________________
નદીની જેમ તૃણવત્ જીવને સન્માર્ગથી ભ્રષ્ટ કરી તાણી જાય છે. ૮. સંવર, ૯. નિર્જરા સકામ-અકામ. ૧૦. લોકસ્વભાવ-જીવ, પુદ્ગલ વગેરેથી વ્યાપ્ત ચૌદ રાજલોકના વિવિધ ભાવ, ૧૧. બોધિદુર્લભ-દેવતાઈ સુખ મળવાં સહેલાં, પણ સમ્યકત્વ મળવું મુશ્કેલ, ૧૨. ધર્મસ્વાખ્યાત- અહો! શ્રી જિનેશ્વરદેવોએ કેવો સુંદર શ્રાવક ધર્મ અને સાધુ-ધર્મ ઉપદેશ્યો છે!'
૫ ચારિત્ર-૧. સામાયિક-સર્વસાવદ્ય પ્રવૃત્તિનો ત્યાગ અને નિરવદ્ય પંચાચારનું પાલન, ૨. છેદોપસ્થાપનીય-સામાયિક ચારિત્રના પર્યાયનો કે સડી ગયેલા અંગ જેવા સાતિચાર ચારિત્ર પર્યાયનો છેદ કરી મહાવતારોપણ. ૩. પરિહારવિશુદ્ધિ-નવ સાધુનો ગણ વારાફરતી ૧૮ માસની અવધિમાં જેમાં પરિહાર નામના તપને વહન કરે છે તે વિશિષ્ટ ચારિત્ર ચર્યા. ૪. સૂક્ષ્મસંપરાય-૧૦માં ગુણઠાણાનું ચરિત્ર, જયાં માત્ર સૂક્ષ્મ સંજ્વલનનો લોભ છે ૫. યથાખ્યાત - સર્વ કષાયના ઉપશમ કે ક્ષયથી પ્રગટેલું ચારિત્ર
Jain Education International
For Priva20ersonal Use Only
www.jainelibrary.org