SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ રિસિદત્તા Educ (૧૨) ઋષિદત્તા : હરિષણ તાપસની અત્યંત સૌંદર્યવતી પુત્રી અને કનકરથ રાજાના ધર્મપત્ની. કર્મોદયે શોર્ય સુલસા યોગિની દ્વારા ડાકણનું કલંક લગાડાવ્યું હતું તેના કારણે ઘણા કષ્ટો સહવા પડ્યા. પરંતુ પ્રભુભક્તિ અને શીલધર્મના પ્રભાવે તમામમાંથી પાર ઉતર્યા. છેવટે સંયમ ધારણ કરી સિદ્ધિપદને વર્યા. સિરિદેવી (૧૫) શ્રીદેવી : શ્રીધર રાજાની પરમશીલવતી n Int સ્ત્રી. વિદ્યાધરે અને વે ડગાવવા ઘણી કોશિષ કરી પણ પર્વતની જેમ નિકાલ રહ્યા. છેવટે ચારિત્ર લઈ પાંચમા દેવલોકે ગયા. મિગાવઈ અપહરણ કરી શીલથી પઉમાવઈ (૧૩) પદ્માવતી ઃ રોડા રાજાના પુત્રી અને ચંપાપુરીના દધિવાહન રાજાના ધર્મપત્ની, સગર્ભાવસ્થામાં ‘હાથીની અંબાડી પર બેસી રાજાથી છત્ર ધરાતા પોતે વનવિહાર કરે' તેવો દોહદ થતાં તેને પૂર્ણ કરવા વ્યવસ્થા થઈ પરંતુ જંગલ દેખી હાથી ભાગી છૂટતા રાજા એક વૃક્ષની ડાળી પકડી લટકી પડ્યાં પરંતુ રાણી તેમ ન કરી શકતા છેવટે હાથી પાણી વાપરવા ઉભો રહ્યો ત્યારે ઉતરી તાપસના આશ્રમમાં ગયા. ત્યાંથી સાધ્વીજીનો પરિચય થતાં ગર્ભની વાત જણાવ્યા વગર દીક્ષા લીધી. પાછળથી ગુપ્ત રીતે બાળકનો જન્મ કરાવી સ્મશાનમાં મૂકાવ્યો જે પ્રત્યેક બુદ્ધ કરકંડૂ થયા. એક વખત થઈ રહેલ પિતા-પુત્રના યુદ્ધને ત્યાં જઈ સાચી હકીકત જણાવી અટકાવ્યું, નિર્મળ ચારિત્ર પાળી અંતે આત્મકલ્યાણ સાધ્યું. | જિā (૧૬) જયેષ્ઠા : ચેડા રાજાની પુત્રી, પ્રભુવીરના મોટાભાઈ નંદિવર્ધન રાજાની ધર્મપત્ની, પ્રભુ વીરના બારવ્રતધારી શ્રાવિકા, એમનાં અડગ શિયલની શકેન્દ્રે પ્રશંસા કરતાં એક દેવે ઘણી જ ભર્યકર કસોટી કરેલી, પરંતુ અણિશુદ્ધ પાર ઉતરતાં મહાસતી જાહેર કરી. દીક્ષા લઈ કર્મ ખપામી શિવપુરમાં (મોક્ષમાં) પધાર્યા. અંજણા, UDD રાપર સુગ (LHI (૧૪) અંજનાસુંદરી : મહેન્દ્ર રાજાહૃદયસુંદરી રાણીની પુત્રી, પવનંજયના ધર્મપત્ની, નાનીશી વાતને મોટું સ્વરુપ આપી લગ્ન પછી ૨૨ વર્ષ સુધી પવનંજયે તરછોડી હતી છતાં અખંડ શીલપાલન અને ધર્મધ્યાન કર્યું. યુદ્ધમાં ગયેલા પતિ ચક્રવાક મિથુનની વિરહવિવલતા જોઈ ગુપ્ત રીતે અંજના પાસે આવ્યાં પરંતુ તે મિલન પરિણામે આફતદાયી બન્યું. ગર્ભવતી બનતાં કલંકિની જાહેર કરી સાસુ-સસરાએ પિતાને ઘરે મોકલી, તો ત્યાંથી પણ વનમાં ધકેલાઈ. વનમાં તેજસ્વી ‘હનુમાન’ પુત્રને જન્મ આપ્યો. શીલપાલનમાં અડગ સતીને શોધવા નીકળેલા પતિને વર્ષો પછી ઘણી મહેનતે મેળાપ થયો. આખરે બંને જણ ચારિત્ર લઈ મુક્તિપદને વર્યા. સુજિક (૧૭) સુજ્યેષ્ઠા : ચેડા રાજાની પુત્રી. સંકેત પ્રમાણે તેને લેવા આવેલ શ્રેણિક રાજા ભૂલથી તેની બહેન ચેલ્લણાને લઈ ચાલતા થયા તેથી વૈરાગ્ય પામી શ્રી ચંદનબાળા પાસે દીક્ષા લીધી. એકવાર અગાસીમાં આતાપના કરતા તેમના રૂપથી મોહ પામી પેઢાલ વિદ્યાધરે ભમરાનું રુપ કરી યોનિ પ્રવેશ કરી શુક્ર તેના અજાણતા મુક્તાં ગર્ભ રહ્યો પરંતુ જ્ઞાની મહાત્માએ સત્ય જણાવી શંકા દૂર કરી. તીવ્ર તપશ્ચર્યા કરી કર્મ ખપાવી મોસમાં ગયાં. (૧૮) મૃગાવતી : ચેડા રાજાની પુત્રી અને કૌશાંબીના શતાનીકની ધર્મપત્ની. રૂપલુબ્ધ ચંડાલોતે ચડાઈ કરી ત્યારે શતાનીક તે જ રાત્રે અપસ્મારના રોગથી મૃત્યુ પામ્યો. ભોગની આશા બતાવી ચંડપ્રોત પાસે જ કિલ્લો મજબૂત કરાવી અનાજ-પાણી ભરાવડાવી કિલ્લાના દ્વાર બંધ કરાવી પ્રભુવીરની રાહ જોવા લાગી. પ્રભુ પધારતા દરવાજા ખોલાવી દેશના સાંભળતા વૈરાગ્ય પામી દીક્ષા લીધી. એકવાર સૂર્ય-ચંદ્ર મુળ વિમાને દર્શન માટે આવતા પ્રકાશને લીધે રાત્રિનો ખ્યાલ ન આવતાં વસ્તીમાં આવવામાં મોડું થતાં આર્યા ચંદનબાળાએ ઠપકો આપવાથી પશ્ચાતાપ કરતા કેવળજ્ઞાન પામ્યા. library
SR No.001327
Book TitleAvashyaka Kriya Sadhna
Original Sutra AuthorN/A
AuthorRamyadarshanvijay
PublisherMokshpath Prakashan Ahmedabad
Publication Year2007
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy