________________
(૪) બેલજિયમના મહારાજાએ પણ તેમને “ઓર્ડર ઓફ લિયોપોલ્ડ” નો ખિતાબ બક્યો હતો.
આજે આંતરરાષ્ટ્રિય ક્ષેત્રે હીરા ઉદ્યોગમાં કોઈ પણ વ્યક્તિ એવી નહીં હોય જે બાપાજીને (કીર્તિભાઈને) ઓળખતી ન હોય!
ફક્ત હીરા ક્ષેત્રે જ નહીં પણ આઝાદીની ચળવળમાં પણ તેમણે સક્રિય ભાગ લીધો હતો. પ્રભાતફેરી કાઢવી, શેરીએ શેરીએ જનતાને સમાચારો પહોંચાડવા; આઝાદીની ચળવળમાં ભાગ લેનાર સ્વતંત્ર્યસેનાનીઓને આશ્રય આપવો વિગેરે પ્રવૃત્તિઓમાં તન, મન અને ધનથી સામેલ થયા હતા.
તેઓ પરદેશમાં રહેવા છતાં દેશને ભૂલ્યા ન હતા. તેઓ ધાર્મિક વૃત્તિવાળા હતા. તેમનો પ્રેમાળ અને મિલનસાર સ્વભાવ, કુશાગ્રદષ્ટિ, નિ:સ્વાર્થ પરોપકાર, પ્રખર પુરુષાર્થ, પ્રામાણિક ધંધાકીય નિપુણતાથી અનેકોના પથદર્શક બની જતા હતા તેથી જ તેઓ અનેકોના મિત્ર હતા. તેઓ એક હાથે દાન દેતા તે બીજા હાથને પણ જાણવા દેતા ન હતા. આજે તેમની પત્નીના નામે સુંદર આધુનિક “લીલાવતી કીર્તિલાલ મહેતા હોસ્પિટલ એન્ડ મેડિકલ રીસર્ચ સેન્ટર” મુંબઈમાં આકાર લઇ રહ્યું છે જે ટૂંક સમયમાં જનતાના લાભાર્થે ખુલ્લું મૂકવામાં આવશે.
સંકલ્પ અને પુરુષાર્થથી મનુષ્ય પોતાના જીવનનો કેવો સુંદર ઘાટ ઘડી શકે છે અને સમાજકલ્યાણની કેવી પ્રશસ્ત પ્રવૃત્તિઓ કરી શકે છે તેનો જીવંત દાખલો તેમણે જગત સમક્ષ પૂરો પાડ્યો છે.
તેમના પુત્રો તેમનો પડયો બોલ ઝીલતા હતા અને તેથી જ કદાચ ધંધાકીય ક્ષેત્રે આગવી નામના મેળવી રહ્યા છે. આવું સૌભાગ્ય જગતમાં બહુ ઓછાને પ્રાપ્ત થતું હોય છે.
આજે એ આપણી વચ્ચે નથી. ઇ.સ.૧૯૯૩ના જુલાઈની ૨૦મી તારીખે એન્ટવર્ષમાં તેમણે ચિર વિદાય લીધી, પણ નૂતન પેઢી એમના જીવનમાંથી પ્રેરણા મેળવી શકશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org