________________
સમાઇ જાય છે, જેમ કે સંવર, નિર્જરા અને મોક્ષ એ જીવના પરિણામરુપ હોવાથી જીવ રૂપ છે, તેમજ પુણ્ય વગેરે ચાર એ અજીવ સ્વરૂપ છે; છતાં જે તત્ત્વોની શ્રદ્ધા મોક્ષનું બીજ છે તેના ૯ પ્રકાર પડે છે. તેમાં જીવ અજીવ - એ બે જ્ઞેય તત્ત્વ; પુણ્ય સંવર, નિર્જરા અને મોક્ષ એ ઉપાદેય તત્ત્વ; અને પાપ, આશ્રવ તથા બંધ એ હેય તત્ત્વો છે. એની તે તે રીતે પરિણતિ - શ્રદ્ધા કરવાથી સમ્યગ્દર્શન થાય છે, અહિં જીવ, પુદ્ગલ સિવાય અજીવ, સંવર, નિર્જરા, અને મોક્ષ એ અરૂપી છે, અને અજીવ (પુદ્ગલ માત્ર) પુણ્ય, પાપ, આશ્રવ અને બંધ એ રૂપી છે. એમાં આશ્રવ જો ભાવથી આત્માના કષાયાદિ પરિણામરૂપ લેવાય તો અરૂપી ગણાય. સોનાની બેડી સરખું પુણ્ય તત્ત્વ પણ નિશ્ચયથી હેય છતાં સંવર આદિમાં સહાયક હોવાથી ઉપાદેય કહ્યું. જેમ કે મનુષ્ય આયુ-શરીર વગેરે પુણ્યકર્મથી મળે તો મોક્ષ માર્ગની આરાધના થાય. જો કે પહેલા બે તત્ત્વનેજ શેય કહ્યા, છતાં પછીના ૭ તત્ત્વો જીવ કે અજીવરૂપ શેય તો છેજ; તેજ રીતે જીવ કે અજીવ એ પછીના તત્ત્વોરુપે હેય કે ઉપાદેય છેજ; પરંતુ અહિં દરેક તત્ત્વની પોતાની મુખ્યતાએ જ્ઞેય-હેય-ઉપાદેય વિભાગ કર્યા છે.
દરેક તત્ત્વના ભેદઃ- જીવ ૧૪, અજીવ-૧૪, પુણ્ય-૪૨, પાપ૮૨, આશ્રવ-૪૨, સંવર-૫૭, નિર્જરા-૧૨, બંધ-૪, અને મોક્ષ -૯ પ્રકારે છે
Jain Education International For Private Personal Use Only www.jainelibrary.org