SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ પરલોકાર્પે પૂજ્યા માન્યા. સિદ્ધ વિનાયક જીરાઉલાને માન્યુંઇચ્છયું. બૌદ્ધ, સાંખ્યાદિક, સંન્યાસી, ભરડા, ભગત, લિંગિયા, જોગિયા, જોગી, દરવેશ, અનેરા દર્શનીયાતણો કષ્ટ, મંત્ર ચમત્કાર દેખી પરમાર્થ જાણ્યા વિના ભૂલ્યા વ્યામોહ્યા. કુશાસ્ત્ર શીખ્યાં, સાંભળ્યાં. શ્રાદ્ધ, સંવચ્છરી, હોળી, બળેવ, માહિપૂનમ, અજા-પડવો, પ્રેત-બીજ, ગૌરી-ત્રીજ, વિનાયકચોથ, નાગ-પંચમી, ઝીણલા-છટ્ટી, શીલ-સાતમી, ધ્રુવઆઠમી, નૌલી-નવમી, અહવા-દશમી, વ્રત-અગ્યારશી, વત્સ-બારશી, ધન-તેરશી, અનંત-ચઉદશી, અમાવાસ્યા, આદિત્યવાર, ઉત્તરાયણ નૈવેધ કીધાં. નવોદક, યોગ-ભોગ, ઉતારણાં કીધાં, કરાવ્યાં, અનુમોધાં. | પીંપલે પાણી ઘાલ્યાં, ઘલાવ્યા, ઘર બાહિર ક્ષેત્રે, ખલે, કૂવે, તળાવે, નદીએ, દ્રહે, વાવીએ સમુદ્ર, કુંડે પુણ્ય હેતુ સ્નાન કીધાં, કરાવ્યાં, અનુમોદા, દાન દીધાં. ગ્રહણ, શનૈશ્ચર, માહમાસે નવરાત્રિ ન્હાયા. અાણના થાણાં, અનેરાઈ વ્રત વ્રતોલાં કીધાં, કરાવ્યાં || | વિતિગિચ્છા ધર્મસંબંધિયા ફલ તણે વિષે સંદેહ કીધો. જિન અરિહંત ધર્મના આગાર, વિશ્વોપકારસાગાર, મોક્ષમાર્ગના દાતાર, ઇસ્યા ગુણ ભણી ન માન્યા, ન પૂજ્યા. મહાસતી-મહાત્માની, ઇહલોક પરલોક સંબંધીઆ. ભોગવાંછિત પૂજા કીધી. રોગ, આતંક, કષ્ટ આબે ખીણ વચન ભોગ માન્યા. મહાત્માનાં ભાત, પાણી, મલ, શોભા તણી નિંદા કીધી. કુચારિત્રીયા દેખી ચારિત્રીયા ઉપર કુભાવ હુઓ. મિથ્યાત્વીતણી પૂજા પ્રભાવના દેખી પ્રશંસા કીધી, પ્રીતિ માંડી. દાક્ષિણ્ય લગે તેહનો ધર્મ માન્યો, કીધો | શ્રી સમ્યક્ત વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ..... - પહેલા સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રતે પાંચ અતિચાર || વહબંધ છવિચ્છેએ | દ્વિપદ ચતુષ્પદ પ્રત્યે રી-વશે ગાઢો. ઘાવ ઘાલ્યો, ગાઢે બંધને બાંધ્યો. અધિક ભાર ઘાલ્યો. નિર્વાઇન કર્મ કીધાં. ચારાપાણી તણી વેળાએ સારસંભાળ ના કીધી. લેહણે દેહણે કિણહિ પ્રત્યે લંઘાવ્યો, તેણે ભૂખે આપણે જમ્યા. કન્ડે રહી મરાવ્યો. બંદીખાને ઘલાવ્યો. સળ્યાં ધાન્ય તાવડે નાખ્યાં, દળાવ્યાં, ભરડાવ્યાં, શોધી ન વાવર્યા, ઇંઘણ, છાણાં અણશોધ્યાં બાળ્યાં. તે માંહિ સાપ વિંછી, ખજૂરા, સરવલા, માંકડ, જૂઆ, ગીંગોડા સાહતાં મુઆ, દુહવ્યા, રૂડે સ્થાનકે ન મૂક્યા. કીડી મંકોડીનાં ઇંડાં. વિછોલાં, લીખ ફોડી. ઉદેહી, કીડી, મંકોડી, ધીમેલ, કાતરા, ચૂડેલ, પતંગિયાં, દેડકાં, અલસિયાં, ઇયલ, કુંતા, ડાંસ, મસા, બગસરા, માખી, તીડ પ્રમુખ જીવ વિણઠ્ઠ. માલા હલાવતાં ચલાવતાં પંખી, ચકલાં, કાગતણા ઇંડાં ફોડ્યાં. અનેરા એકેંદ્રિયાદિક જીવ વિણાસ્યા, ચાંપ્યા, દુહવ્યા. કાંઈ હલાવતાં, ચલાવતાં, પાણી છાંટતાં અનેરા કાંઈ કામકાજ કરતા, નિર્ધ્વસપણું કીધું જીવરક્ષા રૂડી ન કીધી. સંખારો ! સૂકવ્યો, રૂડું ગળણું ન કીધું. અણગળ પાણી વાપર્યું. રૂડી જયણા ન કીધી. અણગળ પાણીએ ઝીલ્યા, લુગડાં ધોયાં. ખાટલા તાવડે નાખ્યા, ઝાટક્યા. જીવાકુલ ભૂમિલીંપી, વાશી. ગાર રાખી. દલણે, ખાંડણે, લીંપણે રૂડી જયણા ન કીધી. આઠમચઉદશના નિયમભાંગ્યા. ધૂણી કરાવી || પહેલે ચૂલા પ્રાણાતિપાત-વિરમણવ્રત વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ ||૧|| | બીજે સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રતે પાંચ અતિચાર || સહસા રહસ્સ દારે || સહસાત્કારે કુણહી પ્રત્યે અજુગતું આળ અભ્યાખ્યાન દીધું. સ્વદારા-મંત્રભેદ કીધો. અનેરા. કુણહીનો મંત્ર, આલોચ મર્મ પ્રકાશ્યો. કુણહીને અનર્થ પાડવા કૂડી બુદ્ધિ દીધી. કૂડો લેખ લખ્યો. કૂડી સાખ ભરી. થાપણમોસો કીધો. કન્યા, ગૌ, ઢોર, ભૂમિ સંબંધી લેહણે દેહણે વ્યવસાયે વાદ વઢવાદ કરતાં મોટકું જૂઠું બોલ્યા, હાથ પગ તણી ગાળ દીધી. કડકડા મોડ્યા. મર્મવચન બોલ્યાં || બીજે સ્થૂલ મૃષાવાદવિરમણવ્રત વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ ||રા | ત્રીજે સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રતે પાંચ અતિચાર | તેનાહડપ્પઓગે || ઘર બાહિર ક્ષેત્રે ખલે પરાઈ વસ્તુ અણમોકલી લીધી, વાવરી, ચોરાઈ વસ્તુ વહોરી. ચોર ધાડ પ્રત્યે સંકેત કીધો. તેહને સંબલ દીધું, તેહની વસ્તુ લીધી. વિરુદ્ધ રાજ્યાતિક્રમ કીધો. નવા, પુરાણા, સરસ, વિરસ, સજીવ, નિર્જીવ વસ્તુના ભેલસંભેલ કીધા. કૂડે કાટલે, તોલે માને, મારે વહોર્યા. દાણચોરી કીધી. કુણહીને લેખે વરસ્યો.સાંટે લાંચ લીધી. કૂડો કરહો કાઢ્યો. વિશ્વાસઘાત કીધો. પરવંચના કીધી. પાસંગ કૂડાં કીધાં, દાંડી ચઢાવી લહકે સહકે કૂડાં કાટલાં, માન માપાં કીધાં, માતા, પિતા, પુત્ર, મિત્ર, કલત્ર, વંચી કુણહિને દીધું. જુદી ગાંઠ કીધી. થાપણ ઓળવી. કુણહિને લેખે પલેખે ભૂલવ્યું. પછી વસ્તુ ઓળવી. લીધી || ત્રીજે સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસ ||૩|| ચોથે સ્વદારા સંતોષ પરસ્ત્રીગમન વિરમણ વ્રતે પાંચ અતિચાર || અપરિગ્દહિયાઈત્તર || અપરિગૃહિતાગમન, ઈતરપરિગૃહિતાગમન કીધું. વિધવા, વેશ્યા, પરસ્ત્રી કુલાંગના, સ્વદારાશો તણે વિષે દષ્ટિ વિપર્યાસ કીધો. સરાગ વચન બોલ્યાં. આઠમ ચઉદશ, અનેરી પર્વતિથિના નિયમ લઈ ભાગ્યાં. અનંગક્રીડા કીધી. સ્ત્રીનાં અંગોપાંગ નીરખ્યા. પરાયા વિવાહ જોડ્યા. ઢીંગલા ઢીંગલી પરણાવ્યા. કામભોગતણે વિષે તીવ્ર અભિલાષ કીધો. અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર અનાચાર સુહણે સ્વપ્નન્તરે હુઆ. કુરસ્વપ્ન લાધ્યાં. નટ, વિટ, સ્ત્રી શું હાંસું કીધું || ચોથે સ્વદારા સંતોષ વ્રત વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ ll૪ll | પાંચમે પરિગ્રહ પરિમાણવ્રતે પાંચ અતિચાર || ધણધન્ન ખિત્તવયૂ || ધન, ધાન્ય, ક્ષેત્ર, વાસ્તુ, રૂપ્ય, સુવર્ણ, કુય, દ્વિપદ, ચતુષ્પદ, એ નવવિધ પરિગ્રહતણા નિયમ ઉપરાંત વૃદ્ધિ દેખી મૂચ્છ લગે સંક્ષેપ ન કીધો. માતા, પિતા, પુત્ર, સ્ત્રીતણે લેખે કીધો, પરિગ્રહ પરિમાણ લીધું નહીં. લઈને પર્યું નહીં, પઢવું વિસાર્યુ. અલીધું મેલ્યું. નિયમ વિચાર્યા || પાંચમે પરિગ્રહ પરિમાણવ્રત વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ ||પી. ૨૭૪ Jain Education Internal For Pate & Personale Only
SR No.001327
Book TitleAvashyaka Kriya Sadhna
Original Sutra AuthorN/A
AuthorRamyadarshanvijay
PublisherMokshpath Prakashan Ahmedabad
Publication Year2007
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy