________________
આદ્યમ ગળ
પૂર્ણ આનંદ અને દિવ્ય અનંત જ્ઞાનની પ્રાપ્તિ જેનું લક્ષણ છે એવા માક્ષ કે નિર્વાણ પ્રાપ્ત કરવા, તે ભારતના મનીષિઓની અંતરંગ ભાવના રહી છે, તેની પ્રાપ્તિ માટેના સત્પુરુષાર્થ કરવામાં આવે તેને માક્ષમા કહે છે, અને તેનું પ્રથમ મેાપાન તે આત્મઇન છે. આ આત્મદર્શનને સમ્યગ્દર્શન, સમક્તિ, પરમાત્મદર્શન, સ્વરૂપ-સાક્ષાત્કાર, આધિ કે આત્મજ્ઞાન આદિ અનેક નામાથી આળખવામાં આવે છે,
પ્રસ્તુત ગ્રંથનુ નામ ‘સમકિત વિચાર’ એવું રાખવામાં આવ્યુ છે, તે ગ્રંથમાં આપેલી સામગ્રીને અનુરૂપ છે; કારણ કે ‘સમ્યક્ત્વ’ ને સર્વજ્ઞપ્રણીત દર્શનમાં ખૂબ જ અગત્ય આપવામાં આવી છે અને ગૃહસ્થધર્મ કે મુનિધર્મની ખરેખરી પ્રાપ્તિ સમ્યકૃત્વ વિના થઈ શકતી નથી એવા સમાન્ય અભિપ્રાય સર્વે આચાર્ચ, મનીષિઓ, સ ંતા અને પ્રબુદ્ધ વિચારકાના રહ્યો છે.
આ પુસ્તકમાં મુખ્યપણે વિદ્વાન અને અભ્યાસીને ઉપયાગી થાય તેવું ક્રમવાર વર્ણન સમ્યગૂદશનના વિષય સંબધી રજૂ કરવામાં આવેલ છે. પુસ્તકના પ્રારંભમાં દન' શબ્દ વિષેની વિસ્તૃત સમજણ આપી ષડ્ઝનના સ ંક્ષિપ્ત પરિચય ભારતીય પરિભાષામાં અને શ્રી હરિભદ્રસૂરિજીની શૈલીમાં-એમ બ ંને રીતે આપેલ છે, પછી જૈનદનના આગમામાં સમ્યક્ત્વ સબંધી કરેલું વિવેચન પ્રસ્તુત કરી સમ્યક્ત્વના પ્રતિપક્ષી એવા “મિથ્યાત્વ” (વિપરીત શ્રદ્ધાન)ની મીમાંસા કરેલ છે.
આમ પહેલા ત્રણ પ્રકરણ પ્રસ્તાવના રૂપ અથવા ભૂમિકારૂપ ગણી શકાય. ત્યાર પછીના ૪ થી ૧૪ સુધીના પ્રકરણામાં સમ્યક્ત્વ વિષે વિવિધલક્ષી માહિતી આપેલ છે, જે સાધક તેમજ વિદ્વાન અનેને એકસરખી ઉપચાગી છે. આ ગહન આધ્યાત્મિક વિષય સારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org