________________
તો પણ જીવ માત્રને અતિ અલ્પ અંશે આ ગુણ ઉઘાડો હોય છે; કેમકે કર્મથી કદાપિ આત્માના સર્વ પર્યાય હણાતાં નથી. નહિતર તો જીવ મટીને અજીવ થઇ જાય. વીર્ય=આત્મશક્તિ. ઉપયોગ જ્ઞાન કે દર્શનનું સ્કુરણ. ઉપર જ્ઞાન, દર્શન ગણ્યાં, તે લબ્ધિ (શક્તિ) રૂપે સમજવાં; જ્યારે ઉપયોગ એ પ્રવૃત્તિરૂપે હોય.
પર્યાપ્તિ - એટલે (૧) આહાર ગ્રહણાદિને યોગ્ય એવી, પુદ્ગલોપચયના પરિણમનથી, આત્મામાં ઉત્પન્ન થયેલી શક્તિ; અથવા (૨) પરિણત થયેલ તે પુદ્ગલો; અથવા (૩) શરીરાદિ યોગ્ય દળીયા લેવા પરિણાવવા વગેરેની તાકાત પેદા થવાના કરણની સમાપ્તિ
પર્યાપ્તિ ૬ - આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોશ્વાસ, ભાષા અને મન. જીવ ભવાંતરમાં જે પુદ્ગલ સમૂહમાં જઈ પડે છે, ત્યાં પ્રથમ સમયે તેજસ, કામણ શરીરથી ત્યાંના જ પુદાગલ ઓજાહારરૂપે લઈ ખલાસરૂપે પરિણમાવે છે. પછી શરીર, ઇન્દ્રિય વગેરે બનવા યોગ્ય ક્રિયા થાય છે, આને માટે જરૂરી છે તે પર્યાપ્તિઓ ત્યાં પુરી કરે છે. (ખલકમળ, રસ=શરીરમાંની ૭ ધાતુ.) છએ પર્યાપ્તિનો પ્રારંભ પ્રથમ સમયેજ થાય છે, કેમકે છને યોગ્ય દલિકનું ગ્રહણ પ્રથમ સમયે થઈ જાય છે, પરંતુ સમાપ્તિ ઝીણાઝીણા સુતરની જેમ ક્રમસર થાય છે. આહાર પર્યાપ્તિ એક સમયમાં, શરીર પર્યાપ્તિ અંતર્મુહૂર્તમાં અને તે પછી બાકીની ચાર ઔદારિક શરીરમાં અંતર્મુ અંતર્મુહૂર્ત, તથા વૈક્રિય શરીરમાં સમય સમયના
Jain Education International
For Private
Personal Use Only
www.jainelibrary.org