________________
અનાદિકાળથી જીવની સાથે લાગેલ તૈજસ દ્રવ્યનો જથ્થો, જેનાથી આહારનું પચન, તેજો કે શીત લેશ્યા થઇ શકે છે તે. કાર્પણ-જીવ સાથે લાગેલ કર્મનો જથ્થો. આ શરીરો જે કર્મના ઉદયે પ્રાપ્ત થાય તે કર્મ, શરીર - નામકર્મ.
અંગોપાંગ ૩ - ઔદારિક, વૈક્રિય, આહારક શરીરને માથું, છાતી, પેટ, પીઠ, બે હાથ, બે પગ એ ૮ અંગ, આંગળીઓ વગેરે ઉપાંગ, પર્વ રેઆદિ અંગોપાંગ, જેનાથી મળે તે અંગોપાંગ નામકર્મ. એકેન્દ્રિયને ઉપાંગ નામકર્મનો ઉદય ન હોવાથી શરીરમાં અંગોપાંગ નથી હોતા. શાખા વગેરે તો જુદા જુદા જીવના શરીર હોવાથી એક જીવ, શરીરના અવયવ નથી.
૫ બંધન નામકર્મ-નવા લેવાતા ઔદારિકાદિ પુદ્ગલોને જીનાની સાથે લાખની જેમ ચોંટાડનાર-એકી ભાવે કરનાર ૫, સંઘાતન નામકર્મનિયત પ્રમાણવાળા શરીરને રચતા પુદ્ગલના જથ્થાને સંચિત કરનાર.આ બેનો બંધ-ઉદયમાં શરીર નામકર્મ ભેગો સમાવેશ.
સંઘયણ (હાડકાના સાધા) ૬ - ૧. વજ્રૠષભનારાચ-હાડકાનો પરસ્પર સંબંધ, એકબીજાને આંટી મારીને થયેલો હોય તે નારાચ–મર્કટબંધ, એના પર ઋષભ=હાડકાનો પાટો વીંટળાયો હોય, અને વચમાં ઠેઠ ઉપરથી નીચે આરપાર. વજ્ર=હાડની ખીલી હોય તેવું સંઘયણ, ૨. ૠષભનારાચ-માત્ર વજ્ર નહિ, બાકી પહેલા મુજબ, ૩. નારાચ-માત્ર
Jain Education International For PrivaPersonal Use Only
www.jainelibrary.org