________________
વગેરેનો અગ્નિ (અશિન), ખરતા તારા જેવા અગ્નિના કણ (કનક), વિજળી, દીવાની ઉજેહી વિગેરે.
૪. વાયુકાય - ઉદ્ભામક (તૃણાદિને ઉંચે ભમાવે તે), સંવર્તક વાયુ ઉત્કાલિક વાયુ, (રહી રહીને વાય અને ધૂળમાં રેખા કરે તે). મંડલિક (પાંદડાં વિગેરેને ગોળ ભમાવે તે) મહાવાયુ, શુદ્ધવાયુ, ગુંજવાયુ, ઘનવાત,
તનવાત.
૫. વનસ્પતિકાય - બે પ્રકારે. ૧. સાધારણ. ૨. પ્રત્યેક. ૧. સાધારણ-જે એક શરીરમાં અનંત જીવે છે, એ શરીરને નિગોદ કહે છે, જે વનસ્પતિમાં નસ, સંધિ અને પર્વ ગુપ્ત હોય, ભાંગવાથી સરખા ભાગ થાય, છેદવાથી તંતુ ન જણાય, ગમે તે છેદેલો ટુકડો વાવવાથી ફરી ઉગે તે અનંતકાય, ઉગતી વખતે અંતર્મુહૂર્ત સુધી સર્વકિસલય, પાંચે રંગની ફુગ, સેવાળ, ભૂમિકંદ, અવ્યક્ત અવયવવાળા અંકુર, કુણાપાંદડા-ફળ, બિલાડીના ટોપ, લીલી હળદર, આદુ, ચુરો, પાલખું, થોર, કુંવર પાઠું, ગુગળ, ગળો, કુણી આંબળી, બટાટા, લસણ, ડુંગળી, શકરીયાં, મૂળા વિગેરે અનંતકાય.
૨. પ્રત્યેક - જે એક શરીરમાં એક જીવ તે ઉ૫૨ કહ્યાથી ઉલટા લક્ષણવાળા, મૂળ, કંદ, સ્કંધ, ડાળી, પાંદડાં, ફૂલ, ફળ, બીજ, કાષ્ઠ, છાલ. ગુચ્છ (કપાસ, વિગેરે), ગુલ્મ, (મોગરો વિગેરે ફૂલઝાડ), લતા-ચંપાદિ પુષ્પોના વેલા. વધિ-કોળા વિગેરેના વેલા ઇત્યાદિ-આ પ્રત્યેક સિવાયના પાંચેય
Jain Education International For Private & Personal Use Only
*
www.jainelibrary.org