________________
સ્થાવરોના અસંખ્ય શરીરો ભેગા મળે ત્યારેજ ચક્ષુથી જોઈ શકાય. પ્રત્યેક વન સિવાય પૃથ્વીકાયાદિ પાંચ સુક્ષ્મ જીવો પણ છે તે ચૌદ રાજલોક વ્યાપી છે, બીજાથી એ અછેદ્ય, અભેદ્ય અદાહ્ય, અપ્રતિધાત્ય છે. મેરૂ જેવાને પણ અણુએ અણુએ અનુવિદ્ધ છે.
ત્રસ ૪. દ્વિીન્દ્રિય - અક્ષ, શંખ, કોડા, કરમીયા, જળો, અળસીયા, ચુડેલ, વાશીમાં થતા લાળીયા જીવ, કાષ્ઠના ઘુણ (મહેર) યોનિમાં થતા કૃમિ પોરા વગેરે. ત્રીન્દ્રિય - કાનખજૂરા, માંકણ, કેશ-ચાળ જા, કીડી, ઉધઇ, ઇયળ, ઘીમેલ, સવા, શ્વાનાદિના શરીરે થતા ગીંગોડા, ગધેયા, વિષ્ઠાના કીડા, ધનેરા, ઈદ્રગોપ વગેરે ચતુરિન્દ્રિય - વીછી, બગાઈ, ભ્રમર, તીડ, માખ, ડાંસ, મચ્છર, કંસારી, કરોળીયા; ખડમાંકડી, વગેરે. પંચેન્દ્રિય - ૪ નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવ.
નારકી ૭ પ્રકારે – ૧. રત્નપ્રભા પૃથ્વીમાં ધમ્મા; ૨. શર્કરપ્રભામાં વિશા; ૩. વાલુકપ્રભામાં શેલા; ૪. પંકપ્રભામાં અંજણા; ૫. ધૂમપ્રભામાં રિષ્ટા; . તમ.પ્રભામાં મધા; અને ૭. મહાતમ:પ્રભામાં માધવતી. તિર્યંચ ૩ પ્રકારે-જલચર. સ્થલચર (૧. ઉરપરિસર્પ-સાપ, ૨. ભુજપરિસર્પગીરોલી અને ૩. ચતુષ્પદ-ગાય), અને ખેચર (૧.રૂંવાટાની પાંખવાળા હંસ કાગડા, ૨. ચામડાની પાંખવાળા-ચામાચીડીયા; અથવા મનુષ્યલોકની
Jain Education International
For Private &
rsonal Use Only
www.jainelibrary.org