________________
કરણાગના દષ્ટિકોણથી
૪૫
સમજ જરૂરી છે. જેનશાસ્ત્રમાં કર્મના મુખ્ય આઠ પ્રકાર બતાવ્યા છે ઃ જ્ઞાનાવરણુ, દર્શનાવરણ, વેદનીય, મોહનીય, આયુ, નામ, ગોત્ર અને અંતરાય.
કમ અનંત પ્રકારનાં, તેમાં મુખ્ય આઠ, તેમાં મુખ્ય મેહનીય, હણાય તે કહું પાઠ, કમ મોહનીય ભેદ છે, દશન ચારિત્ર નામ, હણે બોધ વીતરાગતા, અચૂક ઉપાય આમ.”
(આત્મસિદ્ધિશાસ્ત્ર ગાથા ૧૦૨–૧૦૩)
અધ્યાત્મ-શાસ્ત્રને ઉદ્દેશ-આત્મા સંબંધી અને તેમાં પણ સમકિત વિષય ઉપર વિચારણા કરીએ, ખાસ કરીને આત્મા અને સમકિતના પારમાર્થિક સ્વરૂપનું નિરૂપણ કરીએ ત્યારે તે કરતા પહેલાં જ તેના વ્યાવહારિક સ્વરૂપ અંગે વિચારણું કરવી જરૂરી બને છે. જેની મર્યાદા લક્ષમાં લઈને જે એમ કરવામાં ન આવે તો સુખ-દુઃખ આદિ આત્માની દશ્યમાન અવસ્થાઓનું સમાધાન કેવી રીતે થાય? તે સમાધાન વગર જ પેલી પારનું સ્વરૂપ જાણવાની જિજ્ઞાસા અને ચગ્યતા કેવી રીતે પ્રાપ્ત થાય ? વળી, દશ્યમાન વર્તમાન અવસ્થાએ જ આત્માને
સ્વભાવ છે એવી ભૂલભરેલી માન્યતાનું નિરાકરણ પણ કેવી રીતે થાય ? તેથી જ આત્માના દશ્યમાન સ્વરૂપની ઉત્પત્તિ બતાવીને પછી જ આગળ વિચારણા કરવાની શીખ મહાપુરુષએ આપેલ છે. દશ્યમાન સર્વ અવસ્થાઓ કર્મજન્ય છે તે પ્રથમ બતાવીને ત્યારબાદ તેમાંથી આત્માના સ્વભાવની જુદાઈ બતાવવામાં આવેલી છે. આ પ્રથમનું કાર્ય મહદ્દઅંશે કર્મ–શાસ્ત્રાએ કરેલ છે. આ દષ્ટિએ કર્મ– શાસ્ત્રો તે અધ્યાત્મ-શાસ્ત્રના અંગરૂપ છે. કર્મનું સ્વરૂપ જાણવાથી, આત્મા અને કર્મબંને ત અલગ છે તેની પ્રતીતિ થાય છે; બંને સ્વતંત્ર દ્રવ્ય છે; જે કે સંયોગ સંબંધથી બંને સાથે રહે છે પરંતુ તે અવિનાભાવ સંબંધથી નહીં. આ રીતે કર્મ-શાસ્ત્રને અભ્યાસ અધ્યાત્મશાસ્ત્રના અભ્યાસનું પ્રથમ સોપાન છે. કર્મનું સ્વરૂપ જાણુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org