SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ યથાખ્યાત ચારિત્ર, ક્ષાયિકસમ્ય, અનાહારક, કેવલજ્ઞાન-દર્શન,-આટલી માર્ગણાએ મોક્ષ થાય; બાકીમાં નહિ. યોગ વેદ વગેરે શૈલેશી વખતે છેજ નહિ માટે ન ગયા. નવ તત્ત્વનો પ્રભાવ. જીવ-અજીવ વગેરે નવ તત્ત્વોને જાણવાથી સમ્યક્ત-સમ્યગદર્શન પ્રગટ થાય છે એટલું જ નહિ, પણ નવ તત્ત્વના વિસ્તૃત સ્વરૂપને ન જાણતો છતાં “આ તત્ત્વોજ સાચાં એવી ભાવથી શ્રદ્ધા કરનારો પણ સમ્યત્ત્વ પામે છે. કારણ કે, “સર્વજ્ઞ એવા શ્રી જિનેશ્વરદેવોનાં સર્વ વચન સત્ય હોય છે, પણ એકેય વચન મિથ્યા નથી હોતું આ બુદ્ધિ જેના મનમાં છે, તેનામાં દઢ સમ્યક્ત છે. રાગ, દ્વેષ કે અજ્ઞાનને લીધે જૂઠું બોલાય, પણ તે તો એમનામાં છે નહિ. એક અંતર્મુહૂર્ત પણ જેને સમ્યક્ત સ્પડ્યું હોય, તે સંસારમાં અર્ધ પુદ્ગલપરાવર્તથી અધિક કાળ ન રહે. અનંતા કાળ ચક્રો-એક પુપરાવર્ત. અનંતા પુપરાવર્ત-અતીત કાળ. અતીત કાળથી અનંતગુણ અનાગત કાળ. જૈન દર્શનને વિષે જ્યારે પણ પ્રશ્ન થાય કે અત્યારસુધીમાં કેટલા જીવ મોક્ષે ગયા ત્યારે ત્યારે એનો ઉત્તર એ છે કે એકનિગોદમાં રહેલા અનંતાનંત જીવોના અનંતમાભાગ જેટલીજ સંખ્યા મોક્ષે ગયેલાની છે. Jain Education International For Privatel 3 sonal Use Only www.jainelibrary.org
SR No.001340
Book TitlePrakarana Dohan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2005
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati & Principle
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy