________________
આધ્યાત્મિક માડ આપવાના પ્રયત્ન કરેલ છે. આમ છતાં તેઓ પોતે કાઈ મહાન સાધક કે અધ્યાત્મજ્ઞાની નથી અને તેથી તેઓએ પેાતાના વિચારાને નિ`ળ કરવા સત્સાહિત્યની સાધનાના ભાગરૂપે જ આ ગ્રંથના લેખન–સ'પાદનનું કાર્ય મુખ્યપણે સ્વાંતઃ સુખાય કરેલ છે.
ગ્રંથની વિશેષતાઓને સક્ષેપમાં વિચારીએ તેા નીચેના અગત્યના મુદ્દા તેમાં દૃષ્ટિગેાચર થઈ આવે છે :
(૧) સમ્યકૃત્વ વિષે સરળ અને સંક્ષિપ્ત સમજણ (૨) વિવિધ દૃષ્ટિકાણુ દ્વારા વિચારધારાની રજૂઆત (૩) બિનસાંપ્રદાયિક અભિગમ
(૪) અનેક આગમા અને સત્શાસ્રામાંથી અવતરિત કરેલા અધિકૃત અવતરણા
(૫) સૈદ્ધાંતિક અને આધ્યાત્મિક-અને પદ્ધતિના સમન્વય (૬) છેલ્લે, ‘શુદ્ધભાવ'ના આવિર્ભાવરૂપ જે નિશ્ચય-સમ્યકત્વ તે ગ્રંથના છેલ્લા પ્રકરણમાં “શુદ્ધોપયોગ” રૂપે લઈ, લેખકે આ ગ્રંથ સાધકો માટે પણ ઉપયેાગી બનાવી ગ્રંથને વિશેષ વિભૂષિત કર્યાં છે.
આ ગ્રંથ સામાન્યપણે અધ્યાત્મપ્રધાન ભારતીય સંસ્કૃતિના વિદ્વાનાને, અભ્યાસીઓને અને મધ્યમ કક્ષા સુધીના સાધકોને તથા વિશેષપણે જૈનદર્શનના વિદ્વાનેાને ઉપયાગી થાય તેવા છે. ગુજરાતની ધર્મપ્રેમી જનતા આ ગ્રંથના સમાદર કરી લેખકશ્રીના પરિશ્રમને સફળ મનાવશે તેવી અભ્યર્થના સહિત આપણે શ્રી પાનાચંદભાઈ ને તેમના પ્રેમ-પરિશ્રમ બદલ ધન્યવાદ પાઠવીએ.
ૐ શાન્તિઃ
વૈશાખી પૂર્ણિમા-સં. ૨૦૪૯
ગુરુવાર
તીર્થક્ષેત્ર કાખા ૬-૫-૧૯૯૩
Jain Education International
For Private & Personal Use Only
આત્માનંદ
www.jainelibrary.org