________________
જીવતત્ત્વ-પ્રકાર - ચેતના, સકર્મ, અકર્મ, વેદ, ગતિ, ઇન્દ્રિય, કાય, વગેરે વિવિધ દષ્ટિએ જીવના અનેક રીતે પ્રકારો પડે, એ પૂર્વે જીવવિચારમાં વર્ણવ્યું છે. અહિં જીવના ૧૪ ભેદ લીધા છે. ૨ એકંદ્રિય સૂક્ષ્મ અને બાદર, ૩ વિકલેંદ્રિય, ૨ પંચેન્દ્રિય સંજ્ઞી અને અસંજ્ઞી-એ ૭ પર્યાપ્ત + ૭ અપર્યાપ્તા = ૧૪ પ્રકારના જીવ (સંસારી)
સૂમ = સૂક્ષ્મનામકર્મના ઉદયવાળા જીવો, જેમના શરીર અસંખાતા પણ ભેગા થાય તોય ઇન્દ્રિયથી જાણી શકાય નહિ, તેમજ જે છેદન, ભેદન, દહનને યોગ્ય ન હોય આથી વિપરીત તે બાદરનામકર્મના ઉદયવાળા બાદર.
સંજ્ઞી = મનવાળા. પર્યાપ્તા = પોતાના યોગ્ય પર્યાપ્તિ પુરી કરીને મરે તે.
જીવનાં લક્ષણ - જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય, ઉપયોગ એ જીવનાં લક્ષણ છે. ત્યાં જીવ એ લક્ષ્ય કહેવાય. માત્ર સર્વ લક્ષ્યમાં રહેનાર ધર્મને લક્ષણ કહેવાય. અલક્ષ્યમાં ન જ રહે, અને દરેક લક્ષ્યમાં રહે તે જ તે લક્ષ્યનું લક્ષણ બની શકે. જ્ઞાન વગેરે તેવાં છે; કોઈ પણ અજીવ (જડ) માં તે નથી રહેતાં, અને દરેક જીવમાં રહે છે.
જ્ઞાન–વસ્તુનો વિશેષ બોધ. દર્શન–સામાન્ય બોધ. મૂછિત મનુષ્યની જેમ સ્થાવરોને પણ અવ્યકત જ્ઞાન દર્શન છે. ચારિત્ર=આત્મગુણમાં વિચરવું, તપsઇચ્છાનો નિરોધ-આ બે મોહનીયના ઉદયથી રોકાય છે,
Jain Education International
1 ) For Private & Personal Use Only
www.jainelibrary.org