________________
ગ્રંથ એટલો બધો સુંદર અને ઉત્તમ કોટિનો છે કે એનાથી દર્શનશાસ્ત્રોનું જ્ઞાન બહુ સહેલાઈથી પ્રાપ્ત કરી શકાય છે. અત્યારે કેટલાક વિશ્વવિદ્યાલયોમાં (યુનિવર્સિટીઓમાં) દર્શનશાસ્ત્રની એમ. એ.ની પરીક્ષામાં પણ આ ગ્રંથ અભ્યાસક્રમમાં ફરજિયાત નિયુક્ત થયેલો છે, એના ઉપરથી પણ આની ઉપયોગિતાની તથા લોકપ્રિયતાની સહેલાઈથી ખાતરી થઈ જશે. આનું સર્વપ્રથમ પ્રકાશન પણ બંગાલની રોયલ એશિયાટિક સોસાયટી તરફથી જ થયેલું છે.
જો કે માધવાચાર્યે (વિક્રમની ૧૫મી સદી આસપાસ) પૂ. શ્રીહરિભદ્રસૂરિ મહારાજની પદ્ધતિને અનુસાર સર્વદર્શનસંગ્રહ નામના એક વિસ્તૃત ગ્રંથની રચના કરી છે. તેમાં ૧૬ દર્શનોનો સંગ્રહ છે. તેમ જ આ પદ્ધતિના સર્વસિદ્ધાન્તસંગ્રહ વગેરે ગ્રંથો પણ રચાયા છે. પરંતુ તેમાં એક ખામી એ છે કે તેમાં એવી રીતે રચના કરવામાં આવી છે કે પોતાને અત્યંત અનિષ્ટ લાગતા ચાર્વાક જેવા દર્શનને પહેલું મૂકવામાં આવ્યું છે, ત્યાર પછી એના ખંડનરૂપે બૌદ્ધદર્શનને બીજું મૂકવામાં આવ્યું છે, બૌદ્ધોના ખંડનરૂપે જૈનદર્શનને ત્રીજું મૂકવામાં આવ્યું છે, જૈનોના ખંડન માટે રામાનુજદર્શનને ચોથું મૂકવામાં આવ્યું છે. આ રીતે એક એકના ખંડનમાં ઉત્તરોત્તર દર્શન મૂકવામાં આવ્યાં છે, અને છેવટે પોતાને માન્ય શાંકરદર્શનને (અતદર્શન) સર્વશ્રેષ્ઠ દર્શનરૂપે મૂકવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આથી શાંકરભિન્ન દર્શનના અનુયાયીની લાગણી દુભાયા વિના રહે જ નહીં. જ્યારે ષડ્રદર્શનસમુચ્ચયમાં કોઈ પણ દર્શનને ખોટું કે સાચું ઠરાવવામાં આવ્યું જ નથી. આથી કોઈ પણ દર્શનના અનુયાયીને એ વાંચવું અતિપ્રિય લાગે છે. પદર્શનસમુચ્ચયની લોકપ્રિયતાનું આ પણ ખાસ કારણ છે. આનાથી સર્વદર્શનોનું માણસને શાન પણ થાય છે અને સાથે સાથે મધ્યસ્થભાવે દર્શનોની યોગ્યયોગ્યતાનો સ્વયંનિર્ણય કરવાની પૂરતી અનુકૂળતા પણ મળે છે.
દર્શનોની સંખ્યા દર્શનોની સામાન્ય રીતે “છ”ની પ્રસિદ્ધ છે. વસ્તુતઃ “છ”ની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org