેશ આપે છે. જેનદર્શનના કર્મ-વિષયક-સાહિત્યમાં કમસંબંધી વિચારણું સૂક્ષમ, વ્યવસ્થિત અને વિસ્તૃત પ્રમાણમાં જોવા મળે છે. આ આધારે હવે આગળ વિચારણું કરીએ.
મેહનીય કર્મ મહ ઉપજાવનાર કર્મ છે. મોહની અપાર લીલા છે. આઠે કર્મોમાં મેહનીય કર્મ આત્માસ્વરૂપને વિકૃત કરવામાં આગેવાનીભર્યો ભાગ ભજવે છે. આ મોહનીય કર્મના બે ભેદ છે ? તત્ત્વદષ્ટિને રૂંધનારું તે દર્શનાહનીય અને ચારિત્રને અટકાવનારું તે ચારિત્ર મેહનીય.
આત્મા તે મૈતન્ય લક્ષણવાળે “જીવ છે, અને શરીર તે તન્ય રહિત જડ-અજીવ છે. આવું જડ-ચૌતન્યનું જે ભેદવિજ્ઞાનનું જેનમતમાં નિરૂપણ છે તે મુજબ જીવાદિ નવ તત્તોની શ્રદ્ધા થવા ન દે તે દર્શનમેહનીય કર્મને પ્રભાવ છે. અને જ્યાં સુધી આ દષ્ટિબધ ન થાય ત્યાં સુધી આત્મવિકાસને અવકાશ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org