________________
સ્થાવરો સચેતન છે, કેમકે મનુષ્ય શરીરની જેમ એ (૧) કાળે કાળે વધે છે (૨) છેદન ભેદનને યોગ્ય છે (૩) છેદાયેલા સ્થાને ફરી પેદા થાય છે, (૪) નિયત પુદ્ગલોના સ્કંધ હોવાથી પ્રથમતઃ જીવથી ગૃહીત છે. આ
ઉપરાંત,
પૃથ્વી - પત્થર માટી વગેરેને હરસમસા જેવા સમાન અંકૂર થાય છે. જલ - (૧) ઈડાના પાણી જેવુ પ્રવાહી સચેતન છે, (૨) ભૂમિ ખોદતાં દેડકાની જેમ એ પ્રગટ થાય છે, (૩) દ્રવ્યોના વિકારથી ઉત્પન્ન થતા કીડાની જેમ વાદળના વિકારથી ઉત્પન્ન થાય છે, (૪) શિયાળામાં પણ માનવ શરીરની જેમ કુવાનું પાણી ઉણ લાગે છે (૫) દૂધ, મૂત્ર વગેરેની જેમ જીવ પ્રયોગ વિના સિદ્ધ ન થાય.
અગ્નિ - (૧) ખજવો જેમ જીવ શક્તિ યોગે પ્રકાશે છે તેમ અંગારા દીવા વગેરે. (૨) શરીરની જેમ ગરમ છે. (૩) આહારાદિથી શરીર વધે તેમ એ વધે છે, (૪) જીવવા વાયુ જોઇએ છે.
વાયુ - કોઇની પ્રેરણા વિના તિર્થો અને અનિયમિત ગતિ વાળો
છે.
વનસ્પતિ - (૧) શરીરની જેમ બાળ, તરુણ, વૃદુ અવસ્થાઓ વાળી હોય છે, (૨) રોગી થાય છે; એમ વિશિષ્ટ રસાયનોથી કાંતિ વધે છે. (૩) કમળ વગેરેમાં નિદ્રા અને જાગ્રતિ દેખાય છે, (૪) કેશ નખની જેમ પાન વગેરે ફરી આવે છે. (૫) પશુની જેમ આખી છાલ ઉતારવાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org