________________
૨૧૬
(૫૩) મેઘકુમાર : શ્રેણિક રાજાની ધારિણી નામની રાણીના પુત્ર. આઠ રાજકુમારીને પરણ્યા હોવા છતાં પ્રભુવીરની દેશનાથી પ્રતિબોધ પામી ચારિત્ર સ્વીકાર્યું. નવદીક્ષિત મુનિનો સંથારો છેલ્લે થવાથી આખી રાત સાધુઓની અવરજવરથી ધૂળ ઉડવાથી નિદ્રા આવી નહીં તેથી ચારિત્ર નહીં પળાય તેમ સમજી રજોહરણ પાછું સોંપવા વિચાર્યું. સવારે પ્રભુએ સામેથી બોલાવી કરેલું દુર્ધ્યાન જણાવી પૂર્વના હાથીના ભવમાં સસલાને બચાવવાની દયાથી કેવા કષ્ટ સ્વીકાર્યા હતા, તે જણાવ્યું. પ્રતિબોધ પામી આંખ અને પગ સિવાય શરીરના કોઈ અંગોનો ઉપચાર ન કરાવવાની ધોર પ્રતિજ્ઞા લઈ નિર્મળ ચારિત્ર પાળી સ્વર્ગવાસી થયા.
ચંદનબાલા
JU
મેહકુમારો
Jain Education Intimation
JOUL
(૨) ચંદનબાલા : ચંપાપુરીના દધિવાહન રાજા-ધારિણી રાણીની કુલીપિકા. કૌશાંબીના રાજા શતાનિકના હુમલામાં પિતા ભાગી ગયા, માતાએ શીલરક્ષણાર્થે બલિદાન આપ્યું. અને તે ઉભી બજારે વેચાઈ. ધનાવહ શેઠે ખરીદી દીકરી તરીકે ઘરે રાખી, પરંતુ શ્રેષ્ઠિપત્ની -મૂળાની શંકા થઈ કે ભવિષ્યમાં શેઠ આની સાથે લગ્ન કરશે. તેથી મુંડન કરી, પગે બેડી નાખી, અંધારિયા ઓરડામાં પુરી. ૩ દિવસે શેઠને ખબર પડતાં સૂપડામાં અડદના બાકુળા આપી બેડી તોડવા લુહારને બોલાવવા ગયા. ત્યાં પ્રભુ વીરના અભિગ્રહની પૂર્તિ કરી બાકુળા વહોરાવતાં પંચદિવ્ય પ્રગટ થયાં. આખરે પ્રભુ વીરના હસ્તે દીક્ષિત થઈ ૩૬,૦૦૦ સાધ્વીઓના વડેરા થયા, અનુક્રમે કેવળી થઈ મોક્ષે ગયા.
|DY
સુલસા
(૧) સુલસા : શ્રેણિકના લશ્કરના મુખ્ય રથિક નાગરથના ધર્મપત્ની. પ્રભુ મહાવીરદેવ પ્રત્યે પરમભક્તિ અને શ્રદ્ધા ધરાવતા હતાં. દેવસહાયથી થયેલા ૩૨પુત્રો એક સાથે શ્રેણિકની રક્ષા માટે ખપી ગયા છતાં ભવસ્થિતિ વિચારી પોતે શોક કર્યો નહીં અને પતિને પણ ન કરવા દીધો. પ્રભુ વીરે અંબડ સાથે ધર્મલાભ કહેવડાવ્યા ત્યારે અંબડે ઈન્દ્રજાળથી બ્રહ્મા, વિષ્ણુ, મહેશ તથા તીર્થંકરની સમવસરણ ઋદ્ધિ વિર્દી પણ સુલસા જરાય શ્રદ્ધાની દૃઢતાથી ચલિત ન થઈ તેથી ઘરે જઈ ધર્મલાભ પહોંચાડ્યા. દેવકૃત સમ્યક્ત્વ પરીક્ષામાં લક્ષપાક તેલનાં ૪ બાટલા ફુટવા છતાં કપાય ન કર્યો. મૃત્યુ પામી દેવલોકમાં ગયા. આવતી ચોવીશીમાં નિર્મમ નામ ૧૫માં તીર્થંકર થશે.
ન
મણોરમા
(૩) મનોરમા - સુદર્શન શેઠના પતિવ્રતા પત્ની, જેમના કાઉસગ્ગધ્યાને શાસનદેવતાને સહાય માટે આકર્ષ્યા હતા.
For Vivate & Personal Use Oliv
(૪) મદનરેખા ઃ મણિરથ
રાજાના લઘુબંધુ યુબાહુના
અત્યંત
સ્વરૂપવાન
શીલવાન
ધર્મપત્ની.
મણિરો
મયણરેહા
મદનરેખાને ચલિત કરવા અનેક પ્રયત્નો કર્યા. તેમાં નિષ્ફળ જતાં છેવટે યુગબાહુનું ખૂન કર્યું, પતિને અંત સમયે અદ્ભુત સમાધિ આપી ગર્ભવતી મદનરેખા નાસી છૂટી. જંગલમાં જઈ એક પુત્રને જન્મ આપ્યો. જે પાછળથી નમિરાજર્ષિ થયા. ત્યારબાદ મદનરેખાએ દીક્ષા લઈ આત્મકલ્યાણ સાધ્યું.
www.jainelibrary.org