SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ અત્યારે પણ વિદ્યમાન છે. આની અમે J. સંજ્ઞા રાખી છે. આ રહસ્યવૃત્તિ મહેસાણાના જૈનશ્રેયસ્કર મંડળ તરફથી વિક્રમ સંવત ૨૦૦૭ માં પ્રકાશિત થયેલી છે. આની અમે M. સંજ્ઞા રાખી છે. આના સંપાદક સ્વ. પં. પ્રભુદાસ બેચરદાસ પારેખ છે. પ્રસ્તાવનામાં ઘણી જાણવા લાયક બાબતો તેમણે લખેલી છે. તેમણે આની પ્રસ્તાવનામાં (પૃ. ૨ માં) જણાવ્યું છે કે – “આ રહસ્યવૃત્તિમાં અષ્ટાધ્યાયીનો કમ જળવાયેલો છે. છતાં જે વિષયો પ્રાથમિક અભ્યાસીઓને જાણવા બહુ જરૂરી નથી, તેને લગતા સૂત્રો-વૃત્તિ-ઉદાહરણ વિગેરે કમી કરી નાંખેલા છે. કોઈ કોઈ ઠેકાણે આગળ પાછળના સૂત્રોનો નિર્દેશ પણ કરેલો છે. - જે સૂત્રો આપવામાં આવેલાં નથી, છતાં સાધનિકામાં કોઈ કોઈ ઠેકાણે જેની જરૂર પડી છે તો ત્યાં શેષાધિકારથી સૂચિત કરીને તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અને તે જાતની ભલામણ પણ કરવામાં આવી છે. આ રહસ્યવૃત્તિનો પ્રચાર સારી રીતે થવાની સંભાવનાથી આ સંસ્થાએ તે છપાવવાની પ્રવૃત્તિ હાથ ધરી હતી, કેમકે-તેમાં અષ્ટાધ્યાયીનો કમ જળવાયેલો હોવાથી આ વૃત્તિ મોઢે કરનારને લઘુવૃત્તિ-મધ્યમવૃત્તિ તથા બૃહદ્રવૃત્તિમાં પ્રવેશ સહેલાઈથી થઈ શકે તેમ છે, તેમાં શંકાને સ્થાન નથી. વળી, એ ત્રણેય વૃત્તિઓ મોઢે કરવામાં વધારે વખત તથા શક્તિ આપવી પડે તેમ છે. ત્યારે આ વૃત્તિનું પ્રમાણ લગભગ અઢી હજાર શ્લોક પ્રમાણ હોવાથી વખત તથા શક્તિ એટલા વાપરવા પડે તેમ નથંી. છતાં, વ્યાકરાણનો ખાસ ઉપયોગી ભાગ બધો આવી જાય છે. અને આટલો મુખ્ય ભાગ મોઢે કરવાથી પરિશ્રમી અને બુદ્ધિશાળી અભ્યાસી ઉપરના બીજા મોટા ગ્રંથોની મદદથી પોતાના જ્ઞાનમાં વધારો કરી શકશે જ. લઘુહેમ પ્રક્રિયાનું પાગ શ્લોકપ્રમાણ તો આના જેટલું જ છે. પરંતુ તેનો અભ્યાસી લઘુવૃત્તિ વગેરેમાં સહેલાઈથી પ્રવેશ કરી શકતો નથી. કેમકે પ્રક્રિયાક્રમ હોવાથી અષ્ટાધ્યાયીકમના બ્રહવૃત્તિ વગેરેમાં તેને મુંઝવણ જ થાય છે. ત્યારે આ વૃત્તિના અભ્યાસીને તે મુંઝવણ નડશે નહીં. આચાર્ય મહારાજ શ્રીવિજયક્ષમાભદ્રસૂરીશ્વરજી મહારાજ તરફથી એક લિખિત પ્રતિ મળી હતી. તેના ઉપરથી, તથા તે પ્રતિ જેના ઉપરથી ઉતારવામાં આવી હતી, તે બીજી મૂળ પ્રતિ શ્રી જૈનાનન્દ ગ્રંથ ભંડાર સુરતની હતી. બન્નેયને આધારે આ વૃત્તિ પ્રસિદ્ધ કરવામાં આવી છે. બન્નેય પ્રતો અશુદ્ધ હતી. છતાં લઘુવૃત્તિ તથા સિદ્ધહેમના આધારે સંશોધન કરવામાં હરકત પડે તેમ નહોતું. તેથી આ વૃત્તિનું સંશોધન કરવામાં લઘુવૃત્તિ વગેરેનો સારી રીતે આશ્રય લેવામાં આવ્યો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001342
Book TitleHemchandrashabdanushasanam
Original Sutra AuthorHemchandracharya
AuthorJambuvijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1995
Total Pages449
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Grammar
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy