SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ કીર્તિલાલભાઇ મણિલાલભાઇ મહેતા [આ ગ્રંથના પ્રકાશનમાં સંપૂર્ણ દ્રવ્યસહાયક શેઠશ્રી કીર્તિલાલભાઇ મણિલાલભાઇ મહેતાના પરિવાર તરફથી તેમના પિતાશ્રી તથા માતુશ્રી અંગે જે લખાણ મળ્યું છે તે અક્ષરશ: અહીં આપવામાં આવે છે.] ઇ.સ. ૧૯૦૭ના ફેબ્રુઆરીની ૭મી તારીખે આ મહામાનવનો જન્મ ભારતના એક નાના શહેર પાલનપુરમાં થયો. માતાપિતાના વહાલ પાન સાથે તે ઉછરવા લાગ્યા, પરંતુ જીવનનો દોઢ દાયકો પણ પૂરો વીતે તે પહેલાં કાળદેવે તેમના શિરછત્ર જેવા પિતાજીને ઉપાડી લીધા. માતા તથા કાકા-કાકીઓએ તેમનું પ્રેમપૂર્વક જતન કર્યું ને સુસંસ્કારોથી સુદઢ કર્યા. સંજોગો એવા આવ્યા કે નાની ઉમ્મરમાં જ પારિવારિક વ્યવસાયમાં તેમને જોડાવું પડયું. ધીમે ધીમે આ શક્તિશાળી બાળક નવયુવાન થયા ને ધંધામાં નિપુણતા કેળવી એક પછી એક હીરાની વિવિધ કંપનીઓ તેમણે ખોલવા માંડી. સૌ પ્રથમ : (૧) મુંબઇમાં ‘‘કીર્તિલાલ મણિલાલ મહેતા’’ ના નામે કે જે આજે ‘‘બ્યુટિફુલ ડાયમંડ’”ના નામે જગજાહેર છે, પછી (૨) એન્ટવર્પમાં ‘“જેમ્બલ એન.વી.’’ના નામે (૩) હોંગકોંગમાં ‘‘જેમ્બલ ડાયમંડ લિ.’’ના નામે (૪) ઇઝરાયેલમાં ‘જેમ્બલ’ના નામે તેમજ .. (૫) ન્યુયોર્કમાં ‘‘ઓક્સિડેન્ટલ જેમ્સ'' વગેરે કંપનીઓ ખોલી. તેમની ધગશ, સાહસ અને પ્રામાણિકતાના કારણે (૧) ૧૯૭૩માં ઇઝરાયેલના પ્રસિડેન્ટે તેમને ‘“સર્ટિફિકેટ ઓફ પ્રમોટર ઓફ આઉટ સ્ટેન્ડિંગ ડાયમંડ એક્સપોર્ટ’ નો ખિતાબ આપ્યો. (૨) ૧૯૭૭માં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ “સૌથી વધુ એક નિકાસકાર’’ તરીકે ટ્રોફી અપીં તેમનું સન્માન કર્યું. (૩) એમના વતન પાલનપુરના નવાબ સાહેબે તેમને “એઝાઝૂર રિયાશત’” અર્થાત્ ‘“માતૃભૂમિના કીર્તિવંતા નરકેશરી’” નો ઇલકાબ આપ્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001342
Book TitleHemchandrashabdanushasanam
Original Sutra AuthorHemchandracharya
AuthorJambuvijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1995
Total Pages449
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Grammar
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy