________________
અનેકાંતદષ્ટિ છે. જૈનદર્શનનો પાયો આ દષ્ટિ ઉપર જ રચાયેલો છે, અને તે તેના સંપૂર્ણ અહિંસાના સિદ્ધાંતને અનુસરીને જ રચાયેલો છે.
આથી મુમુક્ષુને માટે આવશ્યક છે કે તેણે જગતમાં ચાલતા મુક્તિસંબંધી અનેક વિચારોનું–અનેક માર્ગોનું નિષ્પક્ષભાવે સમદષ્ટિથી અધ્યયન કરીને યુક્તિયુક્ત લાગતા માર્ગ ઉપર પોતાની નિશ્ચિત પ્રતીતિ સ્થાપવી જોઈએ. અનાદિકાલીન વાસનાથી અતિપ્રિય લાગતાં તમામ ઐહિક સુખોનો ત્યાગ કરીને જે મુક્તિના માર્ગે આગળ ધપવાનું છે તેમાં અનિશ્ચિત અથવા દોલાયમાન મનઃસ્થિતિ કામ ન લાગે. જેમ શારીરિક રોગનિવારણ માટે રોગ, રોગનું કારણ, આરોગ્ય તથા આરોગ્યસંપાદક ઔષધનું નિશ્ચિત જ્ઞાન જરૂરી છે તેમ આધ્યાત્મિક રોગનિવારંણ માટે દુ:ખ, દુ:ખનું કારણદુ:ખમાંથી છુટકારો મોક્ષ તથા મોક્ષના ઉપાયભૂત મોક્ષમાર્ગનું નિશ્ચિત જ્ઞાન નિતાંત આવશ્યક છે.
પરંતુ મોક્ષના ઉપાયની ચર્ચા કરતાં શાસ્ત્રોમાં ઐકમય નથી અને તે એટલાં બધાં છે કે એ બધાંને જાણવા માટે ઘણો સમય અને પરિશ્રમ જોઈએ. જો એક જ સ્થળે ભિન્ન ભિન્ન મુખ્ય મુખ્ય દાર્શનિક વિચારોનો સંગ્રહ કરીને ગ્રંથરચના કરવામાં આવી હોય તો દર્શનશાસ્ત્રોનું અધ્યયન ઘણું સુગમ અને અલ્પસમયસાધ્ય થઈ જાય. તેમજ ભિન્ન ભિન્ન દાર્શનિક વિચારોની સ્વયં પરીક્ષા કરવાની પણ અનુકૂલતા પડે. સૌથી જૂનામાં જૂની આવી રચના પૂ. સિદ્ધસેન દિવાકરજીની બત્રીશીઓમાં આપણને જોવા મળે છે. પૂ. સિદ્ધસેન દિવાકર પ્રણીત જે બાવીશ બત્રીશીઓ વર્તમાનમાં મળે છે તેમાં બારમીમાં ન્યાયદર્શનનું, તેરમીમાં સાંખ્યદર્શનનું, ચૌદમીમાં વૈશેષિકદર્શનનું, પંદરમીમાં બૌદ્ધદર્શનનું તથા સોળમીમાં નિયતિદર્શનનું સ્વરૂપ વર્ણવેલું છે. બાકીની એક યા બીજા સ્વરૂપે જૈનદર્શન સાથે સંબંધ ધરાવે છે, પરંતુ આ બત્રીશીઓ એટલી બધી કઠિન અને ગૂઢાર્થવાળી છે કે તેનાથી પંડિતજનોને પણ બોધ થવો મુશ્કેલ છે, પછી સામાન્ય મનુષ્યની વાત જ ક્યાં રહી ? પરંતુ ત્યાર પછી યાકિનીમહારાસૂનુ પૂ. શ્રીહરિભદ્રસૂરિ મહારાજે રચેલો પદર્શનસમુચ્ચય નામનો આ વિષેનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org