________________
મર્કટબંધ હોય; ૪ અદ્ધનારાચ-સાંધાની એકજ બાજુ હાડકાની આંટી હોય ને બીજી બાજાએ ખીલીબંધ હોય; ૫. કાલિકા-હાડકાં ફકત ખીલીથી સંધાએલ હોય; ૬. છેવ-છંદસ્કૃષ્ટ-સેવાર્ત- બે હાડકા માત્ર છેડે અડીને રહ્યા હોય. તેલમાલીશ વગેરે સેવાની અપેક્ષા રાખે છે.
સંસ્થાન (આકાર) ૬ – ૧. સમચતુરગ્ન-અન્ન ખૂણો. પર્યકાસને. બેઠેલાના જમણા ઢીંચણથી ડાબા ખભાનું અંતર, જમણા ખભાથી ડાબા ઢીંચણનું અંતર, બે ઢીંચણનું અંતર, બે ઢીંચણના મધ્યભાગથી લલાટ પ્રદેશ સુધીનું અંતર-આ ચારે સરખા હોય તે સમસંસ્થાન અથવા સમાન=સામુદ્રિક શાસ્ત્રને અનુસાર લક્ષણ અને પ્રમાણવાળા છે ચારેબાજીના શરીરના અવયવો જેમાં એવી આકૃતિ તે સમચતુરગ્ન સંસ્થાન ૨. ન્યગ્રોધ-વડ સરખું. નાભિથી ઉપર પ્રમાણ લક્ષણવાળું, નીચેનું લક્ષ
હીન. ૩. સાદિ-ઉપરથી ઉલટું ૪ વામન-માથું, ગળુ, હાથ, પગ-એજ પ્રમાણ લક્ષણવાળાં. ૫ કુન્જ-એ સિવાયના છાતી, પેટ વગેરે સારાં. . હુંડક-સર્વ અવયવ પ્રમાણ લક્ષણ વિનાનાં.
વર્ણાદિ ૪-વર્ણ, ગંધ, રસ, સ્પર્શ સારા નરસાં જે કર્મથી મલે તે શુભાશુભ વર્ણાદિ નામકર્મ.
આનુપૂર્વી ૪-નરકાનુપૂર્વી, તિર્યંચાનુ, મનુ, દેવા, વિગ્રહગતિથી (વચમાં ફંટાઇને) ભવાંતરે જતા જીવનો આકાશ પ્રદેશની શ્રેણિના અનુસારે ગમનક્રમ તે આનુપૂર્વી.
૧૭ For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org