SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વ. શ્રીમતી લીલાવતીબહેન કીર્તિલાલભાઈ મહેતા કરુણાની સાક્ષાત્ મૂર્તિ સ્વ. લીલાબહેનનો જન્મ પાલનપુર નગરે ઈ.સ.૧૯૧૪માં શ્રી. જેઠુભાઇ ઝુમચંદભાઈ મહેતાને ત્યાં થયો હતો. લાડકોડમાં બાળપણ વીતાવી શ્રી. કીર્તિલાલભાઇ મણિલાલભાઇ મહેતા સાથે પ્રભુતામાં પગલાં માંડયાં. પૂર્વ ભવનાં શુભ સંસ્કારોના કારણે નાનપણથી જ પ્રેમાળ, દયાળુ તથા સૌને મદદરૂપ થવાના ઉમદા ગુણો ધરાવતાં હતાં. ધર્મમાં અખૂટ શ્રદ્ધા અને જરૂરીયાતમંદોને મદદ કરવાની પ્રખર ઇચ્છાએ એમને સમાજકલ્યાણના અનેક કાર્યો કરવા પ્રેર્યા. આ કાર્યોમાં બાપાજીએ એમને સંપૂર્ણ સહકાર આપ્યો અને પ્રોત્સાહિત કર્યા. કુટુંબમાં “બાઈ'થી ઓળખાતા કરુણાની આ મૂર્તિએ ગરીબગુરબાં પર અપાર અમિ દષ્ટિ ફેરવી; કંઇકને ભાણાવ્યા; તથા નાની મોટી અનેક સંસ્થાઓમાં છૂટે હાથે ગુપ્તદાન કર્યા. કરુણાની આ જ્યોત મહાવિસ્તારને પામે તે પહેલાં જ .સ.૧૯૬૪ના ઓગસ્ટ માસની ૧૬મી તારીખે તેમનું નિધન થયું. દયા, ધર્મને નીતિપરાયણતાની ગળથુથીમાંથી જ સમજણ આપી કરુણાની મૂર્તિ “બાઈ'એ એમના પરિવારને પીડિતોના ઉદ્ધાર અર્થે પ્રવૃત્તિઓ કરવા પ્રેર્યા. આ સમજણનો વારસો સમસ્ત મહેતા પરિવારે અખંડ દીવાની જેમ જતનથી સાચવી રાખ્યો છે. વાત્સલ્યમૂર્તિ સમા પૂજ્ય “બાઈ”ની મીઠી યાદમાં એમના સુપુત્રો : શ્રી. વિજયભાઇ, શ્રી.પ્રબોધભાઇ, શ્રી. કિશોરભાઇ તથા શ્રી રમિભાઈ તથા અન્ય કુટુંબીજનો તરફથી મુંબઇમાં અત્યંત આધુનિક ‘લીલાવતી કીર્તિલાલ મહેતા હોસ્પિટલ એન્ડ મેડિકલ રીસર્ચ સેન્ટર” ટૂંક સમયમાં શરૂ થશે જે અનેકોના આશીર્વાદ મેળવશે. આ નારી રત્નને સૌના વંદન !!! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001342
Book TitleHemchandrashabdanushasanam
Original Sutra AuthorHemchandracharya
AuthorJambuvijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1995
Total Pages449
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Grammar
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy