________________
નિર્જરા આત્મપ્રદેશ સાથે એકમેક થયેલ કર્મનો પરિશાટ - આમ્રની જેમ સ્વતઃ કે ઉપાય દ્વારા પાકી જઈ કર્મરૂપે મટી જવું તે નિર્જરા. તે ૧. અકામ અને ૨. સકામ, એમ બે ભેદે.
અકામ નિર્જરા સર્વ જીવોને (અનિચ્છાએ અનેકવિધ દુઃખ સહેવામાં) હોય.
સકામ નિર્જરા એ કેવળ કર્મનિર્જરાની અભિલાષાએ બાહ્યઅત્યંતર તપ કરનારને હોય. આ તપ નિર્જરાનું પ્રધાન કારણ હોવાથી નિર્જરાતત્ત્વમાં ગણાય, તેથી નિર્જરાના ૧૨ ભેદ.
૬ ભેદે બાહ્યતપ-અનશન, ઉનોદરિકા, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયકલેશ, સંલીનતા. ૬ ભેદે આવ્યંતર તપ-પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચે, સ્વાધ્યાય, ધ્યાન, વ્યુત્સર્ગ.
અનશન-આહારનો ત્યાગ. ઉનોદરિકા-બે ચાર કોળિયા ઓછા ખાવા. વૃત્તિસંક્ષેપ-ઘણી વસ્તુઓ (દ્રવ્યો) ખાવાની મનોવૃત્તિ પર સંયમન, દ્રવ્યસંક્ષેપ. રસત્યાગ-દૂધ-ઘી વગેરે વિગઇનો ત્યાગ. કાયક્લેશ-લોચ, પરીષહ, ઉપસર્ગ વગેરે સહેવા. સંલીનતા-શરીરના અવયવો તથા ઇદ્રિયોની અપ્રશસ્ત પ્રવૃત્તિ રોકવી.
પ્રાયશ્ચિત્ત-૧૦. “આલોયણ-પડિક્કમણોભય-વિવેગ-ઊંસગે
Jain Education International
૧ ૨ ૧ For Private & Personal Use Only
www.jainelibrary.org