________________
પિતાશ્રી ખુશાલભાઈ પોપટલાલ ઝવેરી
ઉપકાર સ્મરણ
જેઓની શુભ પ્રેરણાથી જીવનમાં ધર્મનો પ્રવેશ થયો, જેઓની શુભ ભાવનાથી સમ્યજ્ઞાનની સાધના શક્ય બની; જેઓની શુભ કામનાથી સમ્યગ્દર્શન પ્રત્યે રાગ ઉત્પન્ન થયો, જેઓની શુભાભિલાષાથી સમ્યગ્યારિત્ર પ્રત્યે અહોભાવ જાગ્યો.
L
Jain diducation International
એવા સંસારી પિતાશ્રી-માતુશ્રીની અપૂર્વ- ત્યાગ વૃત્તિથી ‘સંયમ' પંથે સંચરવું શક્ય બન્યું અને પ્રસ્તુત પુસ્તકનું સંપાદન પણ સરળ બન્યું...
...મુનિ રમ્ય દર્શન વિજય
વિ.સં.૨૦૬૩, નિજ જેઠ સુદ ૩ માતુશ્રી ઉર્મિલાબેન ખુશાલભાઈ ઝવેરી મુંબઈ-૪૦૦૦૦૬
હાથ
અશ્ર ઉપકારીઓનું ગુણગુંજન
ધ
પિતાશ્રી જશવંતલાલ બચુલાલ શાહ
માતુશ્રી હંસાબેન જશવંતલાલ શાહ
આસનોપકારી, ચરમતીર્થપતિ, શ્રમણ ભગવાન શ્રી મહાવીર પ્રભુ સ્વબલે ઘાતિકર્મનો ક્ષય કરી કેવલજ્ઞાનરૂપી લક્ષ્મીને વર્યા. સમવસરણની રચના થતાં કરૂણા સિંધુ પ્રભુજી ત્યાં પધાર્યા અને સુયોગ્ય પાત્ર જોઈ પટ્ટધર શિષ્યરત્નોને ગણધરપદ આપવા સાથે ‘ ત્રિપદી’ આપી. તે ત્રિપદીના આધારે બીજબુદ્ધિ નિધાનના સ્વામી એવા ગણધર ભગવંતોએ અન્તર્મુહૂર્તમાં દ્વાદશાંગીની રચના કરી, તેમાં ‘ આવશ્યક ક્રિયા સંબંધિત' બહુલતયા સૂત્રોની રચના પણ તેઓશ્રીની જ હોય છે.
તે સૂત્રોને કયા રાગ, કેવા શુદ્ધ ઉચ્ચાર, કઈ મુદ્રા આદિમાં બોલવા દ્વારા અપૂર્વ કર્મ નિર્જરા સધાય, તે અંગેની આવશ્યક સંપૂર્ણ માહિતિ પ્રસ્તુત પુસ્તકમાં આપેલ છે. જે સાધના ફક્ત ક્રિયારૂપ બની ગયેલ છે અને ક્રિયા ન કરનાર માટે હાસ્ય-પાત્ર બની ગયેલ છે, તે સાધનાને સંપૂર્ણ ભાવમય બનાવવા પુસ્તકમાં યત્કિંચિત્ પ્રયત્ન કરેલ છે.
‘સૂરિરામચંદ્ર' શિષ્યરત્ન પૂજ્ય મુનિરાજશ્રી રમ્યદર્શનવિજયજી મ.સા.ને પ્રસ્તુત પુસ્તક અંગે મારા અંતરની વાત જામનગર ચાતુર્માસ દરમ્યાન કરતાં તેઓશ્રીએ અલ્પ પરિચયમાં પણ ખૂબ ઉત્સાહ આપી જૈનશાસનમાં અત્યંત ઉપયોગી પ્રસ્તુત પુસ્તકના સંપાદક – માર્ગદર્શક બનવાની વિનંતિને સ્વીકારી મારા ઉત્સાહની અભિવૃદ્ધિ કરેલ છે, તેનો સદા આભારી રહીશ.
જીવનમાં ધાર્મિક સંસ્કારોનું સતત સિંચન કરનાર, પરોપકારી, પૂજ્ય પિતાશ્રી જશવંતલાલભાઈ તથા પૂજ્ય માતુશ્રી હંસાબેનનું અનહદ વાત્સલ્ય અને ઉપકાર કદીયે ભૂલાશે નહિ. સતત ખડે પગે તૈયાર રહીને સઘળાં કાર્યો ગૌણ કરીને મારા કાર્યમાં અનવરત સહાયક બનનાર ધર્મપત્ની શ્રી રૂપા દિલ્પા) અને કોમળ પુષ્પ સમાન સુપુત્રી ધન્યા તથા સુપુત્ર રત્નના સહકારને આ પ્રસંગે સ્મૃતિપથ પર લાવતાં આનંદ અનુભવું છું.
જિનાજ્ઞા વિરૂદ્ધ કાંઈ પણ લખાયું-છપાયું હોય કે ચિત્રો આલેખાયા હોય તો મિચ્છા મિ દુક્કડં.
For Private & Personal Use Only
l
પૂજ્યોના ચરણારવિંદે વંદનાવલી
પરેશ જે. શાહ
www.jainellBrary