SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education International સૂત્રો કંઠસ્થ કરતાં પહેલા ધ્યાનમાં લેવા જેવું (૧૪) બે-ત્રણ-ચાર શબ્દો ભેગા થઈને ક્યારેક સામાસિક એક જ શબ્દ બને છે. ત્યારે એ બધા શબ્દો સાથે જ બોલવા જોઈએ. દા.ત. ‘તહ નવવિહ બંભચેર ગુત્તિધરો' માં ‘નવવિહ' સામાસિક શબ્દ છે. માટે ‘તહનવ’ ન બોલતા ‘તહ નવવિહ’ બોલવું જોઈએ. (૧૫) શુદ્ધ છાપકામવાળા પુસ્તકમાં રહેલાં સૂત્રોના અક્ષરે–અક્ષર ઉપર બરાબર એક લક્ષ્ય થઈ દૃષ્ટિ કરીને કંઠસ્થ કરવાથી કે પુનરાવર્તન કરવાથી અશુદ્ધ ઉચ્ચારણથી બચી શકાય છે. (૧૬) પૂર્ણ ઉપયોગપૂર્વક શુદ્ધ-ઉચ્ચારણ કરવાથી જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થતો હોય છે અને બેદરકારી આદિના કારણે ઉપયોગરહિત અશુદ્ધ ઉચ્ચારણ કે અર્ધ કરવાથી ગાઢ જ્ઞાનાવરણીય કર્મનો બંધ થતો હોય છે. શુદ્ધ ઉચ્ચારણ (૧૭) ભણવાના સમયે ન ભણવાથી, ન ભણવાના સમયે ભણવાથી, ભણનારને (સહાયક ન બનતાં) અંતરાય કરવાથી તેમ જ છતી શક્તિએ (છ મહિને એક ગાથા કંઠસ્થ કરવાની શક્તિ છતાં) નવું જ્ઞાન મેળવવા પુરુષાર્થ ન કરવાથી પણ જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે. (૧૮) જગતની કોઈ પણ ભાષાની લીપીમાં લખાયેલ અક્ષરવાળાં કપડાં-પગરખાં (ચંપલ-બુટસેન્ડલ), હાથ રૂમાલ, અંતરવસ્ત્રો-ડીશ-ગ્લાસ આદિ પહેરવાથી કે ઉપયોગ કરવાથી જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે. (૧૯) કોઈ પણ મનુષ્ય-કાર્ટુન-પશુ-પક્ષી આદિ આકૃતિવાળા (ચિત્રોવાળાં) કપડાં પહેરવાથી કે ચાદર આદિનો ઉપયોગ કરવાથી તેમજ તે જ્યારે-જ્યારે ધોવામાં આવે ત્યારે-ત્યારે તે તે આકૃતિ (ચિત્ર)ની હિંસાનું પાપ અને ગાઢ જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે. તેના ફળ સ્વરૂપે જન્માન્તરમાં તોતડા-બોબડા-લંગડા-બહેરા-કાણા-મૂંગા-આંધળા આદિ પણાની પ્રાપ્તિ થાય છે. (૨૦) જ્ઞાનનાં ઉપકરણ એવાં પુસ્તક-નોટ-ચોપડા-બોલપેન-રબર-પૂંઠું-ફૂટપટ્ટી-સંચોપેન્સીલ-ચોક આદિને ઉપરથી છૂટા ફેંકવાથી, અપવિત્ર સ્થાને મૂકવાથી, તોડવાથી, પગ લગાડવાથી, થૂંક લગાડવાથી જ્ઞાનાવરણીય-કર્મ બંધાય છે. (૨૧) જ્ઞાન આપનાર જ્ઞાની, શિક્ષક, અધ્યાપક, માત-પિતા અને વડીલજનોની મશ્કરી કરવાથી, સુયોગ્ય-આજ્ઞાને ઉત્થાપવાથી, નિંદા-કુથલી કરવાથી, તિરસ્કાર-અપમાન કરવાથી અને સુયોગ્ય રીતે આદર સત્કાર-બહુમાન ન કરવાથી પણ જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે. (૨૨) ખાતાં-ખાતાં, પીતાં-પીતાં, એઠું મોઢું રાખીને બોલવાથી અને ખાતાં-પીતાં કે લઘુનીતિ (પેશાબ કરતાં)-વડીનીતિ (ઝાડે જતાં) કરતાં પોતાની પાસે પર્સ-રૂપીયા-કાગળઘડિયાળ-મોબાઈલ આદિ અક્ષરોવાળી કે કોરો કાગળ આદિ વસ્તુ રાખવાથી પણ ગાઢ જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે. (૨૩) સૂત્રોમાં રહેલા શબ્દો-અક્ષરોથી ઓછા કે વધારે બોલવાથી અને ભૂલ સમજાયા પછી પણ તે જ મુજબ ચાલુ રાખવાથી પણ ગાઢ જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે. (૨૪) મંત્ર કરતાં પણ સવિશેષ પ્રભાવશાળી ગણધર ગ્રંથિત આ પ્રતિક્રમણ સૂત્રોનો જ્ઞાની ગુરુમુખે શુદ્ધ-અભ્યાસ કરવાનો આગ્રહ રાખવા સાથે, ઝડપી કરવાની લાલસાને છોડીને તેમજ એક-બીજા પાસે સાંભળીને કરવાની વૃત્તિનો ત્યાગ કરીને આરાધક ભવ્યાત્માઓ સમ્યગ્ ક્રિયામય જીવન જીવી, વહેલામાં વહેલા સંસાર સાગરથી પાર ઉતરી, મોક્ષનગરને પ્રાપ્ત કરે, તેવી અભિલાષા..... For Private Persoal Use Only ૨૭ www.jainelaancom
SR No.001327
Book TitleAvashyaka Kriya Sadhna
Original Sutra AuthorN/A
AuthorRamyadarshanvijay
PublisherMokshpath Prakashan Ahmedabad
Publication Year2007
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy