________________
વિશેષ? ૨. પચ્ચ. લેઇનેય મન કાબુમાં રહેતું નથી. ૩. લ્યો ! ન ગમ્યું કે ન મલ્યું એટલે પચ્ચ કર્યું. ૪. પચ્ચ, લેઈને ન પાળવાથી વ્રતભંગનો મહાદોષ, એ કરતાં વિના નિયમે માત્ર ભાવનાથી પાળવું. ૫. લોક સમક્ષ પચ્ચ૦ નો દેખાવ એ આડંબર છે. એ કરતાં ગુપ્ત દાનની જેમ મનથી ધારી પાળેલું બહુ ફલવાળું દ. દાનાદિ ચાર ધર્મમાં ભાવ ધર્મજ શ્રેષ્ઠ છે. ૭. વ્રત નિયમ તો ક્રિયા ધર્મ છે, ક્રિયા તો જ્ઞાનની દાસી છે,, માટે જ્ઞાન સ્વરુપ ભાવના ઉત્તમ છે, વ્રત નહિ. ૮. મરુદેવા, ભરતચક્રી, શ્રેણિક, આદિએ ક્યાં પચ્ચર કર્યા હતાં? વગેરે કુતર્કો ન કરવા.
કારણ કે, ૧. પચ્ચ. માં અન્નત્થડણાભોગેણં વગેરે આગારો હોવાથી અજાણતા ભૂલ થાય ત્યાં નિયમ ભાંગતો નથી, જ્યારે મનની ધારણામાં આગાર તો છે નહિ, તેથી ભૂલ થતાં ધારણા ભાંગે છે. આ વિશેષ છે. બીજું એ છે કે, માત્ર મનથી ધારવામાં કોઈ પ્રસંગે મનને એમ થાય કે “મારે નિયમ કયાં છે, લાવને ખાઈ લઉં' આ રીતે પડે છે. નિયમવાળાને અંકુશ છે. ત્રીજો એકે, પચ્ચક એટલે પાપને નોટિસ સાથે પાપથી છૂટા છેડા (વિરતિ). મનની ધારણામાં તે નથી એટલે પાપ ન આચરવા છતાં અવિરતિ અંગે પાપ લાગે. જેમ ભાગીદારીની પેઢીમાંથી છૂટા થવાની નોટીસ ન આપે, તો નુક્શાનીનો ભાગ ભરવો પડે, ભલે પોતે જોતે વેપાર નથી કર્યો તોય.
૨ પચ્ચી લીધાથી કાયા અંકુશમાં આવી, અને ધીમે ધીમે મનને અંકુશમાં આવવાનો અભ્યાસ પડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org