SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ | તૈક્ત અદ્રકુમારો (૪૭) વિષ્ણુકુમાર : પદો ત ર રાજા - જ્વાલાદેવીના કુળદીપક, મહાપદ્મ ચક્રવર્તીના ભાઈ, દીક્ષા લઈ ઘોર તપ તપી અનેક લધિના ધારક બન્યા. શાસનàષી નમુચિએ શ્રમણ સંઘને ષટખંડની વિહુકુમારો હદ છોડી જવા જણાવ્યું ત્યારે મુનિવરે પધારી ઘણી સમજાવટ કરવા છતાં ન માનતા નમુચિ પાસે ત્રણ ડગલાં ભૂમિ માંગી. માંગણી સ્વીકારતા ૧ લાખ યોજનનું વિરાટ શરીર બનાવી એક પગ સમુદ્રના પૂર્વ કાંઠે, એક પગ સમુદ્રના પશ્ચિમકાંઠે મૂક્યો, ત્રીજો પગ ક્યાં મુકુ એમ કહીને તે પગ નમુચિના મસ્તકે મૂકી સંઘને ઉપદ્રવથી મુક્ત કર્યો. આલોચનાથી શુદ્ધ થઈ ઉત્તમચારિત્ર પાળી અંતે મોક્ષ પધાર્યા.. (૪૮) આદ્રકુમાર : આદ્રક નામના અનાર્યદેશના રાજકુમાર. પિતા આદ્રક અને શ્રેણીક રાજાની મૈત્રીને લંબાવવા અભયકુમાર સાથે મૈત્રીનો હાથ લંબાવ્યો ત્યારે હળુકર્મી જાણી અભયકુમારે રત્નમય જિનપ્રતિમા મોકલી. પ્રભુદર્શને જાતિસ્મરણ જ્ઞાન થતા આર્યદેશમાં આવી દીક્ષા લીધી. વર્ષો સુધી ચારિત્ર પાળ્યા બાદ ભોગાવલી કર્મનો ઉદય થતાં સંસારવાસ સ્વીકારવો પડ્યો. ફરી ચારિત્રનો ઉલ્લાસ થયો ત્યારે પુત્રસ્નેહે બીજા બાર વર્ષ સંસારમાં રોકી રાખ્યા બાદ ફરી દીક્ષા લઈ અનેકને પ્રતિબોધ પમાડી આત્મકલ્યાણ સાધ્યું હતું. ઢપહારી, (૪૯) દઢપ્રહારી : યજ્ઞદત્ત બ્રાહ્મણનો પુત્ર કુસંગથી બગડી પ્રસિદ્ધ ચોર બન્યો. એ કવાર લુંટ ચલાવતા બ્રાહ્મણ ગાય, સગર્ભા સ્ત્રી એટલે કે સ્ત્રી + ગર્ભસ્થ બાળક એમ ચાર મહાહત્યા કરી. પરંતુ દય દ્રવી જતાં ચારિત્ર લીધું અને જ્યાં સુધી પૂર્વ પાપની સ્મૃતિ થાય ત્યાં સુધી કાયોત્સર્ગ ધ્યાને રહેવાનો અભિગ્રહ લઈ હત્યાવાળા ગામની સીમમાં જ કાઉસ્સગ્નમાં ઉભા રહ્યાં. અસહ્ય કઠોર શબ્દો કહી, પથ્થર રોડા, આદિનો ઘા કરી લોકોએ હેરાન કર્યા. પરંતુ બધું સમતાભાવે સહન કરી છ મહિનાના અંતે કેવળજ્ઞાન પામ્યા. (૫૧) કૂરગડુ મુનિ : ધનદત્ત શ્રેષ્ઠિના પુત્ર, ધર્મધોષસૂરિ પાસે નાની ઉંમરમાં દીક્ષિત થયા હતા. ક્ષમાગુણ અદભુત હતો પણ કૂરગડૂ તપશ્ચર્યા જરાય ન કરી શકે. એકવાર પર્વદિવસે પ્રાતઃ કાળમાં ઘડો ભરીને ભાત લઈ આવી વાપરવા બેઠા, ત્યાં સાથે રહેલા માસક્ષમણના તપસ્વી મુનિએ ‘મને બળખો કાઢવાનું સાધન કેમ ન આપ્યું ?' હવે તમારા પાત્રમાં જ બળખો કાઢે તેમ કહી ભોજનમાં જ બળખો નાંખ્યો.’ અન્યત્ર લાવેલ ગોચરી. સાથેના ચાર તપસ્વીઓને બતાવવા તેમના ખાઉધરાપણાની નિંદા કરતાં તેમના પાત્રમાં ઘૂંક નાખે છે એવો નિર્દેશ આવે છે. કૂરગડુ મુનિએ અદભુત ક્ષમા રાખી સ્વનિંદા કરતાં કરતાં કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. સિર્જાસ (૫૦) શ્રેયાંસકુમાર : બાહુબલીના પૌત્ર અને સોમયશ રાજાના દીકરા. શ્રી આદિનાથ પરમાત્માને વાર્ષિક તપ પછી ઈક્ષરસથી પારણું જાતિ સ્મરણજ્ઞાની એવા તેમણે કરાવ્યું હતું. આત્મસાધના કરી અંતે સિદ્ધપદને પામ્યા. સિજ્જૈભવ (૫૨) શય્યભવસૂરિ : પૂર્વાવસ્થામાં કર્મકાંડી બ્રાહ્મણ હતા, પરંતુ તેમની પાત્રતા દેખી પ્રભવસ્વામીએ બે સાધુ મોકલી પ્રતિબોધ કરી ચારિત્ર આપી શાસનની ધુરા સોંપી હતી. બાલપુત્ર મનક ચારિત્રના માર્ગે આવ્યો ત્યારે તેનું અલ્પ આયુ જાણી સિદ્ધાંતમાંથી ઉદ્વરી શ્રી દશવૈકાલિક સૂત્રની રચના કરી હતી. શાસનસેવાના અનેકવિધ કાર્યોથી જીવન સફળ બનાવ્યું હતું. ૨૧૫ | Jain Education Intem For Private & Personal use on
SR No.001327
Book TitleAvashyaka Kriya Sadhna
Original Sutra AuthorN/A
AuthorRamyadarshanvijay
PublisherMokshpath Prakashan Ahmedabad
Publication Year2007
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy