SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ પભાવઈ (૧૯) પ્રભાવતી : ચેડા રાજાની પુત્રી અને સિંધુ સીવીના રાજર્ષિ ઉદાયનની ધર્મપત્ની. કુમારનંદી દેવે બનાવેલ જીવિતસ્વામિની પ્રતિમાની પેટી તેમના હાથે જ ખુલી. તે પરમાત્માને મંદિરમાં પધરાવી રોજ અપૂર્વ જિનભક્તિ કરતા. એકવાર દાસી પાસે મંગાવેલ વસ્ત્રો મંગાવેલ રંગના જ હોવા છતાં અન્ય વર્ણના દેખાવાથી તથા નૃત્યભક્તિ સમયે ધડ મસ્તક વિનાનું દેખાવાથી મૃત્યુ નજીક જાણી પ્રભુવીર પાસે દીક્ષા લઈ દેવલોકમાં ગયા. રુપિણી (૨૩) રુક્મિણી : કૃષ્ણની પટ્ટરાણીથી ભિન્ન વિશુદ્ધ શીલવંતા સન્નારી, સિવા ional ચિલ્લણાદેવી ચેંડા (૨૦) રોલ્લામા : મહારાજાની પુત્રી તથા શ્રેણિકરાજાની ધર્મપત્ની. પ્રભુ મહાવીરદેવની પરમશ્રાવિકા તથા પરમધર્માનુરાગિણી હતા. એક વાર શિયાળાની તીવ્ર ઠંડીમાં તળાવના કિનારે ખુલ્લા હૈ આખી રાત કાયોત્સર્ગ ધ્યાનમાં રહેનાર સાધુની ચિંતા કરતા શ્રેણિકને તેના શીલ પર વહેમ આવ્યો હતો પરંતુ પ્રભુવીરના વચનથી અખંડ શીલવતી જાણી તે દૂર થયો હતો. વિશુદ્ધ આરાધના કરી આત્મકલ્યાણ સાધ્યું હતું. રેવાઇ (૨૪) રેવતી : ભગવાન મહાવીર સ્વામીના પરમશ્રાવિકા. ગોશાળાની તેજોલેશ્યાથી પ્રભુને છ મહિના સુધી થયેલી અશાતના કાળમાં ભક્તિભાવથી કોળાપાક વહોરાવી પ્રભુવીરને શાતા આપી તીર્થંકર નામગોત્ર બાંધ્યું હતું. આવતી ચોવીસીમાં સમાધિ નામના સત્તરમાં તીર્થંકર થશે. (૨)શિવાદેવી : રોકા મહારાજાના પુત્રી અને ચંપ્રધોત રાજાના પરમશીલવતી પટ્ટરાણી. દેવકૃત ઉપસર્ગમાં પણ અચલ રહેલા. ઉજ્જયિની નગરીમાં પ્રગટતો અગ્નિ આ સતીના હાથે પાણી છંટાવવાથી શાંત થઈ જતો. આખરે ચારિત્ર લઈ સિદ્ધિપદ પામ્યા. બંભીસુંદરી nal Use Only (૨૧-૨૨) બ્રાહ્મી સુંદરી : ઋષભદેવ ભગવાનની વિદુષી પુત્રીઓ, એક લિપિજ્ઞાનમાં અને બીજી ગણિતમાં પ્રવીણ હતી. સુંદરીએ ચારિત્ર મેળવવા ૬૦,૦૦૦ વર્ષ સુધી આયંબિલનો તપ કરેલો. બંને બહેનોએ દીક્ષા લઈ જીવન ઉજ્જવળ કરેલું, બાહુબલીને ઉપદેશ આપવા બંને સાધ્વી બહેનો સાથે ગયા હતા. અંતે મોક્ષમાં પધાર્યાં. કુતી (૨૫) કુંતી : પાંચ પાંડવોના માતા. અનેક કષ્ટમય પ્રસિદ્ધ જીવન પ્રસંગો વચ્ચે પણ ધર્મશ્રદ્ધાની જ્યોત જલતી રાખી હતી. છેવટે પુત્રો અને પુત્રવધૂ સાથે ચારિત્ર લઈ મોક્ષે ગયા હતા. જયંતી (૨૭) જયંતિ : શતાનિક : રાજાની બહેન અને રાણી મૃગાવતીની નણંદ. તત્ત્વજ્ઞ અને વિદુષી આ શ્રાવિકાએ પ્રભુવીરને કેટલાક તાત્વિક પ્રશ્નો પૂછ્યા હતા અને પ્રભુવીરે તેના પ્રત્યુત્તર આપ્યા હતા. તે કૌશાંબીમાં શય્યાતર તરીકે પ્રથમ પ્રસિદ્ધ હતી. અંતે દીક્ષા લઈ સિદ્ધિગતિને વર્યાં. ૨૧૯ www.jainelibrary.org
SR No.001327
Book TitleAvashyaka Kriya Sadhna
Original Sutra AuthorN/A
AuthorRamyadarshanvijay
PublisherMokshpath Prakashan Ahmedabad
Publication Year2007
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy